________________
બેધામૃત
પરમકૃપાળુદેવે કર્યાં છે તે આખા સ્તવનને અર્થ વિચારી, પાંચમા સુમતિનાથના સ્તવનમાં “આતમ અણુ દાવ સુજ્ઞાની' એમ કહ્યું છે એટલે અંતરાત્મા થઈ પરમાત્માના ચિંતવનમાં રહેવા માટે ભગવાનની સાથે લગ્ન કરવાની જરૂર છે. ‘પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સખ આગમ ભેદ સુઉર ખસેં' એવા પરમાત્મા પ્રત્યે પ્રેમ ગમે તેવી વિકટ વાટે પણ કરવા પરમકૃપાળુદેવે પુરુષાર્થ કર્યાં છે. તેને પગલે પગલે આપણાથી બને તેટલું ચિત્ત ખીજેથી ઉઠાવી પ્રભુ પ્રભુ લય લાગી રહે તેમ કતવ્ય છે. હરિ પ્રત્યે એક અખંડ લય લાગે તેને વૈરાગ્ય પરમકૃપાળુદેવે કહ્યો છે. વૃદ્ધમાંથી યુવાન થવાની જરૂર છે. શ્રી આનંદઘનજીના સ્તવનના અર્થ પરમકૃપાળુદેવે કર્યાં છે તે ફરી ફરી વાંચવાથી કપટને અર્થ સમજાવાયેાગ્ય છેજી. પરમાત્માના ચરણમાં ચિત્તનું ચાટવું કઠણ છે અને એ મનનું સમણુ થયું નથી ત્યાં સુધી સાંસારિક ભાવનામાં ચિત્તનું ભટકવું રહે છે તે જ કપટ પરમકૃપાળુદેવે કહ્યું છે તે વિચારવાથી સમજાશેજી. બીજી પંચાત મૂકી આપણાં પરિણામ દિન દિન સુધરતાં જાય, પરમકૃપાળુદેવનું માહાત્મ્ય વિશેષ વિશેષ લાગે તેમ કવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૪૮
૯૨૬ તત્
સત્
આપનું કાર્ડ મળ્યું. ગમે તેવા આહાર ખાનાર સાથે વિશેષ સ`ખ'ધ નહીં રાખવામાં લાભ છે. ઝટ આત્મહિત થાય તેવે રસ્તે હવે વળવું છે. કારણકે ઉંમર થઈ, વાળ ધેાળા થઈ ગયા; તા મરણ કયારે આવી પહોંચશે તેના ભરાંસા નથી. આ દેહ પણ મૂકીને જવાનું છે તે બીજું કોઈ આપણું કયાંથી હાય ? ક્યાંથી થાય ? માટે બધા પ્રકારની માયા મમતા મૂકી, આ આત્મા એકલેા જ આવ્યા છે અને એકલા જ જવાના છે માટે જ્ઞાનીપુરુષની આજ્ઞામાં તેલની ધારની પેઠે એકધારું મન રહ્યા કરે તેમ વેળાસર કરી લેવું ઘટે છેજી. તેમાં વિદ્મ કરનારી ખાખતા જેમ બને તેમ વેળાસર છોડી મરણુ આવ્યા પહેલા સમાધિમરણની તૈયારી કરવા સત્સંગ, સત્પુરુષની આજ્ઞા, ભક્તિ અને મંત્રમાં મન પરોવેલું રાખવાની જરૂર હેજી. કંઈ પુણ્ય જીવનું હજી છે ત્યાં સુધી તેને ફોલી ખાનારા પાછળ ફરશે; પણ પાપના ઉદય આવ્યે, પથારીવશ થયે કોઈ કાઈ ના ભાવ પૂછે તેમ નથી, પોતાનાં કર્યાં. પેાતાને પશ્ચાત્તાપ સહિત ભોગવવાં પડે છે માટે પહેલેથી ચેતી જેટલા ખરાબ સંગ વહેલા છેડાય અને સત્સંગના જોગ મળે તેવી ભાવના અને પુરુષાર્થ કર્યે છૂટકો છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૮-૪–૫ર ચૈત્ર સુદ ૧૨, સામ, ૨૦૦૮
૯૨૭ તત્ સત્
પર પ્રેમ પ્રવાહ મઢે પ્રભુસૈ, સખ આગમભેદ સુઉર ખર્ચે; વહુ કેવલા ખીજ જ્ઞાની કહે, નિજક અનુભવ ખતલાય ક્રિયે.’’ (૨૬૫) વિ. આપનું કાર્ડ વાંચી પ્રમાદ થયેા છે. જગતમાં સાચા ભાવે છૂટવાની ઇચ્છા કરનાર બહુ થાડા છે. જેને એ ઇચ્છા જાગી છે તેને સત્પુરુષના વચનોથી પોષણ મળે છે અને અસત્સ`ગ, અસત્પ્રસંગના ત્યાગથી તથા સત્સંગ, સદ્વિચારના અભ્યાસથી સદ્વિચારણા જાગવાને સંભવ
અગાસ, તા. ૧૨-૫-પર વૈશાખ વદ ૨, રવિ, ૨૦૦૮