________________
પત્રસુધા છે, તે કોઈ ફરી મનુષ્યભવ મળવો મુશ્કેલ થઈ પડે તેમ વ્યર્થ ગુમાવી દે છે. પણ જેને સપુરુષને એગ થયો છે, જેને સમ્યોધરૂપી રત્ન પ્રાપ્ત થયું છે, જેને વ્રત નિયમ આદિ અલભ્ય લાભ મળ્યો છે તેણે તે પૂજી સાચવી તેની વૃદ્ધિ કરવી ઘટે છે'. મરણ આવે તે ભલે, પણ વતને લક્ષ ન ચુકાય એવો દઢ નિશ્ચય કર્તવ્ય છે). “જડ ચલ જગની એંઠને ન ઘટે તુજને ભેગ હો મિત” એમ શ્રી દેવચંદ્રજીએ સ્તવનમાં ગાયું છે તેમ વૈરાગ્યરૂપી ખડ્ઝને કટાઈ ન જવા દેતાં ઉજજવલ રાખી નિરંતર ઉત્તમ ભાવના ભાવવા ગ્ય છે.
ખબરદાર મનસૂબાજી ખાંડાની ધારે ચઢવું છે, હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે,
શૂરા થઈ રણમાં ઝૂઝવું છે.” હાલ જે સત્યાગ્રહની લડાઈમાં હજારો લોકે દેશની નિર્ધનતા અને પરાધીનતા દૂર કરવા મથે છે તે જોઈને પણ આપણામાં પરમાર્થ અર્થે રાતન ચઢવા યોગ્ય છે. એક ભવના અલ્પ લાભ અર્થે આટલું બધું સહન કરવા તે તૈયાર થાય છે તો જેને ભવભવનાં દુઃખ દૂર કરી સદ્ગુરુની શીતળ કરુણા દૃષ્ટિને આશરે મેક્ષમાર્ગમાં આગળ વધવું છે તેને અટકાવી શકનાર કેણ છે? મૃત્યુના મુખમાં ઊભેલે પણ નિર્ભયપણે કહી શકે કે મને મારી માન્યતામાંથી ચળાવવા કે વ્રતમાંથી ડગાવવા કેઈ સમર્થ નથી. હવે આટલા ભવમાં તે કાયરતા નહીં જ કરું, મેહરૂપી જુલમી રાજાની સેવા કરીને ભવભવથી હું અનંત દુઃખ વેઠતે આવ્યો છું; પણ કઈ સાચા પુરુષના સમાગમે તેની અપૂર્વ વાણી સત્સંગે સાંભળી છે અને મેહની ઠગાઈ જાણી છે, ત્યારથી હવે મેહ ઉપરથી મેહ ઊઠી ગયો છે. તે હવે માથું જાય, પણ કઈ પણ લાલચ કે મરણત ત્રાસને પ્રસંગે પણ દુઃખની ખાણને સુખરૂપ તે નહીં જ માનું. આવી દઢતા રગેરગ હૃદયમાં ઉતારી દેવા યોગ્ય છે. જેમ ક્ષત્રિય સામે મોઢે છાતી પર ઘા ઝીલે પણ કેઈ કાળે પીઠ ફેરવી દોડી જતા નથી, તેવી રીતે પુરુષના આશ્રિતે સંસારને શરણે કે મેહને શરણે કદી જતા નથી. તે મને મારી નાખવાનો જ લાગ શોધ્યા કરે છે. બાહુબળીજીએ મૂઠી ઉગામી તે ઉગામી તથા રામનું બાણ જે છૂટ્યું તે છૂટ્યું તે કદી નિષ્ફળ ન જાય એમ કહેવાય છે તેમ સત્યરુષની સાક્ષીએ જે વ્રત આદરી મોહની સાથે લડાઈ માંડી છે તેમાંથી પાછું પગલું તે કાયર જ ભરે, સાચે ક્ષત્રિય તો આગળ જ વધ્યા કરે. હવે તે મોહને મર્યો જ છૂટકે છે. પણ મેહ તે મહા કપટી છે અને સદાય જીવને પાડી દેવાને લાગ શોધ્યા જ કરે છે. વૃત્તિઓની છેતરામણીમાં ફસાઈ જવું પણ ન ઘટે કે સન્દુરુષની સાક્ષીએ વ્રત લીધું છે, હવે આપણે શો ડર છે? એમ જે બફમમાં રહે અને મેહનાં નિમિત્તોમાં જે જાગ્રત જીવ ન રહે તે મોટા મુનિઓને પણ તેણે ગબડાવી પાડયા છે, શ્રેણીએ ચઢેલાને પણ નરકમાં નાખ્યા છે. તેથી કુસંગ, કુકથા અને અનિયમિત આહારવિહાર તથા પ્રતિબંધોથી ચેતતા રહી “ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મૂકે પાછી” એવી ટેક સહિત વર્તી આત્મવીર્ય સદેદિત ઉજજ્વળ રાખવું. પ્રમાદ એ મહા રિપુ છે. “અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની