________________
પત્રસુધા
૭૬૫
આંગળી કરેલી યાદ આવે છે. તે દિવસે અહેઅહેભાગ્યના સ્મૃતિમાં આવતાં પણ શ્રદ્ધા બળવાન બને તેમ છે. પણ જીવને વર્તમાન રંગમાંથી વૈરાગ્ય જાગે તે તે સાચી સ્મૃતિને લાભ મળે.
૯૬૮
નાસિક રોડ, તા. ૨૧-૨-૫૩ જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે તેના ઉપયોગમાં જીવ રહે તે તે સમ્યફદશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છેજી. પક્ષપણે પણ જ્ઞાનીનું શરણુ જીવને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે. જે જ્ઞાનીએ જે છે તે જ મારે આત્મા છે. અત્યારે મને તેની ખબર નથી, પણ તેણે કહ્યો તે જ આત્મા માટે માન છે એવી માન્યતા કરવી તે અત્યારે બની શકે તેમ છે. તેવી માન્યતાથી જડભાવ પ્રત્યે વૈરાગ્ય રહે, આત્મભાવમાં ઉજમાળતા આવે, જ્ઞાનીનાં વચન વધારે સમજાતાં જાય અને કર્મ માર્ગ આપે ત્યારે સૂક્ષ્મ વિચારથી જીવ ઊંડે ઊતરે ત્યારે યથાર્થ શુદ્ધસ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે.જી. પુરુષના આશ્રયે પુરુષાર્થ કરતાં પરમાર્થ દશા પ્રાપ્ત થાય છે એ નિઃશંક વાત છે જી.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
નાસિક રેડ, તા. ૨૧-૨-૩ અનુકૂળતા હોય અને તબિયત ઠીક હોય તે આવવાનું રાખવામાં અડચણ નથી, નહીં તે સત્સંગના ભાવમાં પણ કલ્યાણ છેજ. જે કંઈ પ્રવૃત્તિ કરવી પડે તે આત્મહિત અર્થે જ કરવી ઘટે છે. એ લક્ષ ચુકાય નહીં તે ઘણી જાગૃતિ જીવને રહે નહીં તે અહીં પાસે પડી રહે તે પણ કંઈ હિત ન થાય.
૯૭૦
નાસિક રેડ, તા. ૨૧-૨-૫૩ તત સત્
ફાગણ સુદ ૮, શનિ, ૨૦૦૯ અનન્ય શરણુના આપનાર એવા શ્રી સદગુરુ, પરમ આધારભૂત, સશાંતિદાયક અને નિરંતર સ્મરવા યોગ્ય શ્રીમદ રાજચંદ્ર દેવને અત્યન્ત ભક્તિથી ત્રિકાળ નમસકાર !
“નહીં બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય?” આજે આ૫નું કાર્ડ ખેદજનક પ્રસંગનું મળ્યું. જેણે પુરુષનાં દર્શન કર્યા છે, તેમને બોધ સાંભળ્યો છે, ભક્તિભાવ જાગ્યો છે તેણે સંસારના ખેદકારક પ્રસંગમાં આર્તધ્યાનમાં ચિત્ત જતું રેકી ભક્તિભાવમાં, સવાંચન-વિચારમાં મન પરોવવું ઘટે છેજ. જે બનનાર હતું તે બની ગયું. તે વિષે ગૂરી મરે તોપણ અન્યથા થવાનું નથી એમ વિચારી, જ્ઞાની પુરુષે જે ત્યાગવાની વારંવાર ભલામણ કરે છે એવા સંસારનું અસાર પણું વિચારવું ઘટે છે તથા આપણે માથે પણ મરણ ઝપાટા દઈ રહ્યું છે તેને વારંવાર વિચાર કરતા રહી સમાધિમરણની તૈયારીમાં મારે કાળ મુખ્યપણે ગાળો છે એ નિશ્ચય કરવાથી અને તેને લક્ષ રાખવાથી ખેદ પલટાઈને વૈરાગ્ય ઉદ્ભવશે. સંસારનાં ફળ દુઃખદાયી છે, વિષયભેગ ઝેર જેવાં છે અને દેહ રેગનું ઘર છે એમ ચિંતવી બ્રહ્મચર્ય, સન્શાસ્ત્રનું વાંચન કે શ્રવણ તથા પરભવ સુધારવાનો નિશ્ચય હિતકારી જાણ પરમકૃપાળુદેવનું શરણું દઢપણે ગ્રહી તેમનાં અધ્યાત્મરસ પોષક વચને મુખપાડ કરવાના પુરુષાર્થમાં પ્રવર્તવા ભલામણ છેજ. છપદને પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર તથા પત્રાંક ૬૮૯