________________
પત્રસુધા
૭૧૭ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આ પામર જીવ પ્રત્યે અનેક અગણિત ઉપકાર કર્યા છે. તેમાં મુખ્ય તે પરમકૃપાળુદેવની ભક્તિમાં જોડી આ આત્માને સંસારભાવ ભુલા, રખડતા બચાવ્ય, સાચું શરણું આપ્યું. હવે બેટ્ટો હોય તે, તે ચૂકે. મરણ પર્યત તેણે આપેલ મંત્રનું રટણ, તેમાં જ ભાવ, તેની અપૂર્વ ભાવ-ઉલ્લાસ સહિત આરાધના એ સમાધિમરણનું કારણ તેમણે જણાવેલ છે, તે આપને સહજ જણાવું છું. જગતના સર્વ સંબંધ ઓકી કાઢી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર સ્વામીનું શરણ એ જ એક ઉત્તમ આધાર, બચાવનાર, ઉદ્ધાર કરનાર છેજી. પિતાનાથી બને ત્યાં સુધી મનમાં પણ મંત્રનું રટણ રહ્યા કરે, શરીર અને શરીરના સંબંધીઓના વિક્ષેપ વિસારી મૃત્યુ-મહોત્સવને લાગ ચૂકવા જેવો નથી. “સમાધિસંપાનમાંથી છેવટનું પ્રકરણ સમાધિમરણ વિષેનું વાંચ્યું હોય તે પણ એક વખત કોઈ સંભળાવનાર હોય અને અનુકૂળતા હોય તે સાંભળવા જેવું છેજ. તેટલે વખત ન હોય તે પૃષ્ઠ ૩૫૭ થી જેટલું વંચાય તેટલું સાંભળશે અને તેમાંથી પત્ર નં. ૭૪, ૭૫, ૭૩ સાંભળશે. કંઈ ન બને તે મંત્રમાં વૃત્તિ રોકશો. આવા અવસરે ભક્તિ, બની શકે તે મુમુક્ષુઓનો સંગ બહુ ઉપકારી છેજી. તમે ત્યાં જે હો તે ભક્તિમાં ઘણે કાળ જાય તેમ કરવા ભલામણ છેજી.
૮૬૯
અગાસ, તા. ૨૩-૧૧-૫૦ તત છે. સત્
કાર્તિક સુદ ૧૪, ૨૦૦૭ શરીર તે રોગનું પોટલું જ છે. તે ભક્તિના કામમાં આવે તે અર્થે દવા વગેરે કરવી ઘટે છે પણ કોઈ રીતે દુઃખ સંબંધી ફિકર કરવી ઘટતી નથી. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી” (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન વિચારશોજી. બનનાર તે બની રહ્યું છે તેમાં સમભાવ રહે તે પુરુષાર્થ કર્તવ્ય છે. કેઈને વાંક જે ઘટતે નથી. આપણું કર્મ અનુસાર જે બને છે તે જોયા કરવું. ભક્તિસ્મરણ રાતદિવસ કરવાની ભાવના રાખવી. “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આપણાથી બને તેટલું કરી છૂટવું. ભાવના તે સારી જ રાખવી. સર્વનું ભલું થાઓ એવી ભાવન કરનારનું તે ભલું જ થાય છે.
અગાસ, કાર્તિક સુદ ૧૫, શુક્ર, ૨૦૦૭ આપને પત્ર મળ્યું હતું. કેઈને દોષ આપણા દિલમાં ન વસે, પણ પૂર્વનાં બાંધેલાં તેવા પ્રકારે છૂટે છે. આપણે પણ કર્મ છેડવા જ જીવવું છે, નવાં બાંધવાં નથી એ નિશ્ચય કર્તવ્ય છે.
જગતજીવ હે કર્માધીના, અચરિજ કછુ ન લીના,
આપ સ્વભાવમાં રે, અબધૂ સદા મગન મન રહના.” પરમકૃપાળુદેવની આજ્ઞા ઉલ્લાસથી આરાધવી છે અને યથાશક્તિ આરાધાય તેથી આનંદ માન. મરણમંત્રનું રટણ રહ્યા કરે તેવી ટેવ પાડવાને લક્ષ રાખીને વર્તવું ઘટે છેજ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ