________________
૭૭૬
બધામૃત આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઈ. તે મુમુક્ષુઓને કહેતા કે ભાઈ, ભૂલેચૂકે પણ અસત્સંગના ફદામાં ફસાશો નહીં. એ તે મહાભાગ્યશાળી કે પ. પૂ. પ્રભુશ્રીજીની કૃપાને પાત્ર તે થયા, નહીં તે ઉત્તમ વેગ મળવા છતાં મનુષ્યભવ વ્યર્થ જ રહે.
અહીં તમે ન આવી શકે તે નાની ખાખરમાં રહેશે તે ત્યાં પણ સશ્રદ્ધાનું પિષણ થાય તે યુગ તમારા પુણ્ય તૈયાર કરી રાખે છેજી. વતનિયમમાં તણાયા કરતાં શ્રદ્ધા દઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તે ઘાતિયાં કર્મ મંદ થતાં ઘણી નિર્જરા થશે. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અઘાતિયાં કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું તે જીવે ઘણી વાર કર્યું છે પણ ઘાતિયાં કર્મને ક્ષય કરવા તીર્થકર જેવાએ લક્ષ રાખે છે, તે જીવ ચૂકી, ગણતરી થઈ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે, તે લક્ષમાં લેશો.
હવે ટૂંકામાં તમારા પત્રમાં જણાવેલા પ્રશ્નો વિષે લખું છું – “અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું.” (૧૨૮) “શૂન્ય” એટલે નિર્વિકલ્પ દશા. તે બે ઘડી સુધી ટકે તે શ્રેણી માંડવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. માટે “અમુક કાળ” લખ્યું છે. પરદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તે શાને વિકલ્પ કહે છે? એમ પ્રશ્ન થાય તેને ઉત્તરઃ રાગદ્વેષસહિત કેઈ પણ શેયને જાણવામાં ઉપગ ખેર, વારંવાર ઉપગને અસ્થિર કરે તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જે જાણે તે યથાર્થ જાણે છે. અન્ય અન્ય ય પદાર્થને જાણવા ઉપગ પલટાવ્યા ન કરે ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. કોઈ એમ કહે કે છદ્મસ્થને ઉપયોગ તે જુદા જુદા સેય પદાર્થોમાં પલટાયા કરે ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેને ઉત્તર ઃ જેટલે કાળ એક પદાર્થમાં વિતરાગપણે જાણવામાં જાય તેટલો કાળ નિર્વિકલ્પ દશા કહી છે. વિચાર માત્ર રેકાય તે જડપણું પ્રાપ્ત થાય. પણ રાગદ્વેષવશ ઉપગ પલટાવે તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રેકાય તે નિર્વિકલ્પતા
(૨) પ્રશ્ન – પૂર્ણ વીતરાગતા તે સર્વજ્ઞતા તો નહીં જ ને ?
ઉત્તર - પૂર્ણ વિતરાગતા મેહનીયકર્મના ક્ષયે પ્રગટે છે અને પછી અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞતા પ્રગટે છે; એટલે પૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞાપણાની સમીપની જ દશા છે. તેથી પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ અલ૫ સમયમાં થયા વિના રહે નહીં. તેને સર્વજ્ઞ કહો તે ખોટું નથી.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૯૨
અમાસ, તા. ૨-૭-૫૩
જેઠ વદ ૬, ગુરુ, ૨૦૦૯ “શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તે પ્રભુએ આપિયે, વતું ચરણાધીન.” – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર તમે ૧૫ પ્રશ્નો લખ્યા છે તે ધર્મધ્યાનરૂપ છે. જિજ્ઞાસુ જીવે વાંચી-વિચારી ન સમજાય તેને ખુલાસો મેળવવા પ્રયત્ન કર્તવ્ય છે. સ્વાધ્યાયના પાંચ ભેદમાં પહેલું વાંચના, બીજે પૃચ્છના, ત્રીજો પરાવર્તના, એથે ધર્મોપદેશ અને પાંચમે અનુપ્રેક્ષા છે તેમાં છેલ્લે ભેદ પ્રાપ્ત થયે બીજા બધા ભેદની સફળતા છે. તેથી ઉત્તરે લખાય તેને વિચાર કરી વારંવાર ભાવના કરવાથી અનુપ્રેક્ષા થશેછે. ટૂંકામાં તે ૧૫ પ્રશ્નોના ઉત્તર લખું છુંજી –