Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 783
________________ ૫૮ બાધામૃત જગત પ્રત્યે “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે” એવો લક્ષ રાખી નિસ્પૃહપણે વીતરાગને માર્ગે વર્તવું છે એવું હૃદયમાં દઢ રાખવાથી ચારિત્રબળ વર્ધમાન થઈ સમાધિમરણનું કારણ થાય. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, કાર્તિક સુદ ૧૪, ૨૦૦૯ સહજ સ્વભાવે પરમકૃપાળુદેવની કૃપાએ જે બની આવે તે જોયા કરવા જેવું છે.જી. સ્મરણની સૂચના લક્ષમાં લીધી છે એમ જાણુ સંતોષ થયો છે. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સંતોષ, પરમપુરુષના ઉપકારનું મરણ, તેની હાજરી અનુભવવી આદિ સદ્દગુણ મુમુક્ષુ જીવે હદયગત કરી જાગ્રત જાગ્રત દશા વધારવી ઘટે છે. મરણ અવશ્ય આવનાર છે તે ભૂલવા ગ્ય નથી, તેની તૈયારી કરી રાખવી ઘટે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૫૩ ૫૪ અગાસ, કાર્તિક સુદ ૧૪, ૨૦૦૯ આપનું કાર્ડ મળ્યું હતું. મુંબઈ દવા માટે આમંત્રણ આપ્યું તે બદલ ઉપકાર માનું છું, પ્રભુ તેવા અનાર્ય જેવા વાતાવરણમાં ન લઈ જાય એવી અંતરની ઈચ્છા છે. હવે તે સમાધિમરણને અનુકૂળ એવાં નિમિત્તો મળ્યા કરે એવી જ ભાવના રહ્યા કરે છે. કરાળ કાળ છે. કરાળ કર્મો છે. તેમાં સારી ભાવના અને સદ્વર્તન જ્ઞાનીની આજ્ઞાએ થાય એ જ કર્તવ્ય છે. જ્યાં ત્યાંથી આત્માને કલેશનાં કારણથી છૂટી જાય અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ ફરસેલી ભૂમિમાં તેની આજ્ઞામાં આત્માથે રહેવાય તેવી ભાવના કર્તવ્ય છે. આપે તે ઘણે સત્સંગ સેવ્યો છે, તેને રંગ લાગે છે, તે હવે તેના ઉપર આવરણ ન આવે અને તે રંગે રંગ વળે જાય તેમ કરતા રહેવા ઉત્તમ અનુકૂળતા પ્રાપ્ત કરતા રહેવા વિનંતી છે જી. એ ૯૫૫ અગાસ, તા. ૨૧-૧૧-પર માગશર સુદ ૪, ૨૦૦૯ જીવ પુરુષાર્થ કરે તે મનુષ્યભવમાં સત્સંગને વેગ મેળવી શકે તેમ છે. સત્સંગ જેવું કલ્યાણનું કારણ બીજું ગમે તેવું સારું લાગતું હોય તે પણ તે ગૌણ કરી સત્સંગ ઉપાસવાની પરમકૃપાળુદેવની શિક્ષા છે તે લક્ષમાં રાખવા ભાવના કરવા લખ્યું હતું, બાકી તે પુણ્યના વેગ પ્રમાણે બને છે. ભક્તિ, સ્મરણ, મુખપાઠ કર્યું હોય તે લક્ષ રાખી ધર્મધ્યાન કરતા રહેવા તથા શાંતિ આત્માને વર્તે તેમ વર્તતા રહેવા ભલામણ છેજી ૯૫૬ અગાસ, તા. ૨૬-૧૨-૫૨ આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. તમારાં માતુશ્રીને કંઈ ભાન નથી એટલે શું કહેવું તે સમજાતું નથી. પણ ચિત્રપટનાં દર્શન કરાવતા રહેવું અને મંત્રનું સ્મરણ તેમની આગળ બને તેટલું ચાલુ રાખવું. આપણને લાભનું તે કારણ છે. માતાની સેવા એ પુત્રની પ્રથમ ફરજ છે. તેમના ભાવ ફરે અને મંત્રમાં ચિત્ત જાય કે દર્શન કરવામાં કાયાની પ્રવૃત્તિ થાય તે પણ લાભકારક જ છે. આવા પ્રસંગે આપણને વૈરાગ્યનું કારણ છે. “મૃત્યુનું આવવું

Loading...

Page Navigation
1 ... 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824