________________
૭૪૦
બેધામૃત વૈરાગ્યના કાનમાં પડે તે લાભ થાય. વિશેષ રૂબરૂમાં મળશે ત્યારે પરમકૃપાળુદેવની કૃપા હશે તેમ થઈ રહેશે. હાલ તે શાંતિમાં રહેવા ભલામણ છે.
“ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવ પાર.”—શ્રી યશોવિજયજી
આ બધાને ઉપાય સ્મરણમાં ચિત્તને રાખવું એ છે. તે અર્થે મુખ્ય તે સત્સંગની જરૂર છે. તેના અભાવમાં સન્શાસ્ત્રમાં ચિત્તને જોડેલું રાખવું એ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૦૮
અગાસ, તા. ૭-૯-૫૧ - તમે જણાવ્યા તે નિયમ હિતકારી છે.જી. મુખ્ય તે કષાયની મંદતા અને પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિભાવ એ પાયો છે. યથાશક્તિ સત્સંગ, ભક્તિ આદિ કર્તવ્ય છેજ. ગમે તેટલાં પ્રતિકૂળ પ્રસંગોમાં પણ સહનશીલતા વધતી રહે અને ભક્તિભાવમાં ખામી ન આવે એ લક્ષ સાચવવા ગ્ય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૯૦૯
અગાસ, તા. ૯-૯-૫૧ પતિતપાવન, તરણતારણ, અધમ ઉદ્ધારણ, અનાથના નાથ, પરમશરણુસ્વરૂપ, શુદ્ધ ચેતન્યસ્વામી, પરમકૃપાળુ નાથ દેવાધિદેવ, સકળ જીવના આધાર, દીનાનાથદયાળ, કેવળ કરુણામૂર્તિ, સસ્વરૂપી શ્રીમદ્ રાજચંદ્ર અંતર્યામી દેવને અત્યંત ભક્તિથી સર્વાપણપણે નમસ્કાર હે !
“કાળદોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ;
તાય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” આપને ક્ષમાપનાને પત્ર વિગતવાર લખેલે વાં. ખેદ કર્તવ્ય નથી. જેવાં કર્મ પૂર્વે જેની સાથે જે જે પ્રકારે બાંધ્યાં છે, તે છેડવા માટે આ મનુષ્યભવ મળે છે. પરમકૃપાળુ દેવનું શરણું તથા તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા કોઈ સંતકૃપાથી મળી છે તે આપણાં અહોભાગ્ય છે. તે જગ ન મળે હેત અને આવાં કર્મ કે તેથી આકરાં ઉદયમાં આવ્યાં હોત તે અણુ સમજણમાં જીવે કેટલાં બધાં નવાં કર્મ, વૈર વિરોધ વધારે તેવાં બાંધી દીધાં હોત, પણ આ તે જ્ઞાની પુરુષના ઉપકારને લીધે મન પાછું પડે છે અને આ નથી ગમતાં તેવાં કર્મ ફરી ન બંધાય તેવી ભાવના રહે છે તે પણ મહાપુરુષોની કૃપાદષ્ટિનું ફળ છે. નહીં તે લેકો આપઘાત કરી કેવા કેવા કર્મ ઉપાર્જન કરી અધોગતિમાં જાય છે, તે જોઈ ત્રાસ થાય તેવું છે. આપણે તે આપણું બાંધેલાં બને તેટલી સમતા રાખી ખમી ખૂંદતાં શીખવું છે. અત્યારે ધીરજથી કર્મ વેદવાની ટેવ પાડીશું તો તે મરણ વખતે ગમે તેવી મૂંઝવણમાં પણ કામ લાગશે. માટે નહીં ગભરાતાં, ધીરજ રાખીને હિંમત હાર્યા વિના સમજૂતીથી કામ લેતાં શીખવું. ઉતાવળ કર્યો કંઈ વળે તેવું નથી. આપણું ધાર્યું કંઈ બનતું નથી. પણ સમજણ સત્પરુષને આધારે સવળી રહે તે કર્મ ઓછાં બંધાય અને ઘણાં આકરાં કર્મ થોડી મુદતમાં પતી જાય તેવું છે. માટે કઠણ હૈયું કરી, જાણે કંઈ બન્યું જ નથી એમ સમજી, સ્મરણમાં ચિત્ત વારંવાર લાવવાની ટેવ પાડશે તે મનની શાંતિથી શરીર પણ બગડતું અટકશે, જરૂર જેટલી ઊંઘ પણ આવશે. હાયય કર્યો આપણે દુઃખી થઈએ, બીજાને દુઃખી કરીએ અને નવાં કર્મ બંધાય. માટે ધીરજ, સમતા, સહનશીલતા અને પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી જેમ બની આવે તેમ ભક્તિભાવ કરતાં રહેશે. થોડું લખ્યું ઘણું ગણી પત્ર બહુ વાર વાંચશોજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ