________________
૭૪૩
પગસુધા તે પણ ન બને તે જીવને ઘણી વ્યાકુળતા થવી જોઈએ. પાણીમાંથી બહાર કાઢેલી માછલી તડફડે તેમ આત્મહિતના કારણોથી દૂર રહેવાય ત્યાં જીવને મુઝવણ થવી જોઈએ; તે ન થાય તે જીવને કર્મને બે વિશેષ છે એમ સમજવા ગ્ય છે, એટલે માથે ભાર ઘણે છે તે અલ્પ આયુષ્યમાં પતાવી દેવા વિશેષ પુરુષાર્થની જરૂર છે. શિથિલતા કોઈ રીતે હિતકારી નથી. ઈન્દ્રિયના વિષયોમાં રાચવા ગ્ય નથી. આ તે ગાથાને ટૂંકો ભાવાર્થ છે જ. આપ વિશેષ વિચારી આત્મા ઊંચે આવે તેમ વર્તાશજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૧૫
અગાસ, તા. ૪-૧૦-૫૧ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” – શ્રીમદ્ રાજચંદ્ર આપને બીડેલે પત્ર મળે. સમાચાર જાણ્યા. રેલવે આદિમાં મધ્ય રાત્રિ પછી બીજો દિવસ ગણાય છે તેનું દષ્ટાંત આત્માર્થમાં ન લેવું. જેથી વિશેષ લાભ વ્રતમાં થાય તે લક્ષ રાખે. આવેશને વશ ન થવું. તમે બીજે દિવસ પાળી લીધું છે અને પશ્ચાત્તાપયુક્ત ફરી તેમ વર્તન ન કરવા શિખામણ લીધી છે તે પ્રમાણે લક્ષ રાખ એ જ ખરું પ્રાયશ્ચિત્ત છેજી.
તિથિને અર્થે વ્રત, નિયમ પાળવાના નથી પણ આત્માના હિતને અર્થે વવું છે તે ચૂકવું નહીં. લીલેતરીને નિયમ હોય તે તેવાં લીલાં મરચાં ન ખાવાં, તેમાં દયાની લાગણી ઉપરાંત શરીર-સુખાકારીની દષ્ટિએ પણ ઠીક છેછે. માટે તેવું ન વાપરવું હિતકારી છેજી. એકાસણ આદિ જીવને રસ આદિ લુબ્ધતા ઓછી કરવા તથા ધર્મધ્યાન અર્થ વખત વિશેષ મળે તે લક્ષ રાખવા અર્થે છેજ. પૂ...ને પણ જણાવશે કે પ્રતિક્રમણ વગેરે શીખવામાં હરકત નથી, પણ નિત્યનિયમ ત્રણ પાઠ, માળા વગેરે ગણવાને ક્રમ તે ચૂકે નહીં તેમ જણાવશોજી. આંબેલના દિવસમાં વાંચવા વિચારવાનું, ભક્તિભાવ કે મુખપાઠ કરેલ પાઠો વિચારવા ફેરવી જવાનું વિશેષ બને તેમ કર્તવ્ય છે”. રૂઢિમાં તણાવું નહીં પણ પરમકૃપાળુદે વચનેને વિશેષ અભ્યાસ કરવા, સમજવા, દેહાધ્યાસ ઓછો કરવા વ્રત-નિયમ પાળું છું અને સમ્યફદર્શન મને પ્રગટે તેવી ગ્યતા આવે માટે આ બધું કરું છું તે ભૂલશે નહીં. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૮-૧૦–૫૧, ગુરુ “ષષદના પર્ પ્રશ્ન તે, પૂજ્યાં કરી વિચાર;
તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.” –શ્રી આત્મસિદ્િછ વિ. આ૫નું કાર્ડ આજે મળ્યું. તેમાં છપદને પત્ર રેજ બોલવાની તમારી ભાવના છે તે દરરોજ બોલશેજી. ભૂલ પડતી હોય તે શરૂઆતમાં કોઈને તત્ત્વજ્ઞાન આપી તે શરત રાખે અને ભૂલ હોય તે બતાવે તેમ કરશે. બરાબર ભૂલ વગરને પાકો થઈ જાય ત્યારે એકલા બોલવાનું રાખશે તે શુદ્ધ ખેલાશે. જે બેલે તેને વિચાર કરશે. છપદમાં પ્રથમ પદ આત્મા છે, તે વિચારીને હું દેહ નહીં, સ્ત્રી નહીં, જુવાન નહીં, વૃદ્ધ નહીં પણ આત્મા છું એમ દઢ કરવું. બીજું પદ આત્મા નિત્ય છે એ વિચારી હું કદી મરું નહીં, દેહ છૂટી જાય તે પણ હું