________________
૭૧૪
બેધામૃત થાઓ તે સમૂહમાં પણ ચર્ચવા યોગ્ય છેજી. પૈસા માટે જગતના જીવે જીવે છે, તેવું મુમુક્ષુનું જીવન ન થઈ જાય તે અર્થે અલ્પ વિચાર લખે છે, તે લક્ષમાં લેશે. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”(૧૫)
અગાસ, તા. ૨૨-૯-૫૦ તત 8 સત્
ભાદરવા સુદ ૧૧, શુક, ૨૦૦૬ "चित्तेन दुष्टो वचसाऽपि दुष्टः कायेन दुष्टः क्रियया च दुष्टः। ज्ञानेन दुष्टो भजनेन दुष्टो ममापराधः कतिधा विचार्यः ?"
જ્ઞાન વૈરાગ્ય વધારજે, ભજ પરમકૃપાળ;
મન ઈન્દ્રિય વશ રાખજે, તને ક્રોધ વિકરાળ. આપને પત્ર પ્રાપ્ત થયે. વિગત જાણી. આ સંસારમાં જેટલું વ્યવસાય પોતાને અર્થ, માનાદિ કે પોતાના કરવા અર્થે કરવાને ઓછો થાય તેમ કર્તવ્ય છે. તેમ છતાં વેશને લઈને આવી પડે તે નછૂટકે પતાવવું પડે તેમાં રસ લઈને કરવા ગ્ય નથી. આત્મવિચારમાં એ બધાં કામ વિઘરૂપ ગણીને પતાવવાં ઘટે. ચેમાસું પૂર્ણ થયા પછી તે વિશેષ સ્થિરતા જ્યાં ન હોય ત્યાં તે નિવૃત્તિને વખત મળવા સંભવ છે. જ્યાં બહુ ઓળખતા ન હોય તેવાં સ્થળમાં વિહાર થાય તે નિવૃત્તિ વિશેષ મળે; પણ તમને આંખની અડચણ છે એટલે જેમ પ્રારબ્ધ રાખે તેમ રહેવાનું રહ્યું. જે ઉદય આવે તે નિર્ભયપણે સહનશીલતા વધારતાં વેઠી લે. પરિણામ તરફ વિશેષ લક્ષ રહ્યા કરે તેવી ટેવ પાડવાની જરૂર છે જ. આપ તે ઘણું વર્ષ સાધુપણામાં રહ્યાં છે તે અમને તે વિષયમાં દોરી શકે તેવાં છે, પણ સ્મૃતિમાં આવ્યું તે લખ્યું છે. કંઈ અગ્ય લખાયું હોય તેની ફરી ક્ષમા ઈરછી પત્ર પૂર્ણ કરું છું.
પરમકૃપાળુદેવ સિવાય બીજી વાતમાં વૃત્તિ જતી રોકવી ઘટે છે. જગતમાં અનેક પ્રકારો જેવાય, સંભળાય, જણાય તે પ્રત્યે ઉપેક્ષા રાખી વર્યા વગર છૂટકે નથી. બને તેટલું જગત સંબંધી ભૂલી જઈશું તે જ પરમાર્થની તાલાવેલી જાગશે અને નજીવી વસ્તુઓ સંબંધી ચિત્તમાં વિચાર આવ્યા કરશે ત્યાં સુધી અગત્યના અલૌકિક વિચારોને સ્થાન નહીં મળે. તેવા વિચારો ઊગશે પણ નહીં કે ટકી પણ નહીં શકે. માટે નિરંતર ઉદાસીનતાને કમ સેવવાની પ્રથમ ભલામણ કૃપાળુદેવે કરી છે તે બહુ અગત્યની છે.જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૩-૧૦-૫૦ તત્ સત્
ભાદરવા વદ ૭, મંગળ, ૨૦૦૬ “રાજ પરમપદ હૃદય ધર, જગબંધન છૅવ છેડ; ચંચળ સૌ પર્યાય તજ, દ્રવ્યદષ્ટિ મન જોડ. પરમકૃપાળુની કૃપા-દષ્ટિ યાચું આજ;
ભવસાગર તરવા ગ્રહ્યું, ગુરુરાજરૂપ જહાજ.” ૫...........ના કહેવાથી જાણ્યું કે સદ્દગતને હાર્ટ ફેલ થવાથી દેહ અચાનક છૂટી ગયે છે. પર્યુષણ પર્વ ઉપર તે આવ્યા હતા. જે ભાવે, ભક્તિ આદિ કરી ગયા તે સાથે ગયું. આવું અચાનક મરણ સાંભળી સર્વને વૈરાગ્ય અને ખેદનું કારણ થયું છે. પણ જ્યાં આપણે