________________
પગસુધા
૭૭૫
અગાસ, તા. ૨૫-૬-૫૩ તત્ ૩ સ
જેઠ સુદ ૧૩, ગુરુ, ૨૦૦૯ “સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયું હોય, તે પુરુષે આત્માને ગવેષ અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવે. ષ તેમજ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (૪૯૧)
પ. પૂ. પ્રભુશ્રીજીને બેધ છાપખાના માટે તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે તેથી પત્રવ્યવહાર પ્રત્યે મંદ આદર રહે છે. પણ તમારા પત્રના પ્રશ્નો તથા તમને સત્સંગની ઘણી જરૂર છે તે વાત મહત્વની જણાયાથી આ પત્ર લખવાનું કામ હાથ ધર્યું છે. માટે ઉપર પરમકૃપાળુદેવે પત્રમાં લખ્યું છે તે વાંચ્યું હોય તે પણ વારંવાર વાંચી વિચારી, જેમ સદૂગત
ને દવાખાનામાં લઈ જવા પડ્યા તેમ આ જીવને જ્યાં પરમકૃપાળુદેવનું માહાસ્ય હૃદયમાં વસે તેવા સત્સંગમાં લઈ જઈ રાખ ઘટે છે. હવે મુંબઈ કરતાં વિશેષ નિવૃત્તિનું ક્ષેત્ર શોધી ત્યાં ચાતુર્માસ ગાળ ઘટે છે. મુંબઈમાં તમારા જેવા માટે અસત્સંગરૂપ અપશ્યના સેવનને સંભવ છે. દવાના બહાનાથી મુંબઈમાં રહી આત્મવેગ વધે તેવું ન થાય તે સારું એવું વિચાર કુરવાથી લખવું થયું છે. આ પત્ર આપને પિતાને ખાસ વિચારવા અર્થે લખે છે, તે બીજાને અર્થે નથી. અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઈ જાય છે, એ મેટો ગેરલાભ તથા પરિભ્રમણને હેતુ છે. સમજવા માટે સદ્દગત શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈ (અમદાવાદ)ના જીવનને પ્રસંગ લખું છું –
પરમકૃપાળુદેવ મેક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, અને અતિશયધારી પરમકૃપાળુદેવની ચમત્કૃતિથી તે તેમના તરફ બહુમાન ધરાવતા થયા. તેમના ગ૭નાં દિવાળીબાઈ આજને પણ તેમણે પરમકૃપાળુદેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઈથી આવ્યા છે તે અમારા મનની વાત જાણી કહી દેખાડે છે. પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઈ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકષયા છે. તેથી અસત્સંગરૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તે ક્ષયોપશમ હોય પણ આખરે તે તે સંસારી જ ને ? સાધુપણુ વગર પૂજ્યતા ક્યાંથી હોય? આટલી ઝેરની કણી શેઠની શરૂઆતની કમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. પછી ઘણું વખત પરમકૃપાળુદેવને મળેલા, તેમણે જાતે પીરસી તેમને જમાડેલા પણ અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઈ ગયું. આપણું ઓળખીતા છે, મેળાપી છે, એ ભાવ પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી પણ રહ્યો. પરમકૃપાળુદેવે પરમકૃત પ્રભાવક મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી; તેથી પ્રથમવૃત્તિ (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની) છપાઈ ત્યારે શેઠને ભેટ મળી, પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી. પણ ફરી સત્સંગને યોગ પુણ્યના ઉદયે બન્યા ત્યારે તે પુસ્તક વાંચી