________________
૯૭
પત્રસુધા છું, તે જ મારું સ્વરૂપ છે, તેથી ભિન્ન તે હું નહીં અને મારું પણ નહીં, આમ વારંવાર દઢ ભાવના કરવાથી જ્ઞાનીના સાચા શિષ્ય થવાય છે. આ પત્ર વારંવાર વિચારી જીવન પલટાવી, જ્ઞાનીના સાચા અનુયાયી થવા ભલામણ છે. મંદાક્રાન્તા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઢે હવે આ,
જ્યાં ત્યાં જેવું પર ભણી બૅલી, બેલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જૈવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જૈવન-પલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ-૭૪)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૨૫
અગાસ, તા. ૧૨-૧૧-૫૩
કાર્તિક સુદ ૬, ગુરુ, ૨૦૧૦ અનન્ય શરણના આપનાર, તરણતારણ, સર્વ સંપત્તિના મૂળ એવા શ્રી સદગુરુ
શ્રીમદ્ રાજચંદ્ર દેવને અત્યંત ભક્તિભાવે નમસ્કાર હે! “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવ પાર.” | વિ. આપના બે કાર્ડ મળ્યા છે. વાંચી બીન જાણ છેજી સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત લેશમય દીઠું છે તે સત્ય છે. ગમે તેવા સમજુ માણસને પણ જંપવા ન દે તે સંસાર છે, તેથી જ્ઞાનીઓએ તેને પૂંઠ દીધી છે. તેમાં કંઈ જોવા જેવું નથી જાણી આંખ મીંચી દીધી છે. તેમાં કંઈ કરવા જેવું નથી જાણી હાથ પર હાથ રાખી નિષ્ક્રિયતા ધારી છે. ચરણને સંસારમાં પ્રવર્તાવવાનું બંધ કરી પદ્માસન વાળી બેઠા છે. આવા વીતરાગ પુરુષના ઉપાસકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છે. પ્રારબ્ધ બાંધ્યા પ્રમાણે દેખાવ દે, તેમાં તણાઈ જવા જેવું નથી. સમજણની કસોટી સંસારમાં ડગલે ને પગલે થયા કરે છે. આવા દુસ્તર સંસારને જ્ઞાની પુરુષે નિર્વિકલ્પદશા આરાધી ગાયની ખરીમાં પાણી ભરાય તે અલ્પ કરી ઓળંગી ગયા છેજ.
આપ તે સમજુ છે. સર્વના મનને શાંત કરવા સમર્થ છે. મરણ સમીપ જ છે એમ જાણી જ્ઞાની પુરુષે કેવળજ્ઞાન થતાં સુધી વૈરાગ્યની વૃદ્ધિ કરી આત્માને બળવાન કરતા રહ્યા છે. તેમનું અવલંબન લઈ આપણે પરમાર્થમાં દઢ રહેવાનું છે. કર્મ કેઈનાં લઈ દઈ શકાય તેમ નથી એમ સમજી નિરૂપાયતા આગળ સહનશીલતા જ સર્વોત્તમ ઉપાય છે જી. સમભાવ એ સર્વ પ્રસંગ વખતે બચવાને સર્વોત્તમ ઉપાય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ