________________
૭૬
બેધામૃત અનાસક્તિ, અણગમે અને ઉપશમ એટલે કષાયલેશનું મંદ પડવું – આ બે ગુણેની બહુ જ જરૂર છે. તેનું આરાધન વિશેષ વિશેષ થશે તેમ તેમ પુરુષ પ્રત્યે, તેમનાં વચને પ્રત્યે, તેમના ઉપકાર પ્રત્યે અત્યંત અનુરાગ થઈ પોતાના દોષ છેદવાના ઉપાય જીવ હસ્તગત કરશે, તેને ઉચ્છેદી નાખ્યા વિના જંપશે નહીં.
આ ભવમાં પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીને વેગ મહાપુણ્ય બન્યું. તેની વારંવાર સ્મૃતિ આવ્યા કરે, તેના ઉપકારની કથા પ્રસંગે થયા કરે, તેની અમાપ દયા હૃદયમાં તાજી રહે અને તેની આજ્ઞા હવે તે ઉઠાવવી જ છે એમ દઢતા વર્ધમાન થયા કરે તે ગમે તેવાં આકરાં કર્મ પણ ભસતા કૂતરાની પેઠે નુકસાન કર્યા વિના આપોઆપ નાસી જશે. કર્મથી ગભરાવાની જરૂર નથી; કર્મ બાંધનારો જે ફરી ગયે, મોક્ષમાર્ગી થયે, જ્ઞાનીના પક્ષમાં તણાયે તે પછી ગમે તેવા વિકારો જખ મારે છે તેમનું કાંઈ ચાલવાનું નથી. કંઈક મનમાં હજી શત્રુરૂપ વિકારો પ્રત્યે મીઠાશ રાખી હશે તે તે જીવને ભેળવી ભવમાં ભમાવે તેવી તેનામાં શક્તિ છે. પણ જે તેનાથી જીવ ત્રાસ પામી કરગરીને પણ તેથી છૂટાછેડા કરવાના ભાવ સેવ્યા કરશે તે તેનું બળ નહીં ચાલે. બધે આધાર જીવન ભાવ ઉપર છે. હવે તે એક પરમકૃપાળુદેવનું જ શરણ મરણ પર્યત હિતકારી સમજી ઉપાસવું છે. તેમાં વિદ્ધ કરનાર ભાવે ધર્મ ઘાતક જાણી, તે પ્રત્યે કટાક્ષદષ્ટિ રાખી, તેથી કંપતા હૃદયે પ્રવર્તવું પડે તો પણ કેમ છુટાય એ જ લક્ષ હવે તે રાખે છે. જે તેને પોષ્યા કરીશું તે તે આપણે છાલ છોડશે નહીં અને ભવ દુઃખી કરશે એ ત્રાસ નિરંતર વિકારભાવે ભણી રાખ ઘટે છે.
બધાં મળીને કંઈ મેક્ષમાળા કે વચનામૃત વાંચવાને નિયમિત વખત રાખે તે હિતકારી છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૬૭
અગાસ, તા. ૧૨-૧૦-૫૦ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના જન્મદિનનો ઉત્સવ આસો વદ ૧ છે તે દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને અવતાર છે. તે મહોત્સવ દિવસ પહેલાં શરીર અનુકૂળ થયે આવી જશે, તે તે તિથિનો મોટો લાભ લઈ શકાશે. ન આવી શકાય તેવી તબિયત હોય તે ત્યાં પણ તે દિવસ ઊજવવા ભલામણ છે. અમેરિકા પત્ર લખો તે ત્યાં પણ તે દિવસે આશ્રમની પેઠે ભક્તિ કરવા સૂચના જણાવશેજ. મનુષ્યભવ છે ત્યાં સુધી ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીના ઉપકાર સંભારી તેમની જણાવેલી આજ્ઞાનું બહુમાન કરી સમાધિમરણની તૈયારી કરતા રહેવા વારંવાર ભલામણ છે. વેદના શરીરમાં થાય છે. આત્મા તે પરમકૃપાળુદેવે દીઠો છે તે પરમાનંદરૂપ, અનંત સુખનું ધામ છે, તે જ મારે માન્ય છે. આ કર્મકલંકમાં હવે ચિત્ત રાખવું નથી. જ્ઞાનીએ માનેલું જ માનવું છે ને આરાધવું છે, તે યાદ રહેવા મંત્રનું રટણ કર્યા કરશોજી.
૮૬૮
અગાસ, તા. ૧૮-૧૦-૨૦ કણ ઉતારે પાર પ્રભુ બિન કોણ ઉતારે પાર? ભદધિ અગમ અપાર, પ્રભુ બિના કેણ ઉતારે પાર ? કૃપા તિહારીતે હમ પાયે, નામમંત્ર આધાર-પ્રભુ નીકે તુમ ઉપદેશ દિયે હૈ, સબ સારનકે સારપ્રભુ”