________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ થાય છે.. આહાહા..! તેનું નામ ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન છે.
લાખો-કરોડો શબ્દોનું જ્ઞાન હો.. કે પછી શુક્લલેશ્યાની ક્રિયા જેવી કે દયાદાન, વ્રતની હો ! પરંતુ તેનાથી અંદરમાં ભગવાન ચૈતન્યધ્રુવ ભિન્ન છે. આવો શુદ્ધ ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ ભગવાન છે તેનો અનુભવ તે પર્યાય છે. શુદ્ધ ચૈતન્ય ધ્રુવ દ્રવ્ય છે તેના આશ્રયથી અનુભવ થાય તે પર્યાય છે. આહાહા! અનુભવ કરવો તે મુદ્દાની ૨કમ છે.
આનંદઘનજી કહેતા હતા. અહો ! સ્વરૂપનો વિરહ રહ્યો. વિરહ કેવી રીતે રહ્યો? “ગાજતે માનતે લાડતે વેજા.” સ્વરૂપના વિરહના ઘા પડતાં અંદરમાં એવું દુઃખ થાય છે. શુદ્ધ સ્વરૂપ ભગવાનનો વિરહ રહ્યો, અને તેના વિરહની વ્યથા-પીડાના ઘા પડે છે.
અહીં કહે છે- “શુદ્ધ સ્વરૂપમાત્ર”, “માત્ર” કહેતાં તેમાં રાગ નહીં અને પર્યાયે નહીં. જેને પરમાર્થ આત્મા કહીએ તે શુદ્ધ સ્વરૂપમાત્ર ત્રિકાળી. પર્યાય એ પરમાર્થ આત્મા નહીં; એ તો વ્યવહાર આત્મા છે. સમજમાં આવ્યું?
શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ, આનંદસ્વરૂપ તરફનો અનુભવ થતાં. ચૈતન્યસ્વરૂપ અનુભવથી પ્રકાશમાન છે. બીજી કોઈ રીતે આત્મા પ્રકાશમાન થતો નથી. આત્માનો પર્યાયમાં અનુભવ થતાં... પર્યાયમાં ચૈતન્ય પ્રકાશમાન થાય છે.
શ્રોતા - આત્મામાં પ્રકાશ શક્તિ છે ને!
ઉત્તર:- એ જે પ્રકાશ શક્તિ છે તે તો બપોરના ચાલે છે. અહીં તો ચૈતન્યનો પ્રકાશ લેવો છે. અહીં વેદનની અપેક્ષા નથી. બપોરે વેદનની અપેક્ષાએ વાત ચાલે છે. અહીં તો ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરતાં પ્રકાશ થાય છે. ચૈતન્ય શું છે? અનુભવ થતાં તેનો પ્રકાશ અંદરમાં થાય છે. સમજમાં આવ્યું?
“(નિત્ય) અવિનશ્વર છે, - એવું જે શુદ્ધ જીવસ્વરૂપ તેનું અને (ક્રોધાવે: ૨) સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું ભિન્નપણું થાય છે.” હવે રાગાદિ અને શુદ્ધ જીવસ્વરૂપનો ભેદ બતાવે છે. (નિત્ય) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ધ્રુવ અને (છોધાદ્રિ) એટલે સ્વરૂપથી વિપરીત એવા પુણ્ય ને પાપના ભાવ તેને ક્રોધાદિ ગણવામાં આવ્યા છે. પછી તે દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવ હોય તેને અહીંયા ક્રોધાદિ ગણવામાં આવ્યા છે. તે ભાવો સ્વભાવથી વિરુદ્ધ છે. એ ભાવનો જેને પ્રેમ છે તેને ભગવાન પ્રત્યે ક્રોધ છે. મુદ્દાની રકમની વાત છે.
કહે છે કે – આ પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ધ્રુવ છે તેનો પ્રેમ છોડીને, અંતરની ધૂન-લગન છોડીને, પુણ્ય પરિણામની જેને લગન લાગી છે તેને ચૈતન્ય પ્રત્યે અણગમોક્રોધ છે. આહાહા..! આવી વાતું છે! સમજમાં આવ્યું? | (છોધાવે :) તેની વ્યાખ્યા કરી – જેટલા અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com