Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 802
________________ પત્રસુધા ૭૭૭ (૧) પ્રશ્ન – “મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે ? ઉત્તર – જેણે આત્મસ્વરૂપે પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પિતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ. પૂ. પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ તેમણે પિતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય ગ્ય જીવેને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે, તે શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છે. | (૨) પ્રશ્ન – “પ્રત્યક્ષ સદૂગુરુગથી સ્વચ્છેદ તે રોકાય.” પ્રત્યક્ષ સદ્દગુરુનો પેગ કેને કહે ? અમારે વિષે તે શી રીતે સંભવે? તે ન હોય તે પછી સ્વચ્છેદ શી રીતે રોકી શકાય? ઉત્તર – “જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે (મક્ષ પામે છે).” (૪૯૧) આમ પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર લખ્યું છે. “કે જીવ સ્વછંદ તે પામે અવશ્ય મેક્ષ.” આમ સ્વછંદ રેકાય તે જ મેક્ષ થાય છે. અને આજ્ઞાને આરાધક સ્વરછેદ વતી શકે નહીં. બીજું, “જે સત્પરુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય.” આમ ભક્તિ કરતાં પણ સ્વચ્છેદ રેખાય છે. જે જીવની ગ્યતા ન હોય એટલે “કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણ દયા, ત્યાં આત્માર્થ-નિવાસી” તે “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ.” એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ ગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મન રેગ.” આમ સદ્દગુરુની આજ્ઞાનું આરાધન એ જ સદ્દગુરુને યોગ છે. “ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર' માટે સદ્દગુરુની આજ્ઞા મળી છે તેને ત્રણે વેગે આરાધન કરે તે સ્વચ્છેદ રોકાય. (૩) પ્રશ્ન – સિદ્ધભગવાનને કઈ પણ પ્રકારને દેહ હોય ? ઉત્તર – સ્કૂલદેહ, તેજસ અને કાર્યણ એમ ત્રણ પ્રકારનાં શરીર સંસારી જીવેને હોય છે. તેનું કારણ કર્મ છે પણ આઠ કર્મને નાશ કરે તેને ત્રણે દેહને અભાવ હોય છે. તેથી સિદ્ધભગવાનને અશરીરી કહ્યા છે. પણ તેમના આત્મપ્રદેશ છેલા દેહના આકારે અરૂપીપણે રહે છે. આત્માને જ્ઞાનરૂપી દેહ કહેવાય છે તે માત્ર અલંકારી ભાષા છે. જ્ઞાન આત્માથી ભિન્ન નથી, જ્ઞાનમય જ આત્મા છે.

Loading...

Page Navigation
1 ... 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824