________________
પગસુધા
૭૫૫
૫
અગાસ, તા. ૩-૯-પર મોક્ષમાળાને વિવેક વિષેને પાઠ મુખપાઠ થયે રેજ ફેરવવાને, વિચારવાને અને તેવા વિવેકની પ્રાપ્તિને પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છે. ડું વંચાય કે મુખપાઠ થાય તેની હરકત નહીં, પણ જે કંઈ વંચાય તેને વિચારી રહ્યા કરે અને વિચારેલું અનુભવમાં આવતું જાય તેવા ભાવ કર્યા કરવાની જરૂર છે. સત્સંગની ભાવના નિરતર કર્તવ્ય છે, તે યુગ મળી આવે સત્સંગતિ સેવવા યોગ્ય છે.જી. મૂંઝવણના પ્રસંગમાં સ્મરણ એ ખરી દવા છે અને માથે મરણ ભમે છે તેને વિચાર કરી મનુષ્યભવ છે ત્યાં સુધી સદ્ગુરુશરણે આત્મહિત સાધી લેવું ઘટે છેજી. આર્તધ્યાન કેઈ પ્રકારે કરવા ગ્ય નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૯-૯-૫૨ સર્વને ધમૅ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણ;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે.” તીર્થ શિરોમણિ પરમપાવનકારી સત્સંગધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસથી લિ. સપુરુષના ચરણકમળની સેવાને ઇચ્છક બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિ. તમારે પત્ર મળે. તમારા સગા અત્યંત વૃદ્ધ છે તેમના વિશે આપે લખ્યું તે વાંચ્યું. તેમને સાત વ્યસન અને સાત અભક્ષ્યની વાત કરશે અને તેમનાથી જેટલાને ત્યાગ થાય તેટલાની પ્રતિજ્ઞા પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વંદન કરી લેવાનું કહેશે.
“હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ” આ કડી પૂરી કે અર્ધા જેટલી તેમની સ્મૃતિમાં રહે તે બેલ્યા કરે એમ જણાવ્યું છે, તે મારે મંત્રતુલ્ય છે એમ તેમણે ગણવા યોગ્ય છે. થોડી વાર તેમને બોલાવશે. તે મુખપાઠ ન થાય એમ લાગે તે “હે પ્રભુ! હે પ્રભુ!” એટલું બેલે તે પણ ચાલશે. હાલ એ જ. બીજું તમે લખ્યું તે વહેલું લખવું જોઈતું હતું, પણ બનનાર તે ફરનાર નથી એમ ગણી નીચેની કડી લક્ષમાં લેશે –
"कबीरा तेरी झोपडी, गलकट्टेके पास;
___ करेगा सो भरेगा, तू क्युं भया उदास ?" આપણે આપણે મનુષ્યભવ સફળ કરવા કમર કસીને મંડી પડવા યોગ્ય છે. જગતનું વિસ્મરણ કરી જ્ઞાનીના ચરણમાં મનને લીન કરવાનું પરમકૃપાળુદેવનું વચન લક્ષમાં રાખવું ઘટે
જી. પોપકારનું કામ કરવાને યોગ કે સંઘ-સેવા કરવાને વેગ મહાભાગ્યે મળે છે તે છેડી દેવામાં લાભ નથી. લેક મૂકે પિક. આપણું સંભાળવું.
અગાસ, તા. ૧૫-૦-૫૨ તત્ સત્
ભાદરવા વદ ૧૧, ૨૦૦૮ તમને વાંચતાં નથી આવડતું એ એક ખામી છે. વાંચતાં શીખવનાર કોઈ બાઈ, ભાઈ મળે તે તેની પાસેથી વાંચતાં શીખવાની ભાવના હોય તે તે શીખવા ગ્ય છે. પરત કઈ સ્તુતિ, પ્રતિક્રમણ વગેરે ગોખવાનું કહે તે કરતાં, જે આજ્ઞા મળી છે તેટલા પાઠ સુખપાઠ કરી મંત્રનું સ્મરણ-જાપ વિશેષ વિશેષ થાય તેમ કર્તવ્ય છે. જેને મતને આગ્રહ