Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 809
________________ ૭૮૪ બાધામૃત કરશોજી. “ભરત ચેત, ભરત ચેત ! માથે મરણ ઝપાટા દેત !” મેટા છ ખંડના અધિપતિ ભરત ચક્રવતી આવા ચેતવાનાં વચન કાને પડે તે વૈરાગ્ય રહ્યા કરે તે માટે એક માણસ રાખતા. કારણ કે તે જન્મ, જરા, મરણથી ત્રાસી ગયા હતા અને મેહ મહા બળવાન છે માટે તેને પંજામાં ફસાઈ ન જવાય તેવાં નિમિત્ત તે ગઠવતા; તે આપણા જેવા પામર તે મેહની સામે લડાઈ કરવા ધારે તે તેણે તે ઘણી તૈયારીઓ કરવી ઘટે છે. મેહ, વિષય, વિકારનાં નિમિત્તોથી દૂર દૂર ભાગતા રહેવું ઘટે છેજ. વિકાર થાય તેવી વાત, તેવી દષ્ટિ કે તેવું નિમિત્ત મળતાં નાસી છૂટવાનું કર્તવ્ય ચૂકવું નહીં, નહીં તે મેહ ગળે ફસે નાખી ચાર ગતિમાં ઘાંચીના બળદની પેઠે આંખે પાટા બાંધીને રખડાવશે. જેટલાં વર્ષ ગયાં તેટલાં હવે તે ગાળવાનાં નથી, આયુષ્યને અલ્પ ભાગ બાકી રહ્યો છે તે જે સત્સંગમાં, સન્શાસ્ત્રના વાચન-વિચારમાં ગળાય તે જિંદગીને આખરને ભાગ સુધરે. તે માટે સારાં નિમિત્તોની જરૂર છે. ત્યાં સત્સંગ આદિ સાધન મળવા અશકય જેવું છે. તે બધું છોડી મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બનશે? તેવી સવારમાં ઊઠીને રે જ ભાવના કરવી અને અમુક મુદતે તે બને તેવું છે એમ લાગે છે તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને તેવી ગોઠવણું કરતા રહેવું ઘટે છેજી. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેને દેહ છૂટશે તેને સમાધિમરણ થશે. એક વખત સમાધિમરણ થાય તે મેક્ષે જતા સુધીમાં જેટલા ભવ કર્મને આધીને લેવા પડે તે બધા ભવમાં સમાધિમરણ જરૂર થાય એ નિયમ છે, તે આ લાભ લેવાનું ચૂકવું નથી એમ નક્કી કરી વહેલેમેડે મરણ પહેલાં આશ્રમમાં રહેવાનું બને તેમ કર્તવ્ય છે. તે જ મથાળે જણાવેલ આરંભપરિગ્રહ અને અસત્સંગને ત્યાગ થઈ આત્મજ્ઞાન થવાનું કારણ બને અને સમ્યફદર્શન પામી એક્ષપુરુષાર્થ અચૂકપણે થાય તેમ છે. પરમકૃપાળુદેવે ગૂરણા કરી છે: “તેવું સ્થાન કયાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ (રાગદ્વેષરહિત) દશામાં બેસી તેનું પિષણ પામીએ (૧૨૮) આપણે માટે તે પ. પૂ. પ્રભુશ્રીજીએ એવું સ્થાન બનાવી સમાધિમરણનું થાણું થાપ્યું છે. હવે જેટલી ઢીલ કરીએ તેટલી આપણું ખામી છે. તેઓશ્રી કહેતા કે “તારી વારે વાર, થઈ જા તૈયાર.” હવે બધી વાતે ભૂલી અનેક પાપને છેવાનું તીર્થ પ. પૂ. પ્રભુશ્રીજીએ સ્થાપ્યું છે ત્યાં નિવાસ કરવાની ભાવનામાં કાળ ગાળ. તે ભૂલવું નહીં. મંત્રનું સ્મરણ રાતદિવસ રહ્યા કરે તે પુરુષાર્થ કરવા કેડ બાંધી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તે પણ બીજી આડીઅવળી વાતેમાં આપણું કીમતી જીવન વહ્યું ન જાય. એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છે. પરમકૃપાળુદેવનાં વચને રેજ વાંચવા-વિચારવાને કંઈ ન બને તે અડધે. કલાક રાખશે તે ઉપર જણાવેલા ભાવનું પિષણ થયા કરશે”. “પુસ્તકનું પાનું ફરે અને સોનું ઝરે' તેમ જીવન પલટાવી સંત બની આ દેહ છોડવાની ભાવના દિવસે દિવસે પ્રબળ કરવા ભલામણ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Loading...

Page Navigation
1 ... 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824