Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 824
________________ પત્રસુધા 799 ગમે તેની સાથેના પત્રવ્યવહારમાં આત્માર્થ પોષાય તે લક્ષ રાખવા ભલામણ છે... આત્મભાવના એ જ આત્માને ઊંચો લાવનાર છે. જેમ બને તેમ લઘુતાની ભાવના આપણે રાખીશું તે આપણે ધારીએ છીએ તે કામ વહેલું સફળ થવાનું નિમિત્ત છે. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ જરૂરી છે, તેથી ભક્તિભાવ પણ દીપે છે. મુમુક્ષુને જરૂર વખતે મદદરૂપ થવું એ આપણે સાધર્મિક ધર્મ છેજી. મુમુક્ષુછવની સેવા મહાભાગ્યથી પ્રાપ્ત થાય છે. સગાં-વહાલાંની વેઠ જીવે ઘણી કરી છે ને કરવી પડે છે, પણ મુમુક્ષુ જીવની આખર વખતે સેવા કરે તેને પરમપુરુષની શ્રદ્ધાને લાભ થાય છે. પરમકૃપાળુદેવની આજ્ઞામાં વૃત્તિ રહે તેવાં પરિણામ દિન દિન પ્રત્યે વર્ધમાન થાય તેમ ભક્તિ, વાંચન, વિચાર, ભાવના કર્તવ્ય છે. જેને આ ભવમાં પરમાત્માની ભક્તિ કરવી છે તેને કંઈ હરક્ત નડતી નથી; હરકત આવે તે ઊલટો તે વધારે બળવાન બને છે. સર્વ પ્રત્યે સદ્ભાવ ટકી રહે તે ઉત્તમ નીતિ છે. આપણું ધાર્યું કંઈ બનતું નથી તે આપણે સ્વર્લ્ડ રેકવાનું એક કારણ પણ બને છે. સર્વ વિકલ્પ શમાવીને મંત્રસ્મરણ તથા પરમકૃપાળુદેવની દઢ શ્રદ્ધાની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છે”. વાંચન, વિચાર, સત્સંગની ભાવના કર્તવ્ય છે. પરમશાંતિપદને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત માર્ગ છે જી. આ કળિકાળમાં કુળમાર્ગથી છૂટી મૂળમાર્ગ પ્રત્યે રુચિ થવી એ મહદુર્ભાગ્ય છે. તે રુચિ વર્ધમાન થવી અને તે રુચિ પ્રમાણે વીર્ય સ્કુરે તે વળી વિશેષ વિશેષ ભાગ્યદય ગણાવા યોગ્ય છે. સમભાવ એ સર્વોત્તમ ઔષધિ છે તે માંદગીના પ્રસંગોમાં વિશેષ લક્ષ રાખી જાગૃતિ રાખવાથી આધ્યાન ટળે છેજી.

Loading...

Page Navigation
1 ... 822 823 824