________________
પત્રસુધા
૭૭૩ ચિત્ત પરોવી રાખવા યોગ્ય છે. કપડું બદલતાં જેમ કંઈ વિકલ્પ થતો નથી, તેમ દેહને વેષ પલટાય તેના વિકલ્પમાં ચિત્ત રોકવું ઘટતું નથીજી. નિર્વિકલ્પ, અસંગ સ્વરૂપને પામ્યા છે એવા તરણતારણ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું શરણ જ જીવને હિતકારી છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૮૭
ડુમસ, તા. ૧૫-૬-૫૩
જેઠ સુદ ૪, સોમ, ૨૦૦૯ બીજી પંચાતમાંથી વૃત્તિ પાછી વાળી હવે તે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવાય તે આ જીવનું કલ્યાણ થાય તેમ લાગે છેજી. અનાદિને પરભાવને અધ્યાસ તજી સદ્ગુરુના અપૂર્વ અસંગ ભાવને લક્ષ નિરંતર સ્મરવા યોગ્ય છેજી. તેમને પગલે પગલે ચાલ્યા વિના છૂટકો નથી. સ્વછંદ અને પ્રતિબંધ ટાળ્યા વિના તેમ બનવું મુશ્કેલ છે માટે તે ટાળવાનો પુરુષાર્થ મરણિયા થઈને કર્તવ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૮૮
ડુમસ, તા. ૧૬-૬-૫૩ તત્ સત
જેઠ સુદ ૫, મંગળ, ૨૦૦૯ “સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” – શ્રી આત્મસિદ્ધિજી ભાઈ..ને પત્ર મળે. પરમકૃપાળુદેવનાં તેમને દર્શન થયાં છે તે જાણી સંતોષ થયે છેજ. મહાભાગ્યશાળીને તેનાં ચર્મચક્ષુથી પણ દર્શન થાય. અહીં એવા એક ભાઈ મળ્યા પણ અવધાન પૂરતું જ તેમને ઓળખાણ હતું અને છૂટવાની તેવી જિજ્ઞાસા પણ નહીં, તેથી તેમને
ગ થયા છતાં વર્તમાનમાં કંઈ લાભનું કારણ થયું નથી, તેમ ભાઈ..ને તમારા સમાગમે શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય અને તેમની ભક્તિથી મારું કલ્યાણ થશે એમ ભાવના રહ્યા કરતી હોય તે તેમને જણાવેલે મંત્ર જીવને સમાધિમરણનું કારણ છે. પણ સપુરુષને નિશ્ચય અને આશ્રય દઢ થયે તે પ્રાપ્ત થવા ગ્ય છેજી. હાલ તે આપના સમાગમે ભક્તિ તથા મોક્ષમાળાનું શ્રવણ કરે તે યોગ્ય છેજી. તેમની ભાવના જાગે ત્યારે આશ્રમમાં આપની સાથે આવે તે વધારે હિતકારી છેજ. પત્રથી વિશેષ જણાવવા ગ્ય નથીજી. રૂબરૂમાં વાત થશેજી.
શાંતિઃ ૯૮૯
અગાસ, તા. ૨૩-૬-૫૩ તત્ સત્ - જેઠ સુદ ૧૧, મંગળ, ૨૦૦૯ “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ગની, મુખ્યપણે તે વર્તે દેહ પર્યત જે
ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે.”
વૃદ્ધાવસ્થાને લઈને અનેક રોગો દેખાવ દે છે. તે બાંધેલાં કર્મને ના કેમ કહેવાય? આંખ જમણી હવે કામ કરતી નથી, મેતિયા પણ આવે છે. જમણા પગની નસે નરમ પડી ગઈ છે તેથી બેત્રણ ફાઁગ ચાલતાં થાકી જવાય છે અને બેસવું પડે તેમ થાય છે. આમ મંદ પુરુષાર્થની વાત કરી, પણ શરીરથી કામ લેવું છે તે તેને જોઈતું ઊંજણ – દવા ખેરાક વડે કરાય છે. પુરુષાર્થ તે, વૃત્તિની પરિણતિ તપાસી નિર્મોહી દશા તરફ પ્રયાણ કરવાનું છે.