________________
પત્રસુધા
૭૩૫ દુઃખ વેદવામાં ઘણું બળ મળશે, ચિત્ત પુરુષનાં વચનોમાં ગૂંથાયેલું રહેશે અને તેમાં આનંદ આવશે તે પરમ દુર્લભ એવી સતશ્રદ્ધારૂપ આત્મગુણ પ્રગટવાનું નિમિત્ત થશે. માટે મનને ન ગમે તે પણ પરાણે પણ જે બળ કરીને ચિત્તને તે વચનેમાં રોકવામાં, વિચારવામાં, બલવામાં, સાંભળવામાં, ઈચ્છવામાં, ભાવના કરવામાં કાળજી રાખશે તે તે અભ્યાસ પડી જશે અને તે જ સુખરૂપ લાગશે. મહામંત્રરૂપ તે ગાથાઓ છે, શ્રી આત્મસિદ્ધિના સારરૂપ છે, સમાધિમરણ પ્રાપ્ત કરાવે તેવું તેમાં બળ છે, એવું સપુરુષ પાસેથી સાંભળ્યું છે, શ્રધ્યું છે તે જ તમને માત્ર તમારા આત્મહિતને અર્થે જ જણાવું છું. તે હીરાના હાર કરતાં પણ અમૂલ્ય ગણી તેટલી ગાથાઓ કઠે કરી ફેરવતાં રહેવા ભલામણ વારંવાર કરું છું,
અગાસ, તા. ૫-૮-૫૧ તત્ સત્
શ્રાવણ સુદ ૩, રવિ, ૨૦૦૭ સત્સંગની અનુકૂળતા એ મુખ્ય કારણ જાણી ત્યાં રહ્યા હો તે સારું છે. આજીવિકા પૂણિયા શ્રાવકની પેઠે પ્રારબ્ધાનુસાર બની રહેશે, પણ જે ભક્તિભાવની વૃદ્ધિ કરશે તે કમાણી પરભવમાં સાથે આવશે, સમાધિમરણનું કારણ થશે. ચિત્તને સમજાવીને ભટકતું અટકાવશોજી. મનથી ભાવના સારી કરવી, મનમાં હોય તેવું જ વચનમાં આવે તેવી સરળતા રાખવી તથા વચનમાં બોલાય તેવું વર્તન કરવાને યથાશક્તિ પુરુષાર્થ થાય એ સજજનતાનું લક્ષણ છે. તે લક્ષ રાખી વર્તવાનું કરશો તે પહેલાં તમને અસ્થિર ચિત્તવાળા જાણતા હતા તે પણ પિતાને અભિપ્રાય ફેરવી તે હવે મકકમ બને છે એમ માનશે. બીજાના અભિપ્રાય માટે જીવવાનું નથી. પણ બીજાને વિશ્વાસ ન બેસે તેવું આપણું વર્તન હોવું ન ઘટે. વાચન, વિચાર બધાની સાથે કરતા રહેશે અને વખત મળે તો તમારી પાસે નેટો, પુસ્તક હોય તેને પિતાને માટે પણ અભ્યાસ કર્તવ્ય છેજી. શાંતિ ચિત્તની વધે તેમ વિચારણા કર્તવ્ય છે.
અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” “પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હદય ગતશેગ. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ;
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” બધા મળી વિચારોની આપ-લે કરે તેમાં પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની અપૂર્વતા, આ કાળમાં તેમને મહદ્ ઉપકાર અને તેમના શરણથી જીવની જાગૃતિને સંભવ છે આ ભાવ વિશેષ વિચારાય તેમ ભલામણ છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૦-૮-૫૧ તત્ સત્
શ્રાવણ સુદ ૮, શુક્ર, ૨૦૦૭ “દુઃખ દેહગ દરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેંટ– વિમલજિન, દીઠાં લેયણ આજ મારાં સંધ્યાં વાંછિત કાજ વિમલજિન”