Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 816
________________ પત્રસુધા ૭૧ ભાવ ઉપર બધેા આધાર છે માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. દશેરાને દિવસે ઘેાડા દાડે તેમ કંઈ કરી લેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૧૦ અગાસ, શ્રાવણ વદ ૩, ૨૦૦૯ તીથ શિરેામણિ સત્સંગધામ ભક્તિવન શ્રીમદ્ રાજચ'દ્ર આશ્રમ અગાસથી લિ. સત્પુરુષના ચરણની સેવાના ઇચ્છક ખાળ ગેાવન બ્રહ્મચારીના જયસદ્ગુરુ વંદન . સહુ આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનતી છેજી. આપના પત્ર મળ્યા. સત્સ`ગના વિયેાગ રહે ત્યારે મુમુક્ષુજીવે સત્સંગે થયેલી આજ્ઞા સદાચારપૂર્વક પાળવી ઘટે છેજી. ચિ. ચંદ્રલેખાએ ઉપવાસ સાથે લગા કર્યાં ન હાય તેા અડ્ડાઈ કરવાનું સાહસ ન કરવું. પણ એક બે ત્રણ એમ સુખે થાય તેટલા ઉપવાસ કરી જોવામાં હરકત નથી. ભજનભક્તિ થાય અને ઉપવાસ થાય તેા કરવા છે, નહીં તે પારણું કરીને પણ ભક્તિ કરવી. એકાસણાં કરી શકાતાં હાય તે સારું છે. પથારીમાં પડ્યાં પડ્યાં વખત ગાળવા પડે અને ‘અઠ્ઠઈ કરી’ કહેવરાવવું એ લૌકિકભાવ છે તેમાં ધર્મ નથી. પોતાની શક્તિ પ્રમાણે ધર્મ કરવા. સાથે લગાં આઠ દિવસનાં પચખાણ ન લઈ લેવા, પણ એક-એક દિવસનું પચખાણ લઈ સુખે સુખે થાય તેટલા ઉપવાસ કરવા અને ભક્તિમાં આખા દિવસ ગળાય તેમ કરવું. કઈક ગાખવું, વાંચવું, વિચારવું, સાંભળવું પણ પ્રમાદમાં વખત ન ગાળવેા. મનુષ્યભવ દુĆભ છે, મરણુ કયારે આવીને ઉપાડી જશે તેના નિયમ નથી, માટે ધર્મ આરાધવામાં પ્રમાદ ન કરવા. માત્ર ભૂખ્યા રહેવું તે જ તપ નથી; એઠું ખાવું, રસ વગરનું ખાવું, દોષો થયા હોય તેનું પ્રાયશ્ચિત્ત લેવું, વિનય – સેવા કરવી, ભણવું, શીખવું, વાંચવું, વિચારવું, કાઉસગ્ગ કરવા વગેરે તપના પ્રકાર છે, જે અને તે કરવું. ૧૦૧૧ અમાસ, તા. ૯-૯-૫૩ પર્યેષણુપર્વ ઉપર અને તેટલી ભક્તિભાવના, વ્રત, તપ, ઉપવાસાદિ યથાશક્તિ કન્ય છેજી. વાચન પરમકૃપાળુદેવના પત્રો તથા ઉપદેશછાયાદિનું કરવા ભલામણ છેજી. ઉપશમભાવ અર્થે સર્વ કરવું છે એ ભૂલવા યેાગ્ય નથી. નહીં જોઈતી ફિકર કલ્પનાએ ઊભી કરી જીવ અનથ ડે 'ડાય છે, તે દૂર કરી પેાતાનું ઓળખાણ થાય તે અર્થે જ્ઞાનીપુરુષની આજ્ઞા શક્તિ પાળ્યા સિવાય આરાધવી ઘટે છેજી. માથે મરણ છે, વૃદ્ધાવસ્થા દાડતી આવે છે, સિલકમાં રહેલી વેદની વગેરે રાહ જોઈ રહી છે, તે બધાં ઘેરી લે તે પહેલાં એવા અભ્યાસ કરી મૂકવા કે મરણુ વખતની વેદનીમાં પણ મંત્ર આદિ ધર્મધ્યાન ચુકાય નહીં. શાતાના વખતે પુરુષાર્થ જીવ નહીં કરી લે તે આખરે પસ્તાવું પડશેજી. ગભરામણને પાર નહીં રહે માટે પાણી પહેલાં પાળ કરી લેવી ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૧૨ આપના પત્રો પહેલાંના પહોંચ્યા છેજી. આપની ભાવના સત્સ`ગની વક્રમાં આવવા ધારે છે તે જાણ્યું. શરીરના પ્રતિબંધ ઓછા કરી ગમે અમાસ, તા. ૧૫-૯-૫૩ રહે છે તથા ભાદ્રપદ તે ભાગે આશ્રમમાં

Loading...

Page Navigation
1 ... 814 815 816 817 818 819 820 821 822 823 824