________________
પત્રસુધા
૭ના
અગાસ, તા. ૩૦-૫–૫૧ તત છે સત્
વૈશાખ વદ ૧૦, બુધ, ૨૦૦૭ “કર્મ મેહનીય ભેદ બે, દન ચારિત્ર નામ;
હિણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” –શ્રીમદ્ રાજચંદ્ર તમે પત્રાંક ૪૭ માંથી સાત પ્રકૃતિ વિષે જાણવા ઈળ્યું તેને ઉત્તર નીચે લખ્યા પ્રમાણે વાંચશેજી
દર્શનમોહનીયકર્મ જીવને, જ્ઞાનીએ કેમ કહ્યું છે તેમ, સમજવા દેતું નથી, વિપરીતતા કરાવે છે અને ચારિત્રમેહનીયકર્મ જ્ઞાનીએ જણાવ્યા પ્રમાણે વર્તવા દેતું નથી. દર્શનમેહનીયના ત્રણ ભેદ છેઃ
' (૧) મિથ્યાત્વ મેહનીય એટલે “શરીર તે જ હું એવી અનાદિ ભૂલ ચાલી આવી છે તથા શરીરના દુઃખે દુખી અને શરીરના સુખે સુખી એવી માન્યતા સતદેવ, સદ્ગુરુ, સદ્ધર્મમાં રુચિ ન થવા દે; દેહને લઈને રૂપ, કુળ આદિરૂપ પિતાનું સ્વરૂપ મનાય, પણ જ્ઞાનીએ કહ્યો છે એ અરૂપી આત્મા દેહથી ભિન્ન અને અવિનાશી છે એમ ન મનાય.
(૨) મિશ્રમેહનીય – જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદ્ગુરુ સારા છે અને આપણું કુળગુરુ અજ્ઞાની હોય તે પણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા. તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી પણ સમકિત ન થવા દે તેવી છે. બીજી રીતે પણ તેનું વર્ણન ઉપદેશછાયા(પૃષ્ઠ ૭૦૯)માં છે – “ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજે હવે જોઈએ એવો જે ભાવ તે મિશ્રમેહનીય.”
(૩) સમ્યકૂવમેહનીય – “આત્મા આ હશે?” તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વમેહનીય, આત્મા આ છે એવો નિશ્ચયભાવ તે “સમ્યકત્વ.”
સપુરુષ મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યું જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે” તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભરૂ૫ કષાય છે આમ ઉપદેશછાયામાં પૃષ્ઠ ૭૦૯ ઉપર છે તે વાંચી સમજી લેવા ભલામણ છે.
જેવી પૈસાની, કુટુંબની, દેહની અને પોતે ધારેલી બાબતે સફળ કરવા આવે કાળજી રાખી છે અને રાખે છે, તેવી કાળજી આત્માની, આત્મહિતનાં સાધન માટેની રાખી નથી. તે ભૂલ હવે વારંવાર ન થાય તે અર્થે, “શું કરવા આવે છે? અને શું કરું છું?” તેને વારંવાર વિચાર કર્તવ્ય છે. પ્રમાદ જેવો કેઈ શત્રુ નથી. પ્રમાદ ઓછો કરવાનો નિશ્ચય કરી તેની વારંવાર સ્મૃતિ રાખવાથી પરમાર્થના વિચારને અવકાશ મળે છે, અને પરમાર્થને વિચાર થાય તે પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે. આ લક્ષ રાખવા ભલામણ છેજ. મંદિરમાં કે ઘેર જે વાંચવાનું અને તેમાં, બીજાને વાંચી સંભળાવું છું એ ભાવ ગૌણ રહે અને મારે માટે જ આ કામ કરું છું એની મુખ્યતા થાય તેમ પ્રવર્તાવા કાળજી રાખવા ભલામણ છેજી. સદાચારથી અને સર્વના હિતની ભાવનાથી વર્તતાં અપૂર્વ આનંદ આવશે. સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ