________________
પત્રસુધા
૭૯૫ મટી જાય પણ મરણ તે જરૂર એક દિવસ આવનાર છે. માટે મરણ સુધરે તેવા ભાવ આજથી કરતા રહેવાની જરૂર છે”. આ વેદનીથી ખબર પડી કે છવને સમાધિમરણ કરવું હોય તે હજી ઘણે પુરુષાર્થ કરી દેહાધ્યાસ છોડવાની જરૂર છે. શ્રી ગજસુકુમારને માથે અંગારા ભર્યા છતાં તેમણે દેહને હાલવા પણ ન દીધે, માથું બળતું જોયા કર્યું પણ તે દુઃખમાં મન પરોવ્યું નહીં. હું તે પરમાનંદરૂપ, અનંત સુખને ધણી છું. આ તે પૂર્વ કર્મ સાથે લગાં જવા માટે આવ્યાં છે, ભગવાઈ ગયાં તે હવે આવવાનાં નથી, માટે ધીરજ રાખી સહન કરવું.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૨૧
અગાસ, તા. ૧૫-૧૦-૫૩ વિ. આપને પત્ર મળે. બને તેટલી ભક્તિ કરી લેવાનું ચૂકવું નહીં એ જ ભલામણ. માથે મરણ ભમે છે તે ભૂલવા ગ્ય નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે તે આ છવા કયા કાળને ભજે છે તે વિચારવું ઘટે છે. પરમકૃપાળુદેવના પત્રને અભ્યાસ કરી તે મહાપુરુષની દશા ઊંડા ઊતરી વિચારી આ આશ્રયે આ ભવસમુદ્ર તરી જ છે એમ દઢ કરી સપુરુષાર્થ સતત કર્તવ્ય છે જ. પ્રમાદ અને આળસ વૈરી છે તેને જય કર્તવ્ય છે. # શાંતિઃ
૧૯૨૨
અમાસ, તા. ૨૬-૧૦-૫૩ તત્ ૐ સત્
આસો વદ ૪, ૨૦૦૯ આપ જણાવે છે તેમ વૃદ્ધાવસ્થામાં શરીર શરીરને ધર્મ બજાવે. સત્સંગને પાકે રંગ લાગ્યું હોય તેને દુઃખ ચેતાવનાર, મરણ વખતની વેદના માટે તૈયારી કરાવનાર અને દેહાધ્યાસ છોડવામાં મદદ કરનાર સમજાય છે”. પરમપુરુષના ઉપકારને કઈ રીતે બદલે વળી શકે તેમ નથી. આવા કળિકાળમાં મુમુક્ષજીવને વિશ્રામ અને આનંદનું કારણ બને તેવા પત્રાદિ લેખે લખી આપણને આધારરૂપ બન્યા છે. ઘણા કાળ સુધી, જમાનાઓ સુધી તે મેક્ષની જિજ્ઞાસાવાળા ને માર્ગદર્શકરૂપ નીવડશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૨૩
અગાસ, તા. ૩૧-૧૦-૫૩ તત્ છેસત
આસો વદ ૯, ૨૦૦૯ ભાવના એ મોટી વસ્તુ છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે એમ હૃદયમાં રાખી તેમની ભક્તિ અને વીતરાગપંથનું સેવન, આરાધન વારંવાર સ્મૃતિમાં લાવી, તે જ આપણે માર્ગ માની તે અર્થે પુરુષાર્થ – સપુરુષાર્થ સેવવા એગ્ય છે. જેની ભાવના જાગે તેને તેવી જ શ્રદ્ધા જાગે તેમાં સહાયક થવું એ આપણે ધર્મ છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – આસો વદ ૨ ને દિવસે રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ પાસે ઉત્તરમુખે પ. પૂ. પ્રભુશ્રીજીને ઓઈલપેઈન્ટ રંગીન ચિત્રપટ સ્થાપ્યો છે તે સહજ લખ્યું છે.
૧૦૨૪.
અમાસ, તા૧૧-૧૧-૫૩ તત્ સત્ જ્ઞાનપંચમી, કા. સુ. ૫, બુધ, ૨૦૧૦ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊંતરે ભવપાર.” (૧૫)