Book Title: Bodhamrut Part 3
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 753
________________ ૭૨૮ બેધામૃત જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તે તે ને તે જ રહે છે, તે પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાને ? વાદવિવાદ કે મતભેદ શાને ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા ગ્ય છે.”(વ્યાખ્યાન સાર – ૨ ઃ ૧૦–૧૮) % શાંતિઃ શાંતિઃ શાંતિ ૮૮૮ પરમકૃપાળુ પરમાત્માને નમસ્કાર કેઈન તરફ દષ્ટિ નહીં કરતાં પિતાના દેષ જેવા અને ટાળવા એ આત્મકલ્યાણને ટૂંકે રસ્તે છે. જ્યાં ત્યાંથી છૂટવું છે. તેને માટે પરમકૃપાળુદેવનાં વચને વાંચવાં, વિચારવાં, મુખપાઠ કરવાં, સમજવાં અને તેમાં જણાવ્યા પ્રમાણે રાગ, દ્વેષ, મેહ, ઈર્ષા, ફિકર, ચિંતા, ઈચ્છા, વાસના તજી પરમકૃપાળુદેવને ક્ષણે ક્ષણે યાદ કરવા. તેની કૃપાથી આત્માનું કલ્યાણ થશે, એ વિશ્વાસ રાખે અને બીજી ઇચ્છાઓ ઊઠવા ન દેવી. ભક્તિ કરીને કશા ફળની ઈચ્છા ન કરવી. સ્વમ જેવા આ સંસારમાં રાજી પણ ન થવું અને ક્રોધ, દ્વેષ, અણગમે, ઉદ્વેગ પણ ન કરે. જે થાય તે જોયા કરવું. છૂટવા માટે જ જીવવું છે. જે આવે તે પ્રત્યે સમભાવ રહે તે પૂર્વનાં કર્મ દેખાવ દઈ ચાલ્યાં જાય, પણ જો ત્યાં ભાવ-અભાવ કરવા જાય તો નવાં કર્મ બંધાય છે. માટે આણે આમ કેમ ન કર્યું એમ ન વિચારવું. જેવાં જેનાં કર્મ છે તે પ્રમાણે તે વર્તે છે. બાવળ ઉપર કાંટા હોય; તે કેરી ક્યાંથી આપે? માટે શૂળ જોઈતી હોય તે બાવળ પાસે જવું અને કેરી જોઈતી હોય તે આંબા પાસે જવું. તેમ સપુરુષ પાસે શાંતિ, સમાધિ, સુખ, આનંદ, મુક્તિ મળે અને સંસારમાં દુઃખ, ક્લેશ, બળતરા, ખેદ, શેક, કંટાળે ભરેલું છે. જે ત્યાં મન રાખીશું તે તેનું ફળ મળશે. આ શિખામણને વિચાર કરી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર છપદને પત્ર, આત્મસિદ્ધિ, વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, અપૂર્વ અવસર લખી જે બોધ દીધું છે તેને પગલે પગલે વર્તવા વૈરાગ્ય, ઉપશમ વધારી ભક્તિ કરીશું તે મિક્ષ મળશે; અને મંત્ર વગેરે ભૂલી જ રોયા કરીશું, સંસારી જેમાં મન રાખીશું તે જન્મમરણ છૂટશે નહીં અને આ ભવમાં જે દુઃખે દેખાય છે તેથી વધારે દુઃખ પરભવમાં ભેગવવાં પડશે. માટે આ આત્માની દયા લાવી તેને હવે ફરી કેઈને પેટે અવતરવું ન પડે એટલા માટે સાચા સપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનું અચૂક શરણું જ મરતા સુધી ગ્રહણ કરું છું; બીજા કોઈમાં મારે મન રાખવું નથી, એવી પ્રતિજ્ઞા પૂર્વક વર્તવું ઘટે છેજી. આટલું બળ કરીને કરશે તે આ ભવ સફળ થશે અને ભવિષ્યમાં સુખી થશે. પારકી આશ સદા નિરાશ, એ વિચારી કેડ બાંધીને પરમકૃપાળુદેવની ભક્તિમાં મંડી પડે, ગાંડા થઈ જાઓ. કંઈ ડહાપણ કરવું નથી. હું કાંઈ જાણું નહીં. જે તેનાં કર્મ હશે તેમ તે પ્રવર્તશે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણે, એમ ગણી મોક્ષની સડક પરમકૃપાળુદેવની ભક્તિ ગણી તેમાં જ તલ્લીન રહેવા ભલામણ છે. ૩% ૮૮૯ અગાસ, તા. ૨૭–૩–૫૧ તીર્થ શિરોમણિ સત્સંગધામ શાંતિસ્થાન શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સતપુરુષના ચરણકમળની નિરંતર સેવાને ઈચ્છક દીન અધમ બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવંદન

Loading...

Page Navigation
1 ... 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824