________________
૭૯૪
બેધામૃત મલિનતા દૂર થઈ ખરા સ્વરૂપની જિજ્ઞાસા વધતાં કર્મ દૂર થાય અને શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે પહેલા મંત્રને અર્થ છે.
(૨) આતમભાવના એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગશ્રેષને ક્ષય થાય !” (૬૯૨) તેથી કેવળજ્ઞાન પ્રગટે છે.
(૩) ત્રીજા મંત્રમાં પરમગુરુ એટલે અરિહંત ચાર ઘાતકર્મોને ક્ષય કરી પરમાત્મા થયા છે તે સિદ્ધ એટલે આઠે કર્મને ક્ષય કરી મોક્ષે ગયા છે તે આચાર્ય એટલે સર્વ સંઘના નેતા જ્ઞાની પુરુષ; ઉપાધ્યાય એટલે શાસ્ત્રોને ભણું બીજા સાધુ વગેરેને ભણાવે છે, અને સાધુ એટલે આત્મજ્ઞાન પામી સંસારને ત્યાગ કરી મેક્ષ અર્થે પુરુષાર્થ કરે છે તે મુનિએમ પાંચે પરમગુરુ છે. તે પાંચમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ નિગ્રંથ ગણાય છે એટલે તે મેહની ગ્રંથિ છેદી પરિગ્રહરહિત થયેલા છે, મોક્ષ સાધનાર સાધક છે. સર્વદેવમાં બે પરમેષ્ઠી છે. અરિહંત અને સિદ્ધ બન્ને પરમાત્મસ્વરૂપ છે. અરિહંત દેહધારી છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. આમ “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવને અર્થે વિચારશે.
જે નિયમ તમે મંત્ર લેતી વખતે લીધા છે તે કડકાઈથી પાળશો. બીજા પણ સદાચાર બને તેટલા સેવશે. ઇંદ્રિયને જય કરવાને અભ્યાસ કરી સશાસ્ત્ર હંમેશા વિચારશે તે ઘણે લાભ થશે. ત્યાં હાલ એકલા રહેતા હો તે બ્રહ્મચર્ય પાળવાને લક્ષ રાખશે. સૂતી વખતે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બ્રહ્મચર્યને નિયમ લઈ તે પ્રમાણે વર્તવું. જેટલા દિવસ તેમ વર્તી શકાય તેટલે વિશેષ લાભ છે. બીજા લેકના સંગ કરતાં પુસ્તક પરિચય વિશેષ રાખવા ભલામણ છે. વારંવાર વાંચશો તે વિશેષ વિશેષ સમજાશેજી. * શાંતિઃ
—— – ૧૦૨૦
અગાસ, તા. ૧૪-૧૦-૫૩ અનન્ય શરણના આ૫નાર, તરણતારણ, અધમઉદ્ધારણ, શરણાગત વક્ષ એવા શ્રી સદગુરુ.
શ્રીમદ રાજચંદ્રદેવને અત્યંત ભક્તિથી નમસકાર.. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કોય;
જ્ઞાની વેદે પૈયેથી, અજ્ઞાની વેદે રોય.” વિ. ઓપરેશન કરાવ્યું તે જાણ્યું. મુમુક્ષુ જીવે કઈ પણ કારણે ફ્લેશિત થવા યોગ્ય નથી. હું દુઃખી છું, હું દુઃખી છું એવું ગણી આર્તધ્યાન કરવું ઘટે નહીં. “શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફ પ્રકારે અહિયાસવા (સહન કરવા)
ગ્ય છે,” (૪૬૦) એમ પરમકૃપાળુદેવની શિખામણ છે તે વારંવાર લક્ષમાં લેવી અને નરકનાં દુઃખ આગળ કે મરણ વખતના દુઃખ આગળ અત્યારની વેદના કંઈ હિસાબમાં નથી, એમ વિચારી ખમી ખૂદવું. મંત્રમાં ચિત્ત રાખવું. દેહ વેદનાની મૂર્તિ છે, એમાંથી કંઈ સાર વસ્તુ મળવાની નથીપણ જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવની શ્રદ્ધા અને તેમણે જણાવેલ મંત્રનું આરાધન કરી લેવા ગ્ય છે. તેમાં ચિત્ત જશે તે ધર્મધ્યાન થશે અને વેદનામાં મન રહેશે તે આર્તધ્યાન થશે અને હેરપશુના ભવ બંધાઈ જશે, માટે મંત્ર વારંવાર યાદ કર. મરણ દરેકને માથે ચકકર મારે છે, જ્યારે ઉપાડી જશે તે નકકી નથી. દરદ ભલે