Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 810
________________ પગસુધા ૭૮૫ ૧૦૦૨ અગાસ, તા. ૮-૮-૫૩ તત્ ૐ સત્ અષાડ વદ ૧૪, શનિ, ૨૦૦૯ આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.” (પ૬૯) સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય તે પુરુષે આત્માને ગષો અને આત્મા ગવેષ હોય, તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષો તેમજ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આમભાવ સર્વથા ત્યાગ, પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (૪૯૧) “જ્ઞાન વૈરાગ્ય વધારો, ભજજે જગદાધાર, મન, ઇદ્રિય વશ રાખજે, તજજે સ્થૂલ વિચાર. સત્ય વિનયયુત બોલજે, નવ જેશ પરદેષ; સ્વદેષ સર્વે ટાળજો, તેથી થશે સંતેષ.” આપનો પત્ર મળ્યું હતું. જ્યાં સુધી એકલા છે ત્યાં સુધી વાંચન, વિચાર, ભક્તિ ભાવપૂર્વક સારી રીતે થઈ શકશે. પછીથી તે જેવું પ્રારબ્ધ માગ આપે તે પ્રમાણે બચતા વખતમાં કંઈ થાય તેટલું કરતા રહેવાનો નિશ્ચય કરી રાખશે તે બનશે. જેવાં નિમિત્ત બને છે તેવા ભાવ થાય છે, માટે સારાં નિમિત્ત બનાવવાને પુરુષાર્થ કર. ક્લેશનાં કારણે કુશલતાથી દૂર કરવા ઘટે છેજ. બ્રહ્મચર્ય અમુક અમુક તિથિએ પળાય તે પણ લાભદાયક છે, તે વિશેષ પળાય તે વિશેષ યોગ્યતાનું કારણ છે. પૂ.બહેનને ધર્મ અને બ્રહ્મચર્યના માહાભ્યની વાત કરી છે. તમારા તરફથી તેમને તે વાતનું પોષણ મળશે એટલે તમને પ્રસન્ન કરવાનો માર્ગ વિષયભેગ નથી, એ તેમના હદયમાં વસે તે તમને તે વિદ્વરૂપ નહીં થાય એમ લાગે છે. બૈરાંમાં એકને પકડ થાય તે બીજું દેખાદેખી, સારું ગણવા પણ પ્રયત્ન કરે તે તેમને સ્વભાવ હોય છે. રોજ મોક્ષમાળા આદિ સમજાય તેવું વાંચન, ચર્ચા ખુલ્લા દિલથી, શરમ મૂકીને કરતા રહેશે તે સત્સંગનું અપૂર્વપણું તમને ભાસ્યા વિના નહીં રહે. સત્સંગનો જેને રંગ લાગે તેને પરમ સત્સંગની ભાવના રહ્યા કરે એ બનવા ગ્ય છેજી. અનાર્ય જેવા દેશમાં તમારે બન્નેને સાથે રહેવાને જેગ છે તે એક પુણ્યને ઉદય છે. બૈરાને કારણે જુદા રહેવાનું અને તેવું કરવું ઘટતું નથીજી. સત્સંગ, સલ્લાસ, સદ્દવિચાર અને યથાશક્તિ સદાચરણ એ ગ્યતાનાં મુખ્ય કારણ છે. Mાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય અતિમાન.”

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824