________________
પત્રસુધા
૬૮૯
અગાસ, તા. ૨૦-૪-૫૦ તમારું કાર્ડ આજે મળ્યું છે. પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પિતાની હયાતીમાં ખર્ચાય તે પિતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતે આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે તે વચને બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ધનનું સાધન હોય તે તે દ્વારા પિતાના ભાવ પ્રદર્શિત કરે. એક તે પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ધનની મદદ કરાય, અથવા તે પુસ્તકે પ્રસિદ્ધ થયે અમુક પ્રતે ખરીદી તે ઓછી કિંમતે મફત ગ્યતા પ્રમાણે જેને વહેંચી શકાય. આમાંથી જેમ ઠીક પડે તેમ તમે ટ્રસ્ટીઓને જણાવી જવાબ મેળવી શકો છો. પછી બીજા કોઈ ખાતામાં ભાવના રહેતી હોય તે તેમ. તમારા ભાવ ઉલ્લાસ પામે તેમ કર્તવ્ય છેજી.
૮૨૮
અગાસ, તા. ૨૧-૪-૫૦ તત્ સત્
વૈશાખ સુદ ૪, શુક્ર, ૨૦૦૬ દેહરા – શું પાળે તે સાધુતા, કરે ન ઈચ્છા રે?
અશુભ ભાવને વશ થતાં, ડગલે-પગલે ક્ષોભ. તપથી નિજ દોષ ટળે, અન્ય ન આકર્ષાય;
કામ-વિપાક વિલેતાં, સુખી ભવે તું થાય. પૂએ વિકલ્પને વ્યાપાર દ્ર કે કરી જે હાથમાં કામ લીધું હોય તે સારી રીતે કરવાનું હાલ રાખવું ઘટે છે. થેડું વંચાશે તેપણ હરકત નથી; પણ મનન વિશેષ થાય, કલ્પનામાં તણાઈ ન જવાય અને વાંચેલામાંથી કે કંઈ સદ્દવિચાર કરતાં સારું લાગે તેની Diaryમાં નેંધ રાખવાનું શરૂ કરવા યોગ્ય છે, પિતાની વૃત્તિઓ પણ લખવા યોગ્ય છે. એટલે મનનને માટે વખત રાખે છે તેમ પિતાની જતા દિવસની વૃત્તિઓ તપાસી, યોગ્ય લાગે તે લખવાની ટેવ હશે તે આગળ વધાય છે કે પાછળ જવાય છે તેને કંઈક હિસાબ રહેશે, માત્ર અને રાજ્યથી સંતેષ પામવા ગ્ય નથી. થોડું પણ સંગીન કરતાં શીખવું છે. “ગજથી ભરે ઘણું પણ તસુ વેતરે નહીં એવું નથી કરવું.
બીજું, ઘીની બાબતમાં તમે મૂંઝાઓ છે એમ પત્રથી જાણ્યું. તમે જે નિયમ લીધે છે તે માખણના રૂપમાં તે ન ખાવું એવો છે. પરંતુ વિચારવાનો જીવ પાપથી ડરતો રહે છે કારણકે જે જે કરીશું તે આપણે ભેગવવું પડશે. તેથી જેટલું નિર્દોષ જીવન બને તેટલું કર્તવ્ય છે. આપણે જ આંખ સામે સાત સાત દિવસનું માખણ તાવી ઘી થતું જોવામાં આવે તે જરૂર ઇને ઊકળતા જોઈ આપણું દિલ દુભાયા વિના ન રહે. તેને ઉપાય તમારા હાથમાં છે. તમે
વ્યવસ્થા કરી જે કોઈ માણસ દ્વારા તે જ દિવસના માખણનું ઘી કરાવી લાવો તે કોઈ ને નહીં કહે, કે તમે લૂખું ખાઓ તે પરાણે તમને માખણનું ઘી નહીં ખવરાવે. જેટલી તમારામાં દયાની લાગણી ખીલી હોય તે પ્રમાણે સુવ્યવસ્થા કરશે તે સર્વની દયાળુ વૃત્તિને સંતોષ થાય તેવું તમે કર્યું ગણાશે. કસટીના વખતમાં જીવ બળ નહીં કરે તે દયાની વૃત્તિ બુઠ્ઠી થઈ જાય એમાં નવાઈ નથી, અને સાત્વિક વિચારોને બદલે બાહ્ય માહાભ્યમાં જીવની વૃત્તિ રોકાઈ રહે તેવું બનવા ગ્ય છેજ. કાં તે દૂધનું દહીં ઘેર કરી શકાય અને ઘીને બદલે દહીં વાપરવાથી
44