________________
છૂટક વચને પરમકૃપાળુદેવની શ્રદ્ધા જેને દઢ થતી જાય છે તેને ભવજમણને ડર મંદ પડતું જાય છે. વિકપ દૂર કરવા સ્મરણનું હથિયાર વારંવાર વાપરવા વિનંતી છે.
પરમકૃપાળુદેવને શરણે તરવાને લાગ આવ્યું છે તે જ એક મુખ્ય કામ કર્તવ્ય છે એમ જેને લાગશે તે તેણે કહેલી આજ્ઞા ભાવપૂર્વક ઉઠાવશે અને તેમાં જ મન રાખી વર્તશે તે જ જરૂર કલ્યાણને પામશે.
પૂર્વકર્મને પરવશપણાથી જ્યાં – જ્યાં જીવની સ્થિતિ હાલ વર્તે છે ત્યાં પડેલ તે છે, ત્યાંથી ઊભા થવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે.
પરમકૃપાળુદેવની આજ્ઞા સમજી, વિચારી ઉઠાવવા માટે સર્વ શક્તિ ખર્ચવા ગ્ય છે, તે લાભ બીજી કઈ બાબતમાં મળવા ગ્ય નથી.
સત્સંગ, સદુધની જરૂર છે. તે તે પુણ્યાનુસાર જ મળી શકે છે. પુરુષના ગુણગ્રામ, તેનું માહાભ્ય, તેની શ્રદ્ધા – પકડ કરવામાં કાળ જશે તે બધે લેખાને છે; એકલા હોઈએ તે પણ તે જ કરવાનું છે અને સત્સંગ હોય તે વિશેષ આનંદનું કારણ છે.
જે થાય છે તે ભલું માનવામાં આવે” એ સૂત્રાત્મક વાક્ય અત્યંત આશ્વાસન આપી આવી પડેલા પ્રસંગને સવળે કરવામાં અદ્દભુત બળ આપે તેવું છે.
સમ્યફદર્શનશાનચારિત્ર એ આત્મસ્વરૂપ છે તે રત્નત્રયસ્વરૂપ છે, તેના વિચારમાં રહેવું તે ધર્મધ્યાનરૂપ છે.
સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ વિશેષ હૃદયમાં દઢ થાય તેવું વાંચન, વિચાર કે મુખપાઠ કરવા ભલામણ છે.
વ્યવહારને વ્યવહારરૂપે અને પરમાર્થને સર્વોપરી કાર્યરૂપે આંકવાને વિવેક ચૂકવા ગ્ય નથી.
જેમ જેમ કષાય મંદ પડશે તેમ તેમ ચિત્તપ્રસન્નતા પ્રગટશે અને અંતહ કષાય દૂર થશે શાંતિ આપોઆપ સફરશે.