________________
૭૭૪
બોધામૃત જેકે શિથિલતાનો પક્ષ નથી કરવો પણ શરીરના ધર્મને નિજ ધર્મ નથી માન. સમાધિ શતક'માં “માલ ખાય માંકડે અને માર ખાય બેકડે” એ લેક્તિની કથા આપી છે તે વિચારવા વિનંતી છે.જી. મરણથી ડરવું નથી, પણ મરણ આવતાં પહેલાં સમાધિમરણ થાય તેની તૈયારી તે કરી રાખવી જ છે.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ નવી આવૃત્તિ, પ્રજ્ઞાવલ (ભગવાનદાસને લખેલે), ગ્રંથયુગલ, સમયસાર, નિત્યક્રમ – આમ પાંચ પુસ્તક આપને મોકલ્યાં છે. નવી આવૃત્તિમાં ઘણું વધારેસુધારે છે તે અથથી ઇતિ સુધી અનુક્રમે માનપૂર્વક સ્વાધ્યાય કરવા ભલામણ છે. સશ્રુતમાં વૃત્તિ એકાગ્ર થાય તે પણ ધર્મધ્યાન જ છે અને શ્રતસમાધિનું કારણ છે”. આંખ-કાનનાં સંચા સાબૂત છે ત્યાં સુધી સસ્કૃત અને સત્સમાગમ કરી લેવા ગ્ય છે જ. આપ તે એ બાબતમાં બહુ આગળ વધ્યા છે એટલે આવું ડહાપણ કરવા ગ્ય નથી, પણ મનમાં જે વિચારણું ચાલતી હોય તે લખી જવાય છેજી. પરમકૃપાળુદેવ પ્રત્યે અવિચળ શ્રદ્ધાને વારંવાર વંદન કરી પત્ર પૂર્ણ કરવા રજા લઉં છું.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-
અગાસ, તા. ૨૫-૬-૫૩ તત્ સત
જેઠ સુદ ૧૩, ગુરુ, ૨૦૦૯ આત્મકલ્યાણ માટે ઉજમાળ થવા ગ્ય છેજ. કારણ કે આ યુગ કેઈક જ ભવમાં પ્રાપ્ત થાય છે, માટે પ્રમાદ તજી, દેહાધ્યાસ ઘટાડી, આત્માને સમાધિમરણ સન્મુખ કરે છે તે ગફલતમાં રહ્યું આ ગ નિષ્ફળ થતાં વાર ન લાગે. જે જે મુખપાઠ કરેલ હોય તે ભૂલી ન જતાં, તે મહેનત નિષ્ફળ ન કરતાં, તેમાંથી વિશેષ રસ પ્રાપ્ત કરવા, શ્રુતસમાધિ વરવા ઉઘુક્ત થવું ઘટે છે. “શ્રદ્ધા પામ તુસ્ત્રા ' એ ભગવંતનું વચન છે, તે પ્રમાણે શ્રદ્ધા દઢ થાય તેવું વાચન, સમાગમ રાખી પિતાના આત્મહિતાર્થે પ્રવર્તવું ઘટે છેજ. જ્ઞાનની વૃદ્ધિને વેગ ત્યાં મળી આવે તે તેમણે સંગ્રહ કરેલા ભંડારમાંથી પણ લાભ લેવો અને પરિણતિ વૃત્તિ પર લક્ષ રાખી વિભાવના પ્રસંગેથી દૂર રહી સ્વભાવસન્મુખ વૃત્તિ રહે તે લક્ષ રાખી શાંતભાવે પરિણમવારૂપ ચારિત્રધારી બને એવી શુભ ભાવના કરું છું જી. આપને નિષ્કષાય ભાવ વગર કહે બધાંના હૃદયને શાંત કરનાર બનશે. “આપ ભલા તે જગ ભલા” એ કહેવત ચરિતાર્થ કરવા વિનંતી છે. આશ્રમમાં આપ રહ્યાં છે, તેને લાભ ત્યાંના સર્વ ભવ્ય ભાઈબહેનને ઉત્તમ રીતે મળે અને સત્સંગની ભાવના સર્વને જાગે તથા પરમકૃપાળુદેવનું તેમને યથાયોગ્ય ઓળખાણ થાય તેવું પ્રસંગોપાત્ત જણાવતા રહેવા વિનંતી છેજી. તેથી આપણું શ્રદ્ધા પણ બળવાન બને છે અને આત્મહિતમાં વધારે થાય છે. “પરહિત એ જ નિજહિત સમજવું” (૮) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પણ આત્મહિત ચૂક્યા વિના કર્તવ્ય છે. તમે તે સમજુ છે. સરળતાથી સૌને હૃદયમાં પરમ પ્રેમ જાગે એમ કર્તવ્ય છે. સ્વાર્થ ત્યાગ થશે, આજ્ઞાનું આરાધન થશે તે મોક્ષ દૂર નથી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧. જુઓ અન્ય-યુગલ પૃષ્ઠ ૧૭૧ (સમાધિશતક ગાથા ૧નું વિવેચન)