________________
૭૫૨
બેધામૃત “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” પરમકૃપાળુદેવે સત્સાધનરૂપે “વીસ દોહરા”, “ક્ષમાપનાને પાઠ” અને “યમનિયમનું આપણને અવલંબન આપ્યું છે, તેનું સામર્થ્ય આવા અવસરે વિશેષ સમજાય છે અને તે આલંબન દઢ રીતે ગ્રહણ કરી પરમાર્થ પંથ કાપવામાં ત્વરા મળે છે. હું ધારું છું કે તમે જે આ પ્રસંગને લાભ લઈ ભક્તિમાં કાળ ગાળતાં વિશેષ શીખો તે આત્મવીર્યની વિશેષ વૃદ્ધિ કરી આગળ આવી જશે. “નિર્વ જે વસ્ત્ર રામ’ એમ તુલસીદાસ મહાત્માએ ગાયું છે તથા પતિતપાવનના નામથી પ્રખ્યાત છે તેવા સદ્દગુરુનું શરણું “પંગુ ગિરિ ચઢી જાય તેવું બળદાયક છે. નિરાશાને ભજવા ગ્ય તમે નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે.”(૮૧૯) એને વારંવાર વિચાર કરી તેને આશય હદયગત કર્તવ્ય છે.
મુશ્કેલીઓ જ જીવને ઘડે છે. ઘડાની ઉત્પત્તિનું દૃષ્ટાંત તમે સાંભળ્યું હશે. એક નિરાશ થયેલા શિષ્યને ઘડે કહ્યું – “મને મારા સ્થાનમાંથી તીક્ષ્ણ હથિયારથી ઉખેડી, ગધેડે ચઢાવી પ્રારબ્ધ કુંભારને ત્યાં નાખ્યો. તેણે પાણે તથા ગધેડાનાં લીંડાંથી મારી કદર્થના કરી, પગથી ગૂંઘો, હાથથી મસળે, પછી એક પિંડ બનાવી ચાક પર ચઢાવી ભમાવ્ય, અનેક આકારે કરી કરી ભાંગી નાખી અંતે ઘડાના આકારે કરી ચાક ઉપરથી ગળું છેદે તેમ દોરાથી કાપી તડકે મૂક્યો. કંઈક હું ઠર્યો કે પાછા ટપલા મારા ઉપર પડવા મંડયા અને અત્યારનું રૂપ થયું. એટલે મને તાપે સૂકવ્યું. તેથી સંતોષ ન પામતાં વળી અગ્નિના નિભાડામાં મને મૂકી ઘણા દિવસ તાપમાં રાખે. આખરે તેમાંથી કાઢી ટકેરા મારી, સાજો રહ્યો છું એવી પરીક્ષા કરી મને જુદો રાખે અને ગધેડે ચઢાવી બજારમાં આણ્યો. ત્યાંથી આ સંતના હાથમાં આવ્યા ત્યારથી અમૃત (પાણી) ભરી રાખવાનું ભાજન બને છું. તેથી મુશ્કેલીઓથી હે ભાઈ! ગભરાવા જેવું નથી. મુશ્કેલીમાં મારું વૃત્તાંત યાદ કરજે તે તું ઉત્તમ ગતિને યુગ્ય થઈશ.”
૯૩૮
અગાસ, તા. ૧૩-૭-૫૨ તત્ સત્
અષાડ વદ ૭, ૨૦૦૮ આપ આગળ વધવાના પુરુષાર્થમાં છે તથા દોષને દોષ જાણી તે દૂર ન થતાં સુધી ચેન ન પડે તેવી ભાવના લખાયેલી જાણી સંતોષ થયે છેજ. દોષના દૌરમ્ય દુષ્ટપણ)થી નાહિંમત થવા ગ્ય નથી. સતત પુરુષાર્થ એ જ આપણા હાથની વાત અને હથિયાર છે તેને અવસર જઈ વાપરતા રહેવું ઘટે છે. કેઈ વખતે કર્મનું બળ વિશેષ જોવામાં આવે છે, તે કઈ વખત આવરણના મંદ ઉદયે આત્માનું બળ વિશેષ જોવામાં આવે છે. તે જ્યારે આત્મા બળવાન જણાય તે વખતે પુરુષાર્થ ચાલુ રાખ્યું હોય તે તેનું ચમત્કારી ફળ પ્રગટ જોવામાં આવે છે. નિરાશ થનાર તે લાગ ચૂકી જાય છે. કર્મ પ્રત્યે શત્રુભાવ તે ભૂલ નથી એ લક્ષ રાખવા યોગ્ય છે. એ (કર્મ) આપણને પ્રહાર કરવા નથી ચૂકતું તે આપણે પણ લાગ શોધતા રહેવું અને અવસરે એ ફટકો લગાવ કે તે ઊંચું માથું કરી ન શકે. ટૂંકમાં કહેવાનું કે –
"जब जाको जैसो उदय, तब सो हैं तिहि थान। शक्ति मरोडे जीवकी, उदय महा बलवान ।। -बनारसीदास