________________
પત્રસુધી
૭૮૧
જ્ય
અગાસ, તા. ૧૫-૭-૫૩ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” – શ્રીમદ્ રાજચંદ્ર ભાઈનું આજે કાર્ડ મળ્યું. લખવાનું કે માયા વડે મહાવ્રત લીધેલાં પણ નિષ્ફળ થાય છે એમ ભગવાને કહ્યું છે. જીવ જાણે કે મંત્રથી મારું કલ્યાણ થશે, પણ એમ તે નવકાર મંત્રનું સ્મરણ કેટલાય માણસે કર્યા કરે છે. પણ આજ્ઞાથી કલ્યાણ છે તે જીવ ભૂલી જાય છે. તેમને પત્ર લખ્યો હતો તેમાં સાત વ્યસન અને સાત અભક્ષ્યના નિયમની આજ્ઞા આપી છે. ત્રણ પાઠ મુખપાઠ થઈ ગયા પછી તેની આજ્ઞા તમારી સમક્ષ લેવા જણાવ્યું હતું. તે એવા હેતુથી કે સાત અભક્ષ્ય વગેરેની તેમને સમજ પડે અને કાગળ વાંચી પરમકૃપાળુદેવની સાક્ષીએ તેટલા નિયમ લેવા જણાવ્યું હતું. પણ તે તે પત્રમાં લખે છે કે ભાઈની હાજરીમાં સહજાત્મસ્વરૂપ પરમગુરુનું સ્મરણ મારા આત્મામાં ધારણ કર્યું છે. આમ કંઈ લખ્યું હોય ને કંઈ કરે તેથી ધર્મ થતું નથી. અને આમ કરવું એ ધર્મચારી કહેવાય એવી તેમને સમજ પાડશોજી. એવી ધર્મરીમાં સાક્ષી રહેનાર પણ તે પાપના ભાગીદાર થાય છેજી. માટે તેમને જણાવશે કે અહીં આવ્યું તેમની ગ્યતા હશે તે સ્મરણ મળશે. આમ લેભાગુ બનવાથી “ધર્મ કરવા જતાં ધાડ પડે એ કહેવત પ્રમાણે પાછા પડવાનું બને છે. “ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ” આ વારંવાર વિચારવા ગ્ય છે. ભવિષ્યને લાભ મળવાન પણ અટકી જાય છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૯૬
અગાસ, અષાડ સુદ ૧૦, મંગળ, ૨૦૦૯ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ;
નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” – શ્રીમદ્ રાજચંદ્ર દેહના ધર્મ સમભાવે ભેગવી તેથી છૂટવાની ભાવના રહે છે. બાંધેલાં ભગવ્યા વિના છૂટકે નથી, પણ જેટલે લેશ જીવને થાય છે તેટલે સંસાર વધે છે. “લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર” એમ શ્રી યશોવિજયજીએ સ્તવનમાં જણાવ્યું છે તે લક્ષમાં લેવા યોગ્ય છે. મંત્રસ્મરણમાં મન વારંવાર શેકાય તેમ કર્તવ્ય છે). કલ્યાણનું મુખ્ય સાધન સત્સંગ છે તે પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. પણ ભાવના તે રોજ સત્સંગની જ કર્તવ્ય છેપ. પૂ. પ્રભુશ્રીજીને ઉપકાર કઈ રીતે વળી શકે તેમ નથી.
૯૯૭
અગાસ, તા. ૨૩-૭-૫૩ તત્ છે સત્
અષાડ સુદ ૧૨, ગુરુ, ૨૦૦૯ આપ દર વર્ષે નિયમ લે છે તે જણાવ્યું અને ફરી આ વર્ષ માટે તે મુજબ ત્યાગની ભાવના દર્શાવી તે તે પરમકૃપાળુદેવની સાક્ષીએ અંગીકાર કરવા ભલામણ છેજ. જેવી રીતે ચોમાસામાં મારે અમુક વ્રતનિયમ પાળવાં એવા ભાવ કરીએ છીએ તે જ પ્રમાણે પિતાની શક્તિ વિચારી ક્રોધ, માન, માયા, લેભ, આળસ, પ્રમાદ ઓછા કરવાને નિશ્ચય પણ કરે ઘટે છેજી. બહારના નિયમ પાપથી આપણને બચાવે છે અને પુણ્ય બાંધવાનું કારણ થાય છે,
૧. જુઓ પત્રસુધા પત્ર નં. ૯૯૩