________________
પગસુધા
૭૨૯ સ્વીકારવા વિનંતી છે . આપનો પત્ર આવ્યો તે વાં. પરમાર્થ જિજ્ઞાસા દિવસે દિવસે અસત્સંગ મંદ થતી અટકે અને સત્સંગમાં ફરીથી વસવાની ભાવના બળવાન બને તે અર્થે મહિને બે મહિને મુંબઈની ધમાલથી છૂટી આવી જવાનું રાખો તે બની શકે તેમ છે. ભાડાં ખરચવાથી ખાવાનું ખૂટી પડશે એમ તે તમારે છે નહીં, તે બળ કરીને પણ, સત્સંગને છે. પાણી વિના સુકાઈ જાય છે એમ જાણી, તેની કાળજી રાખશે તેટલી આત્માની સંભાળ લીધી ગણાશે. આપણ બાળ જીવોને માટે તે સત્સંગ જ ઉત્તમ ઔષધિ છે. ગમે તેટલું વાંચીએ, વ્યાખ્યાન સાંભળીએ, તપ કરીએ; પણ સત્સંગના વાતાવરણમાં આત્મદાઝ વધે તેવું બીજે ક્યાંય બનવું મુશ્કેલ છે. હવે પાછળના દિવસો સુધારી સમાધિમરણની તૈયારી કરવી જોઈએ તેને બદલે પૂર્વ ધર્મ આરાધન કર્યું હોય તેને ઊધઈ લાગે અને ખવાઈ જાય તેવું આર્તધ્યાન આદિથી થતું જણાય તે લાગતું ઘર જેમ તજી દઈ બળતામાંથી બહાર નીકળી જઈએ છીએ તેમ બધી તકરારો ખંખેરી નાખી હવે તે બે હાથ જોડી બધાંથી છટી. માત્ર આજીવિકા જેટલું મળે તેથી સંતોષ માને તે જીવનું હિત થાય એમ સમજાય છે. હવે તે સંસાર ઝેર જેવો લાગે તેવા વૈરાગ્યની વૃદ્ધિ કેમ થાય એ જ લક્ષ હાલમાં રાખવા ગ્ય છે. - પૂ. ધર્માત્મા પુનશીભાઈની હયાતીમાં જે ધર્મને આધારે ક્લેશ શમાવેલે, તે હવે નાશવંત વસ્તુઓમાં આત્માને ક્લેશ વિના કંઈ પ્રાપ્ત થતું નથી એ અનુભવ પ્રત્યક્ષ થઈ ચૂકયો છે તે શિખામણથી આત્માને સમજાવી સમાધિમરણની તૈયારી કરવા શૂરવીર બનાવ ઘટે છેજ. જે વસ્તુ અહીં જ પડી રહેશે તે વસ્તુને અર્થે આત્મા શ્લેશિત રહ્યા કરે અને જે ધર્મથી શાંતિ એક વખત અનુભવી છે તેને ધકેલી-ધકેલીને દૂર કરનાર પૂર્વ પ્રારબ્ધ જ નથી પણ પિતાની નિર્બળતા પણ છે એમ સમજી શૂરવીર થવા વિનંતી છેજી. ગમે તેમ થાય તોપણ પરમકૃપાળુદેવનાં વચનામૃત વાંચવા-વિચારવાનો અને કષાયને અંત આણવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. જેટલી આમાં ઢીલ થાય છે તેટલી આત્મહિતમાં હાનિ થાય છે. ૐ શાંતિઃ
૮૯૦.
અગાસ, તા. ૧૨-૫–૫૧ તમે સમ્યદર્શન અને ભેદજ્ઞાનને એકરૂપે જણાવ્યું છે તે એક રીતે ઠીક છે, પરંતુ
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ.” એમાં સદ્ગુરુના ઉપદેશથી તેમણે જણાવ્યું છે તે ઉપયોગસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ વારંવાર વૃત્તિમાં લાવી અભ્યાસ કરે તેનું નામ પણ ભેદજ્ઞાન કહ્યું છે અને તેનું ફળ સમ્યક્ત્વ પણ કહેલું છે. એટલે સમ્યફદર્શનને અર્થે જ્ઞાનીએ કરેલી આજ્ઞા આત્મામાં પરિણામ પામે તે અંતરંગ પુરુષાર્થ તે ભેદજ્ઞાનને અભ્યાસ કહેવાય છે. તેનું ફળ ખાસ જ્ઞાન અને સમ્યક્દર્શન અને સાથે પ્રગટે છે – જેમ બળદને બન્ને શીંગડાં સાથે ફૂટે તેમ. આપે દષ્ટિ ફેરવવાનો ઉપાય પૂછયો છે તે એ જ છે. અતિ તીવ્ર વૈરાગ્ય સહ તે આત્મભાવના કર્તવ્ય છે. કેઈક જીવ કરેડિયા કરી આગળ આવી જાય છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. હવે ઢીલા પડવું નહીં, પણ વૃદ્ધમાંથી યુવાન થવું. શરીરબળની તેમાં જરૂર નથી, ગૂરણાની