________________
૭૭૦
બેધામૃત ખામી છે. પિતાની કલ્પનાઓ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઈક રસ જણાય, પણ સ્વછંદ ષિાય છે અને તે સંસારનું કારણ છે એમ વિચારી જ્ઞાની પુરુષને માર્ગે મનને વાળવું એ જ હિતકારી છે. ન માને તે મનને હઠ કરી ક્રમમાં જોડવું હિતકર છે. રાગદ્વેષથી ક્લેશિત થતાં પરિણામ ઘટે અને જ્ઞાનીને માર્ગ રાગ, દ્વેષ અને અજ્ઞાન ટાળવાનો છે તેની રુચિ દિવસે દિવસે વધે તેમ પિતે જ પિતાની પ્રવૃત્તિ ક્રમે ક્રમે લાવી મૂકવાની છે જી. કેઈનું કહેલું માત્ર દિગ્દર્શન પૂરતું હોય પણ વિગતવાર વર્તન પિતાનું પિતે કરવાનું હોય છે.
“નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” – શ્રી આત્મસિદ્ધિ ઉલ્લાસથી પરમકૃપાળુદેવનું શરણ ગ્રહી દીનભાવ, લઘુતા, સેવાભાવ વધારતા જવું, એ જ હાલ તે કર્તવ્ય છે. મનના તરંગમાં ખોટી થવા ગ્ય નથી. જેને વશ કરવું છે તેને વશ થવાથી કંઈ વળે તેમ નથી, માટે માત્ર રાગ, દ્વેષ, અજ્ઞાન ટાળવાની પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે દરેક કાર્યની પ્રવૃત્તિમાં લક્ષ રહે તેમ જાગ્રત થવું, જાગ્રત રહેવું ઘટે છેજ. કંટાળવાથી કંઈ કામ થતું નથી. પુરુષાર્થ કર્તવ્ય છે.
છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૮૧
પ્ર. વૈશાખ સુદ ૧૨, ૨૦૦૯ પ્રશ્નો – (૧) સ્વર્ગ અને નરક એટલે શું? (૨) હેય તે તે ક્યાં છે? (૩) તેને વિસ્તાર કેટલે? (૪) પુનર્જન્મ અને પૂર્વજન્મ એટલે શું? (૫) સિદ્ધશિલા તે શું છે? (૬) આત્મા છે? (૭) તે અજરઅમર છે? (૮) દેહઅવસાન પછી આત્માની હયાતી જણાતી નથી; તે તે છે અને તે અજરઅમર છે તેમ કેવી રીતે માનવું? (૯) ભક્ત માણસે કેવી રીતે વર્તવું? (૧) આખો દિવસ ભજનભક્તિ અને સ્મરણમાં ગાળ કે સવાર-સાંજ ભજનભક્તિ કરવાં અને બાકીને દિવસ સેવા પ્રવૃત્તિમાં ગાળ? આમાં કયું યોગ્ય છે? (૧૧) જંબુદ્વીપ અને મહાવિદેહ ક્ષેત્ર તેમ જ એવાં બીજો ક્ષેત્ર કયાં આવ્યાં ?
ઉત્તર – શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે તે સ્વાનુભવપૂર્વક કહ્યું છે. બધું છે, પણ વૈરાગ્ય-ઉપશમ સિવાય તે સમજાય તેમ નથી. તેની પાછળ વખત ગાળ જોઈએ. સત્સંગ જોઈએ. પુસ્તક માર્ગદર્શક છે; પણ આડી કલ્પના કરનારને રેકે નહીં. આત્મા અરૂપી પદાર્થ છે; અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. સંકેચ-વિકાસ પામે તેવે તેમાં ગુણ છે. તેથી કર્મને આધીન જેવો દેહ મળે તેમાં તેવડો થઈને રહી શકે છે; સંકેચાઈ શકે છે. દેહ જાડે થાય ત્યારે વિસ્તાર પણ પામે છે. જૈન ધર્મનાં શા વિજ્ઞાનને અનુસરતાં છે. સર્વ શંકાઓનાં સમાધાન તેમાં મળી શકે તેમ છે. પહેલાં આત્મા શું છે, તે પ્રજનભૂત છે. બાકીના પ્રશ્નોને આપોઆપ ઉકેલ આવે તે છે, એક “આત્મસિદ્ધિશાસ્ત્રીને ઊંડો અભ્યાસ થાય તે સર્વ ધર્મના સંશોનું સમાધાન થાય તેમ છે. પ્રથમ તે કોઈ પણ પ્રકારે સદ્દગુરુની શોધ કરવી, પછી શ્રદ્ધા કેળવવી જોઈએ. હું કંઈ નથી જાણતે એમ દઢ કરવું. પોતાની ભૂલથી જ ભૂલ જ્ઞાનીમાં જણાય છે. સ્વચ્છેદ ચિંતન તે પણ અભ્યાસ નથી, પણ જ્ઞાની પુરુષની આજ્ઞાથી અભ્યાસ કર્તવ્ય છે. સર્વ ભવમાં તેની પ્રાપ્તિ હોય છે. મનુષ્યભવમાં વિશેષ ગ્યતા છે, પણ દેવભવમાં પણ