________________
મેધામૃત
૭૩૦
જરૂર છે. સ'સાર ઝેર જેવા લાગે તેવા વૈરાગ્ય અને સદ્ગુરુના આત્માની ચેષ્ટા પ્રત્યે વૃત્તિ નિર'તર વહે તે પુરુષાર્થ, ટૂંકામાં જગતનું વિસ્મરણ અને સત્પુરુષના ચરણમાં વ્રુત્તિની લીનતા ક બ્ય છેજી. અમ'ધદશા તે! તીવ્ર જ્ઞાનદશા પ્રાપ્ત થયે થાય છે; છતાં મેક્ષમાગ માં પ્રવન એ પ્રકારના જીવાનું કહ્યું છે, એક જ્ઞાનીનું અને બીજું તેના આશ્રિતનું. શ્રી સેાભાગ્યભાઈ એ છેલ્લે તાવની માંદગીમાં પણ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધવાને એટલેા બધા પુરુષાર્થ કર્યાં છે કે એ ફૂટ દેહ અને આત્માનું ભાન તેમને છેલ્લે પખવાડિયે થઈ ગયું. એટલે માંદગીમાં પણ પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ વધારી, દેહથી ભિન્ન પાતાનું સ્વરૂપ જ્ઞાનીએ દીઠું છે તેવું જ છે એ વૃત્તિ દૃઢ કરવાની છે. ઘેાડું લખ્યું ઘણું કરી માનજો. સત્સ`ગની ભાવના અને સત્પુરુષાર્થ ચાલુ રહે એવી ભલામણ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૯૧
અગાસ, તા. ૨૨-૫-૫૧ વૈશાખ વદ ૧, મંગળ, ૨૦૦૭
તત્ સત્
વિ. આપના પત્ર મળ્યા. હવે પ્રમાદ તજી વીસરાઈ ગયેલું તાજું કરતાં હશે. તથા જે જે મુખપાઠ કર્યું છે તેના ઊંડા વિચાર થાય અને તે મહાપુરુષાના આશ્રયમાં આપણા ચિત્તની પ્રસન્નતા, રુચિ, ભાવના, નિદિધ્યાસન, વૃત્તિનું વહેવું રહે તેમ ક`ન્ય છેજી. હવે તેા વૃત્તિએ વિરામ પામે, ઇચ્છાએ ન ઊગે અને આનંદના અનુભવ થાય તેમ પરમકૃપાળુદેવને શરણે પુરુષાર્થ કર્તવ્ય છેજી.
પ્રીતિ અનંતી પર થકી, જે તેાડે હા તે જોડે એહુ;
પરમ પુરુષથી રાગતા, એકત્વતા હા દાખી ગુણગેહ. ઋષભ જિષ્ણુ દશું પ્રીતડી'' જગત અને જગતની ગણાતી અનુકૂળતાથી કટાળી યથાપ્રારબ્ધ નિઃસ્પૃહપણે અપરવશપણે પ્રવર્તાય તે જીવ ક ંઈ શાંતિ અનુભવે. મહાપુરુષોના ઉત્તમ વિચારાનું અવલ’બન, પૂ. પ્રભુશ્રીજીના બાધ, બધું આપણે માટે વાંચીએ છીએ, એમ લક્ષ રાખી કાઈ હાય તા મેટેથી વાંચવું, પણ જનરંજનમાં હવે આપણા કાળ ન જાય, સમાધિમરણની તૈયારી માટે જ રાત અને દિવસ જાય એ ભૂલવા ચેાગ્ય નથી. સમાધિશતકના વિશેષ વિશેષ વિચાર રહ્યા કરે તેમ કબ્ય છેજી. આ બધું પરમકૃપાળુદેવનું અંતર ઓળખવા અર્થે કરવાનું છે તે પણ ભૂલવા યેાગ્ય નથી. તે મહાપુરુષના આ ભવના અથાગ પુરુષાની સ્મૃતિ અખંડ રાખવા ચેાગ્ય છેજી. આવું શરણુ મળ્યું અને જો લાભ નહીં લઈએ તે આપણા જેવા અધમ કાણુ કહેવાય ? આવી જોગવાઈ ફરી ફરી મળવી દુલ ભ છે એમ વિચારી આત્માને સતત જાગ્રત રાખતા રહેવાના પુરુષાર્થ કર્તવ્ય છેજી. એક વાર ફરીથી ‘તત્ત્વજ્ઞાન' પણ વાંચી-વિચારી જવા ભલામણુ છેજી. આ સામાન્ય સૂચના લાગશે પણ હવે ઊંડા ઊતરી વિચારશે! તે તે તત્ત્વજ્ઞાન યથાર્થરૂપે પરિણમે તેવી ભાવના પ્રેરી રહેશેજી.
“પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણા સર્વ સ`મત ધર્મ છે.''(૩૭)
તાત્કાલિક ખાખતાનું મહત્ત્વ ન લાગે અને અનંત મહાપુરુષોએ જેને ઉત્તમ માન્યું છે એવું ઉત્તમ પદ આ કલ્પિત વસ્તુઓ આડે ગૌણ ન થઈ જાય તે લક્ષ રાખવા ભલામણ કરી વિરમું છુંજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: