________________
૭૧૨
બોધામૃત
અગાસ, તા. ૨૦-૯-૧૦ ત સત
ભાદરવા સુદ ૯, બુધ, ૨૦૦૬ તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા ટળશે ભવફેરી;
ધરી ચારિત્ર સદા શિલ પાળે, શિવસુંદરી-સુખ તે તું ભાળે. (વૈરાગ્યમણિમાળા) રોદણાં રડવાથી કે માત્ર દોષ જોઈને અટકી રહેવાથી આગળ વધાતું નથી. પિતાના દોષ દેખાય છે તે મુમુક્ષતાની નિશાની છે. તેથી છૂટવાની ભાવના તે માર્ગમાં આગળ વધારનાર છે. સાચી મુમુક્ષુતા આવ્યું જીવને સંસાર ત્રાસદાયક કેદખાના જેવું લાગે, શરીર મળમૂત્રની ખાણ લાગે. આત્માને આવા ગંદા સ્થાનમાં રહેવું પડે છે, તેની સંભાળ રાખવી પડે છે અને તેના ઉપર મેહ થતાં કર્મ બાંધી નરકાદિ ગતિનાં તીવ્ર દુખે ઊભાં થાય તેવી અંતર પરિસુતિ થઈ જતી હોય તે ખ્યાલમાં આવતાં જીવને કંપારી છૂટે એટલું કમળ અંતઃકરણ થયે જ્ઞાની પુરુષની દશા સમજી તેના બેધને હૃદયમાં ધારણ કરવા યોગ્ય જીવ થાય છે . તેવી દશા ન આવે ત્યાં સુધી “અધમાધમ અધિક પતિત સકલ જગતમાં હું ય” છું એવું રટણ કર્યા કરવા ગ્ય છેજી. જ્ઞાનીપુરુષને “સકલ જગત તે એઠવત્” સમજાય છે. તે જ એંઠવાડે એકઠો કરનાર વાઘરી જે હું આ શું કરી રહ્યો છું? આવી ને આવી દશામાં મારું આયુષ્ય પૂરું થશે તે મારી શી વલે થશે ? એ ભય નિરંતર હૃદયમાં ખટક્યા કરે તે વિચારણા જીવને વૈરાગ્ય પ્રેરી આજ્ઞાને ઉરમાં અચળ કરે છે.
તમે બન્નેની માગણી અશુભ ભાવે દૂર કરવાની ઘણા વખત થયાં છે. પણ કાગળ લખતી વખતે ભાવ થાય છે તે ટકાવી રાખતા નથી. નિમિત્તાધીન વૃત્તિ ફરી જાય છે, તે વારંવાર જાણ્યા છતાં નિમિત્ત પ્રત્યે ઝેર વર્ષતું નથી, તે તે નિમિત્તાથી દૂર થઈ આંખમાં આંસુ સહિત પરમકૃપાળુની કૃપા અર્થે ગૂરતા નથી તથા પાંચ ઇદ્રિના વિષયે ઘટાડતા નથી, જીભને જીતવાને પુરુષાર્થ કરતા નથી. પાડાની પેઠે શરીરને પિષવાથી તેમાં ગોથાં ખાવાં પડશે. તનને તપથી કૃશ કરી, રસસ્વાદથી તેને છોડાવી, જરૂર જેટલું દિવસમાં એકાદ વખત આહાર આપી, જેટલું તેને આપીએ તેથી વધારે પરમાર્થનું કામ રાતે ને દિવસે તેની પાસે કરાવવું છે એવો લક્ષ રાખી તે પ્રમાણે નહીં વર્તે ત્યાં સુધી માત્ર વાણીથી યાચના કર્યું કંઈ વળે તેમ નથી. માટે આ કાગળ મળે ત્યારથી કંઈક સંયમ તરફ વિશેષ વલણ થાય અને શું કરવા ધાર્યું છે અથવા કેટલું બની શકે છે તે જણાવતા રહેવા ભલામણ છે.જી. હવે તે ઘણી થઈ જીભે કે કલમે બોલી કે લખીને અટકી રહેવું નથી. કરી બતાવવું છે. અને તે પુરુષાર્થમાં કંઈ દોરવણીની જરૂર પડે તે લખશે. માત્ર માગણીથી કંઈ વળે તેમ નથી. આ વખતે કડક શબ્દોમાં લખાયું છે તે કંઈ પરમાર્થ લખાયું છે એમ ગણી દિલ દુભાયું હોય તેની ક્ષમા ઈચ્છું છું અને શું શું તે દિશામાં પગલાં ભર્યા તે જાણવા ઇંતેજાર છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૬૨
અગાસ, તા. ૨૨-૯-૫૦ પરમકૃપાળુદેવનાં વચનામૃત તથા ત્યાગ વૈરાગ્ય ભક્તિભાવને પિષે તેવા વચનો વાંચવા વિચારવા ભલામણ છે. જ્યાં સુધી વૃદ્ધાવસ્થાની પીડા વધી નથી, રેગથી જીવ ઘેરાયે નથી,