Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 786
________________ પત્રસુધા મહાપુરુષની મહેરથી, જાય જન્મ સંસાર; વહાણ વિષેના પહાણ પણ, પહોંચે દરિયાપાર. મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જેવું પરભણું બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ર્જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચે જીવન પલટે, મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાબેધ-૭૪) પૂ.અને સત્સંગને વિશેષ ગ થયો નથી, પરંતુ પરમકૃપાળુ પ્રભુશ્રીજીનાં દર્શન તેમને થયાં છે અને તે કેગના ફળરૂપ મંત્ર આદિ આજ્ઞા તેમને પ્રાપ્ત થયેલ છે તે જ મહાલાભનું કારણ છે. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક” એમ જ વીસ દેહરામાં બોલીએ છીએ, તેમાં જણાવ્યા પ્રમાણે મરતાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું ઘટે છે. બીજું કંઈ ન બને તે આટલે લક્ષ રાખો. મને કંઈ ખબર નથી, જ્ઞાની પુરુષે આત્મા પ્રગટ કર્યો છે અને ઉપદે છે તે જ મારો આત્મા છે, આ દેહ દેખાય છે તે દુઃખનું પોટલું છે. દેહને લઈને સંસારમાં સુખ ભેગવાય છે એમ માન્યું હતું, તે તે બેટું નીકળ્યું. ઊલટું દુઃખ દેનાર અને આખરે છેતરનાર દેહ જણાય છે, માટે જ્ઞાની પુરુષોએ દેહથી જુદે, દેહમાં હોય ત્યાં સુધી સુખદુઃખ દેખનારે, પરંતુ પરમાનંદરૂપ આત્મા દીઠે છે, અનુભવ્યું છે તે શુદ્ધ, પરમ સુખનું ધામ એ આત્મા મારે માનો છે. તે માન્યતાથી જ મારા આત્માનું કલ્યાણ થાય તેવું છે. દેહને માનવાથી, દેહમાં જ બુદ્ધિ રાખવાથી અનંત ભવથી હું જન્મમરણ કરતો આવ્યો છું. પણ આ ભવમાં વિશ્વાસ કરવા ગ્ય પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચને મને સાંભળવાનાં મળ્યાં, તે મહાપુરુષે મોક્ષને માર્ગ બતાવે છે તે મને ગમે, તેની આજ્ઞા મને મળી, તે છેલ્લી ઘડી સુધી મારે આરાધવી છે, તે મહાપુરુષને શરણે તેના મંત્રનું સ્મરણ કરતાં મારે દેહ છેડે છે આવી ભાવના વારંવાર હૃદયમાં લાવી મંત્રમાં જ મનને રોકી રાખવું. દુઃખ થાય કે તરત જ મનને દુઃખમાં જતું રેકી મંત્રમાં લાવવું, અને પરમકૃપાળુદેવે મારા જેવા રાંકને માટે આ મંત્રરૂપી હડી મને આપી છે તે છેડીને હે મન ! આ દુઃખના દરિયારૂપ દેહમાં કેમ કૂદી પડે છે ? તેમાં તારું શું કલ્યાણ થવાનું છે? એમ મનને સમજાવી જીભે “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું રટણ કર્યા કરવું અને મનને બળ કરીને પણ તે મંત્ર તરફ વાળવું. પ. પૂ. પ્રભુશ્રીજીએ સં. ૧૯૮૯ના ભાદરવા સુદ ૧૩ને દિવસે કહેલું કે “અભવ્ય જીવને અગિયાર અંગ ભણ્યા છતાં સમક્તિ નથી તે આમ સમજવું. “દુઃખ આદિ પ્રસંગે જેનાર તે હું છું, કર્મફળરૂપ દુઃખ તે શરીરમાં છે એમ ભેદજ્ઞાન સદ્દગુરુ દ્વારા ન થયું, તેથી અગિયાર અંગને અભ્યાસ નિષ્ફળ થયે. દુઃખાદિ વખતે દેખનાર જુદે રહે તે સમકિત છે.” (ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૩૩૯) આ વાત વારંવાર વિચારી દેહથી ભિન્ન આત્મા પરમકૃપાળુદેવે છે તે માટે માન છે, આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે, અભ્યાસ કરવા ગ્ય છે, પકડ કરવા યોગ્ય છે. મરણના વિચારોથી ગભરાવા જેવું નથી. “સમાધિ-પાનમાંથી “મૃત્યુ-મહોત્સવ વારંવાર સાંભળી મરણને ડર દૂર કરવા યોગ્ય છે. જેને અવકાશ હોય તેણે તેમને મૃત્યુ-મહોત્સવ

Loading...

Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824