Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 772
________________ પત્રસુધા ૩૪૭ સમાધિમરણને લક્ષ રાખી કાળ ગાળ ઘટે છેજએક ઈષ્ટમાં વૃત્તિ તન્મય થાય, તન્મય રહે એમ કર્યાને અભ્યાસ આખરે ઉપયોગી નીવડે છેજ. જે વિદ્યાર્થી બારે માસ અભ્યાસ કર્યા કરે છે તે વર્ષ આખરે સહેલાઈથી પરીક્ષા નિર્ભયપણે પસાર કરે છે તેમ આજથી સમાધિમરણની તૈયારી કરનાર આખરે મૃત્યુને મહોત્સવરૂપે ગણું નિર્ભયપણે પરભવમાં કે મેક્ષે જાય છે. માટે પ્રમાદમાં, અન્ય ચિંતામાં આત્માને જતે અટકાવી પરમશાંતિપદની ભાવના ક્યથી તે પદ પ્રાપ્ત થાય તેમ છેજ. ભક્તિમાં આત્માને આનંદની વૃદ્ધિ થતી રહે, સપુરુષના અપાર ઉપકારનું ભાન થાય, તેની દશા સમજાતી જાય અને શુદ્ધ આત્માની ઉત્તમતા આત્મામાં સ્થાન પામે તેવું વાંચન, ભક્તિ, જપ, તપ, વિચાર, ધ્યાન આદિ સત્સાધન કર્તવ્ય છેજી. શાંતિઃ ૯૨૪ આહેર, તા. ૧૪-૩-પર, શુક્ર પરમકૃપાળુદેવની કૃપાએ આનંદ છે. શરીર તે શરીરને ધર્મ પડતી અવસ્થામાં જરૂર જણાવે એમાં એને દોષ નથી; પણ પરમકૃપાળુદેવની ભક્તિ, વચને અને સમજણ જેને પ્રાપ્ત થઈ છે તે દેહનાં સુખને ઈચ્છે તે પિતાને દોષ છે. “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે” એમ નરસિંહ મહેતા જેવા માનુસારી પણ ગાઈ ગયા છે. શ્રી આનંદઘનજી શ્રી વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહે છેઃ “દુઃખસુખરૂપ કરમફળ જાણે, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણને નિઃ ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવા એ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ.”(૪૬૦) એમ પરમકૃપાળુદેવ લખે છે, તે હૃદયમાં રહે તે તેને શરણે આશરે દેહ છૂટતાં સમાધિમરણ થાય. એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા પરમકૃપાળુદેવે કરી છે તેને બને તેટલે લાભ આ ભવમાં લૂંટમલ્ટ લઈ લેવાને છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૨૫ અગાસ, તા. ૪-૪-૫૨ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ; સંભવદેવ તે ધુર સે સવે રે.” મૂર્વ પ્રતિમા પૂળા એને અર્થ શું? એમ આપે પુછાવ્યું, તેને ટૂંકો અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યને વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કહ્યો છે. પરમકૃપાળુદેવે પ્રતિમાના અંધ-શ્રદ્ધાળુને સાચા શ્રદ્ધાળુ બનાવ્યા છે, પ્રતિમાપૂજકને પ્રભુપૂજક બનાવ્યા છે. ભગવાનના ભાન વિના કાંઈ કરાય છે તે સદ્દગુરુનું શરણ ન હોય તે રૂઢિરૂપ છે અને આગ્રહપષક હોય છે તેથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે. બીજું, તમે વિભાવથી મુકાઈ સ્વભાવમાં રહેવા સંબંધી પૂછ્યું હતું તેને ટૂંકે ઉત્તરઃ કપટ રહિત થઈ આતમ અરપણું રે, આનંદઘનપદ રેહ” એને અર્થ પહેલા સ્તવનના અર્થમાં

Loading...

Page Navigation
1 ... 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824