________________
૭૫૪
બધામૃત
અગાસ, તા. ૨૬-૭-૫૨
શ્રાવણ સુદ ૩, શનિ, ૨૦૦૮ આપને પત્ર મળ્યો. વાંચી આપને અશાતા વેદનીય કર્મના ઉદયે અચાનક દુઃખ આવ્યું તે જાણ્યું. તેવા પ્રસંગે આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય એમ મુમુક્ષુ જીવ કાળજી રાખે છે. ધર્મધ્યાન થવાનું સાધન મંત્ર પરમકૃપાળુદેવની પરમકૃપાથી મળે છે તે આત્મા મળ્યો છે એમ જાણી તેને વીલે મૂકવા ગ્ય નથી. એક એક બેલના અવલંબને ઘણા ભદ્રિક જી તરી ગયા છે. તે આપણે પણ તેવી આત્માની દયા લાવી, નહીં જોઈતી પારકી પંચાતમાં નહીં પડતાં આત્માને સંભાળ ઘટે છેજી. જેણે તેમ કર્યું છે તેને મરણ સમયે તે જ મુખ્યપણે આગળ તરી આવે છે એમ આપણે પ્રત્યક્ષ જોયું છે, તે હવે કોઈ કેઈનું નથી, આ જીવ કરશે તે જ તેનું કલ્યાણ થશે એમ વિચારી, તે જ સાધનમાં રાતદિવસ આટલે ભવ રહેવું છે એમ નિશ્ચય કરી, તે પ્રમાણે દઢતાપૂર્વક વર્તવું ઘટે છેજ. ઘણું જ સાંભળ્યું છે, પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું છે, તે હવે દાઝ ઊંડી રાખીને આત્માનું કામ પહેલું, પછી પૈસાટકા કે ખાવાપીવાની તકરારો એમ મનને સમજાવી તેવા વાતાવરણમાંથી નાસી છૂટવા જેવું છેજ. કાળને ભસે નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૯-૮-પર આપને ક્ષમાપનાપત્ર ભક્તિભાવભર્યો આવ્યો તે વાંચી સંતોષ થયો છેજ. જેના હદયમાં ભક્તિનું બીજ હશે તેનાં વચનથી જ બીજાને ભક્તિભાવ પ્રગટશે.
ચાર-પાંચ દિવસની માંદગી ભેગવી પૂ. ગુણચંદ્રજી મહારાજે ભાદરવા સુદ ૭ને રાત્રે ૯ વાગ્યે દેહ છોડ્યો છેજ. અચાનક આમ મરણ આવી પહોંચે છે તે જોઈ વૈરાગ્ય પામી ચેતવા જેવું છેજ. શાંતિપૂર્વક તેમણે આખરની વેદની સહન કરી છે અને પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું કે આશ્રમમાં દેહ છૂટે તેનું સમાધિમરણ થશે તે તેમણે સાબિત કરી બતાવ્યું છે. આખી જિંદગીના ભાવેની રહસ્યભૂત મતિ મરણ વખતે વર્તે છે. તેથી પહેલાં જે જે સારા શ્રદ્ધાના ભાવે કર્યા હોય તે આખરે ઉપર આવી જીવને બચાવી લે છે. આપણે પણ સમાધિમરણ અર્થે પ્રમાદ તજી વિશેષ કાળજી રાખવી ઘટે છે. તે માટે જેટલે શ્રમ વેઠયો હશે તે લેખે આવશે. માટે જગતને રૂડું દેખાડવા કરતાં પિતામાં સહનશીલતા, ક્ષમા, વૈરાગ્ય, ભક્તિ તથા સમાધિભાવ વર્ધમાનતાને પામે તે પુરુષાર્થ આ દેહે કર્તવ્ય છે જ. આવા પ્રસંગે આપણને ચેતવણી આપે છે, જાગૃતિ પ્રેરે છે અને શિથિલતા તજી દઢ આશ્રયભક્તિની વૃદ્ધિ કરી કલ્યાણ તરફ દોરે છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧-૯-૫૨ આ સંસારી બાબતે પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે બન્યું જાય છે. દાંત છે તેને ચાવણું મળી રહે છે. તેની ન જોઈતી ફિકરમાં જીવ બળી રહ્યો છે તેને શાંતિ મળે તેવા સત્સંગની જરૂર છે. આત્મહિતનું કામ ઘણું ભવથી જીવ ધકેલતે આવ્યું છે. આ ભવમાં લાગ આવ્યું છે, તે નહીં સાધી લે તે કયા ભવમાં પછી બની શકશે?