________________
७४४
બેધામૃત આત્મા મરું નહીં, દેહ સાથે મરી જતો હોય તે અત્યારે હોય નહીં, માટે હું અજર અમર અવિનાશી છું. જે પુણ્ય પાપ કરીશ તે ભેગવવાં પડશે, માટે આત્મા સિવાય બીજા ભાવમાં મન નહીં રાખું તે કર્મ બંધાશે નહીં અને ભેગવવાં પણ નહીં પડે. અકષાયપણે એટલે શાંત ભાવે રહીશ તે મેક્ષ થશે. મોક્ષના ઉપાય વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન, દર્શન, સંયમ, સત્સંગ, સાસ્ત્રાદિ છે, તેમાં મારું ચિત્ત રાખીશ તે કર્મથી છુટશે ને મોક્ષ થશે એમ વિચારવું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૮-૧૦-૫૧, ગુરુ પવિત્ર વાતાવરણપૂર્ણ તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણકમળની નિરંતર સેવાને ઈચ્છક બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવંદન સહ આત્મભાવે નમસ્કાર સ્વીકારવા વિનંતી છે જી.
વિ. આપના ઉલ્લાસભાવ વાંચી સંતેષ થયે છેજ. આ દુષમકાળમાં ભગવાન પર નિષ્કામ પ્રીતિ રાખનાર, તેની આજ્ઞાની અપૂર્વતા હૃદયમાં રાખનાર તથા યથાશક્તિ શરણાગત ભાવે આજ્ઞા ઉઠાવનાર ભગવદ્ભક્તો તથા તેમના વચનની પ્રાપ્તિ દુર્લભ છે. સાચા ભાવે સપુરુષને અભેદભાવે નમસ્કાર કરનારનું પણ કલ્યાણ થવા ગ્ય છે; તે જેણે તેને જ આધાર લીધે છે અને મરણ સુધી તેને શરણે રહી તેને આશ્રયે દેહ છોડવાને નિશ્ચય જેને વર્તે છે તે તે મહાભાગ્યશાળી છેજી. આવા કાળમાં પણ તેવા પુરુષોને પેગ પરમાર્થ પ્રેમીને ઉ૯લાસનું કારણ છેજ. બાહ્યદષ્ટિ જ દુઃખનું કારણ છે. પરમકૃપાળુદેવ, તેના આશ્રિત જને, તેના પરમ પુરુષાર્થ - પ્રેરક વચને આપણું આધારરૂપ છે. નવી આવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની આશ્રમ તરફથી બહાર પડી ચૂકી છે તે મગાવી વારંવાર વાંચતા રહેવા જેવી છેજી. તેમાં ઘણા નવા પત્રો ઉત્સાહપ્રેરક છે.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૧૮
અગાસ, તા. ૨૩-૧૦-૫૧ મનુષ્યભવરૂપી થાપણ આપણી લૂંટાઈ જાય તે પહેલાં તેને સદ્ઉપયોગ કરી આ દેહમાં રહેલે અમર આત્મા ઓળખવા, શ્રદ્ધવા, અનુભવવા યથાશક્તિ શ્રમ લે ગ્ય છેછે. આ સંસાર ઠગારા પાટણ સમાન છે. કંઈ કમાણી કરેલી હોય તે ઠગી લઈ જીવને નિર્બળ બનાવી લખારાશીના ફેરામાં ધકેલી દે તેવું સંસારનું સ્વરૂપ વિચારી, આત્મહિતમાં અપ્રમત્ત રહેવા ભલામણ છે. જ્ઞાની પુરુષની આજ્ઞા, તેની ભક્તિ, તેના વચનામૃતના વિચાર અને અનુભવરૂપ પુરુષાર્થ સતત કર્તવ્ય છેજ. અનાદિ કાળથી જીવ હું અને મારું એવા લૌકિક ભાવને આરાધતે આવ્યું છે. તે સ્વપ્નદશા તજી, હવે તે આત્મા જેવી ઉત્તમ વસ્તુ ઓળખી તેનું આરાધન કરવાનો આ મનુષ્યભવમાં લાગ મળ્યો છે તે ચૂકી ન જવાય તેવી જાગૃતિ નિરંતર રાખવી ઘટે છેજ. સત્સંગ, સલ્ફાસ્ત્ર, વિનય, વિવેક, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિની ભાવના રાખી બને તેટલું વર્તન સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે રાખવું એ અત્યારે કર્તવ્ય છે જ. પરમશાંતિપદને પામીએ તે અર્થે આત્મભાવના કર્તવ્ય છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ