________________
૮૮૮
૭૩૪
બેધામૃત આવશે અને નિત્યનિયમના પાઠ બેલીએ છીએ તે તથા છપદના પત્રના પણ તેમાં અર્થ છે તે વાંચવાથી સારી રીતે સમજાશે અને સમજપૂર્વક ગોખાશે તે આનંદ આવશે, બોજારૂપ નહીં લાગે. વખત મળે ત્યારે સમાધિ પાન વાંચવાનું રાખવાથી વૈરાગ્ય વધશે, ધર્મ ગમશે અને આચરણ સુધરશે તથા સમાધિમરણ કરવાની ભાવના જાગશે. ભક્તિમાં કાળ જાય તેટલું જ ખરું જીવવાનું મળ્યું એમ જાણી આનંદમાં રહેવું. બીજું બધું ભૂલી જવાનું છે.
અગાસ, તા. ૨૧-૭-૫૧ તત્ સત્
અષાડ વદ ૩, શનિ, ૨૦૦૭ પરમપુરુષ પરમકૃપાળુ સદ્ગુરુદેવને ક્ષણવાર પણ ન વિસરવા એ જ ખરે પુરુષાર્થ સમજાય છે. તેનું સ્વરૂપ સમજાય તેમ બનવા યેગ્ય છે. પરમ પુરુષની ઓળખાણ થયે તેના વિના એક ક્ષણ પણ જીવવું એ મરણ કરતાં પણ વિશેષ અસહ્ય લાગે એવી દશા આ જીવને માયા મૂંઝવતી નથી, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વિશેષ વિચારવા યોગ્ય છેજ. બધા મળી ભક્તિ કરતા હશો તથા કંઈ કંઈ સદ્વાચન-વિચારનો ક્રમ રાખ્યું હશે. બીજા કોઈ ન હોય તે આપણે પોતે પોતાને જ સંભળાવવાની જરૂર છે. વાંચી શકાય ત્યાં સુધી વાંચવું, વાંચેલું વારંવાર વિચારવું અને તે પરમપુરુષની નિષ્કારણ કરુણાને નિરંતર લક્ષમાં રાખી યેગ્યતા વધાર્યા જવું એ જ કર્તવ્ય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અમાસ
૮૯૯ "दमयंती, सीता सती, द्रौपदी भई दुःखपात्र; तिनके दुःखको तोल कर, तव दुःख है कुन मात्र? सुखके दिन वही जात है, दुःखके दिन वही जात;
गये दिवस सो स्वप्न सम भासत है इहि भात." જેણે સાચા ભાવથી સદ્ગુરુનાં દર્શન કર્યા છે તેને તે જન્મ મરણરૂપ સંસાર ત્રાસરૂપ લાગ્યા વિના રહે નહીં અને દેહ વેદનાની મૂર્તિ સમજાવા યોગ્ય છે. દેહરૂપી કેદખાનામાં કે પાંજરામાં જીવરૂપી પક્ષીને પૂરવાથી તે નિરંતર દુઃખ વેદે છે, પણ મેહને લઈને જીવ દેહરૂપ જ પિતાને માને છે. દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માનવાની આ જીવને ભૂંડી ટેવ પડી છે તે જ્ઞાની પુરુષના ઘણા સમાગમે ટળે છે. જ્ઞાની પુરુષે તે “દુ:ë માં ” દેહદુઃખને કલ્યાણકારી સમજે છે. નીરોગી શરીર હોય તે ઉપવાસાદિ કાયક્લેશનાં સાધનોથી દેહદુઃખ પ્રગટાવી દેહના સામા પડે છે, અને દેહનો સ્વભાવ દુઃખ આપવાને છે એ વાતની વિસ્મૃતિ ન થાય તેમ વર્તે છે. જ્ઞાનીઓ દુઃખને બોલાવીને તેને ભેગવી લઈ મુક્ત થવા મથે છે; તે આપણને સહજે દુઃખ આવી પડ્યું છે તેમાં સમભાવ રાખી, જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી જે ધીરજથી આટલું દુઃખ સહન કરી લઈએ તે ઘણા આકરા તપને લાભ આપણને મળે તેવો અવસર આવ્યો છે. ખેદ, શેક કે ફ્લેશ મનમાં લાવીને વેદીશું તે ફરી અશાતા વેદની આવી કે આથી આકરી બાંધી દુઃખને આમંત્રણ આપવા જેવું થશે. આત્મસિદ્ધિ તમને આવડે છે તેમાંથી ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧ અને ૧૪૨ ગાથાઓનું વારંવાર રટણ કરતાં રહેશે તે