________________
૨૮૮
બેધામૃત
“ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય (નિર્વિકલ્પતા) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે આર્માચરણ (આર્ય પુરુષએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે પછી માગવાની ઈરછા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાને નથી. લેકસંજ્ઞાથી લેકારો જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામે દુર્લભ છે, એ જ વિજ્ઞાપન.”(૧૨૮)
૨૭૭
વિશાખ વદ ૭, ૧૯૯૭ જેવું દુઃખ ભૂખનું, રોગનું કે સગાંવહાલાંના વિયેગનું લાગે છે તેવું અજ્ઞાનદશાનું દુઃખ લાગતું નથી અને પરમકૃપાળુદેવ તે, મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને એક અજ્ઞાન સિવાય બીજે કોઈ ભય હોય નહીં એમ લખે છે. તે આપણે વિચારવું ઘટે છે કે કેટલે ભય સંસારને કે તેના કારણરૂપ અજ્ઞાનને આપણને લાગે છે? જે અનુકૂળતાઓ કે દેહનાં સુખ નથી તે દુઃખરૂપ લાગે છે અને તે મળી જાય તે સંસારને જ સુખરૂપ માને એવા આ જીવના હજી ભાવે વર્તે છે, ત્યાં બોધ હૃદયમાં રહે તથા છૂટવાની ગૂરણા જાગવી ક્યાંથી બને? ઇદ્રિયવિષયેની વાસનાએ આ જીવનું જેટલું ભૂરું કર્યું છે તેટલું કેઈએ કર્યું નથી. અનંતકાળ તેથી રઝળવું પડ્યું અને પોતે પોતાને જ વેરી થયે, તે વિચારી હવે તે શત્રુ તરફની ગમે તેવી લલચાવતી ભેટ પણ ઝેર જાણી તે તરફ વૃત્તિ કરવા નથીજી. સત્પરુષનાં વચનમાં પ્રેમ, ભક્તિ, ઉલલાસ આવ્યા વિના તે મહાપુરુષને ઉપકાર ખરા હૃદયથી જીવ ગ્રહણ કરી શકો નથી, તેનું કહેલું સમ્મત કરી શકતા નથી. તેમ કરવું હોય તેમાં વિષય અને પ્રમાદ આડે આવે છે. તે બન્નેને હઠાવીને આત્માને સપુરુષ, તેમનાં વચન, તેમની આજ્ઞામાં ઉલ્લાસ આવે તે અર્થે સત્સંગની ઘણી જ જરૂર છેજી. પિતાનામાં બળ ન હોય અને સત્સંગને આશ્રય ન લે તે જીવને બચવાનું સાધન શું છે? તે એકાંતમાં વિચારી સત્સંગપ્રેમ વધારશોજી.
૨૭૮
અગાસ, વૈશાખ વદ ૧૦, ૧૯૯૭ પૂત્યાં આહાર રાજમંદિરમાં કામ કરે છે, ભક્તિમાં આવે છે અને સત્સાધન લીધેલું છે તે જાણ્યું. પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા દઢ થાય તે બધાં સત્સાધનને પ્રથમ પાયો ગણવા યોગ્ય છે. વખત મળતું હોય ને જિજ્ઞાસા હોય તે “જીવનકળા’ના વાંચનથી કે સાંભળવાથી સપુરુષ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેવું છે. ગમે તે જગતમાં મોટો માણસ ગણાતે હોય પણ સત્ય વસ્તુ જે આત્મસ્વરૂપ છે તેથી વિમુખ હોય, તેનાં કારણ સપુરુષ, સપુરુષનાં વચન, તેમના ભક્તોને સમાગમ – આ બધી બાબતે મળવી જેને મુશ્કેલ છે તે અત્યારે મેટો ગણાતો હોય તો પણ સમજજને તેને દુર્ભાગી કે અભાગિયે ગણે છે અને જેને તેવાં આત્મહિતનાં સાધને સુલભ થયાં છે, તેને માટે બહુમાન, આદર, રુચિ, પ્રેમ જાગ્યાં છે તે ગમે