________________
૭૮૦
બધામૃત
મુખપાઠ કરવા સૂચના જણાવી હતી, તેથી આપને સંતેષ રહ્યો નથી જાણી નીચે મુજબ વર્તવા ભલામણ છેજ. જેમ વીસ દોહા મુખપાઠ કર્યા, તેમ “યમ નિયમ સંજમ આપ કિયે” એ આઠ કડી છે તે, તથા “હે ભગવાન! હું બહુ ભૂલી ગયે” એ ક્ષમાપનાને પાઠ મુખપાઠ થયા પછી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ જોડી, નમસ્કાર ત્રણ વખત કરી, તેમને ગુરુ હૃદયમાં ધારી નીચેનાં સાત વ્યસનને જીવનપર્યત ત્યાગ કરવા પ્રતિજ્ઞા લેશે – (૧) જુગાર (૨) માંસ – ઈંડાં (૩) દારૂ ચાખે (૪) ચેરી (૫) વેશ્યાને સંગ (૬) શિકાર (કોઈ ત્રસ જીવને સંક૯પ કરી હણવો તે) (૭) પરસ્ત્રીસેવન. વળી સાત અભક્ષ્યમાંથી જેટલાને જીવન પર્યત ત્યાગ થઈ શકે તેટલાની પ્રતિજ્ઞા પણ લેશે. સાત અભક્ષ્ય – (૧) વડના ટેટા (૨) પીંપળના ટેટા (૩) પીપળાના ટેટા (૪) ઉમરડાં (ગૂલર ફળ) (૫) અંજીર (લીલાં તેમ જ સૂકાં) (૬) માખણ (૭) મધ. આટલે ત્યાગ રાખી મંગલાચરણ – “અહો શ્રી સત્પષકે વચનામૃત કે “અનંત અનંત ભાવભેદથી ભરેલી બોલી, વીસ દેહરા, યમનિયમ અને ક્ષમાપનાને પાઠ રોજ નિયમિત રીતે બેલવાની આજ્ઞા પરમકૃપાળુદેવને નમસ્કાર કરીને લેશે, અને તે પ્રમાણે પ્રતિજ્ઞા લીધા પછી અચૂકપણે વર્તશે. વિશેષ અહીં રૂબરૂમાં આવ્યું જણાવવા ગ્ય હશે તે જણાવાશે. પૂ.ની સમક્ષ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ પ્રતિજ્ઞા ગ્રહણ કરવા ભલામણ છે.
૯૯૪
અગાસ, તા. ૧૫-૭-૫૩ તત્ છેસત્
અષાડ સુદ ૪, ૨૦૦૯ વિ. ભાઈને કાગળ આવ્યું છે તેમાં બે તત્વજ્ઞાન વાંચવા, મનન કરવા મંગાવે છે. તેને લખી જણાવશે કે વાંચવા જોઈએ તે તમારી પાસેથી લઈ જાય અને વાંચી રહે ત્યારે પાછું આપી દે. કંઈ કલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા હોય તે આશ્રમમાં જઈ પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે તેમાંથી તે બતાવે તે ભક્તિ કરવા ગ્ય છે, તે ત્યાં જઈ આજ્ઞા લેવાથી લાભ થશે એમ જણાવશે.
એકઠા મળીને ભક્તિ કરવાનું નિમિત્ત જ નહીં તે બે-પાંચ દિવસે રાખ્યું હોય તે હિતકારક છે. વૈરાગ્ય વધે તેવું વાંચન – ભાવનાબેધ, મેક્ષમાળા, ગ્રંથયુગલ આદિ – કેઈન હોય તે આપણે એકલા પણ રાખવું ઘટે છેજી. વૈરાગ્ય વગર ગમે તેવા ઉત્તમ તત્ત્વની વાત હોય તે પણ ભૂખી લાગે અને વૈરાગ્ય હોય તે તુચ્છ વસ્તુ પણ ઉપકારી નીવડે છેજ. “સાંજ પડી અને હજી દી નથી કર્યો ?” એવા એક કન્યાના શબ્દો સાંભળી એક વૈરાગી અમલદારને થયું કે વેળા વાળ થઈ ગયા તે પણ મેં આત્મતિ પ્રગટાવી નહીં! ધિક્કાર છે મારા ડહાપણને! આમ વિચારી તે સદ્ગુરુને શોધવા યાત્રા કરવા નીકળી પડ્યો અને તેના સભાગે સદ્ગુરુ મળ્યા અને પિતાનું કલ્યાણ તેણે કરી લીધું.
એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુગ;
કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરોગ.”– શ્રી આત્મસિદ્ધિજી છ પદને પત્ર, આત્મસિદ્ધિ આદિ વચને વિચારવાને અમુક વખત રોજ રાખવે ઘટે છે. તેમાં પૂરું બોલી જવાને લક્ષ ન રાખતાં, થોડું પણ ઊંડું ઊતરાય તેવું મનન કરવાને લક્ષ રાખ ઘટે છેજ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ