________________
પગસુધા
૭૨૩
સમજુ છે. ખેદ કર્તવ્ય નથી, પણ લક્ષ ચુકાય તે જીવ ક્યાં ક્યાં જતું રહે અને વાતડાહ્યો થાય એવે છે, તે ન થવા અર્થે આત્માર્થની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી. સમાધિમરણની ભાવના રોજ કર્તવ્ય છે. સમાધિ-સે પાનમાંથી તે વિષે વાંચ્યું હોય તે પણ ફરી ફરી વાંચવા ગ્ય છે”. “ભગવતી આરાધના” ગ્રંથ વિષે પરમકૃપાળુદેવે ભલામણ કરેલ છે તેને સ્વાધ્યાય બને તે કર્તવ્ય છે. એ જ. “કોઈ પણ કારણે આ સંસારમાં ફ્લેશિત થવા ગ્ય નથી.”(૪૬)
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૮૧
અગાસ, તા. ૨૪-૧-૫૧ તત્ સત્
પષ વદ ૧, બુધ; ૨૦૦૭ “ના જ છત્રપતિ, હાથિન અસવારો
___ मरना सबको एक दिन, अपनी अपनी वार ।। -भूधर कवि દિલગીરી ભરેલે પ્રસંગ બન્યા છે. પરંતુ પરમકૃપાળુદેવનું શરણ જેણે ગ્રહણ કર્યું છે, જેને પરમકૃપાળુદેવ ઉપર પ્રીતિ, પ્રતીતિ અને ભક્તિ જાગી છે તેને આવા પ્રસંગે ધીરજ વિશેષ રહે છે. જે દુઃખ આવી પડે તે ધીરજથી, બને તેટલા સમભાવથી સહન કરવાથી જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મ બંધાતાં અટકે છે. દિવસ પછી રાત આવે છે ત્યારે અણસમજુ જને અકળાય છે, પણ રાતની રાત હમેશાં રહેતી નથી. તેમ સુખના દહાડા બદલાતાં દુઃખના દહાડા જેવાના આવે છે, પણ હંમેશાં દુખ પણ ટકતું નથી. સુખમાં પણ ભક્તિ કરવી ઘટે છે અને દુઃખમાં તે વિશેષ વિશેષ ભાવથી ભક્તિ કરવી ઘટે છે. જીવ સુખના સમયમાં ભગવાનને ભૂલી જાય છે, તે વિચારતાં દુઃખના પ્રસંગે ભગવાનની ભક્તિ કરવા પ્રેરનાર ગણાય છે. ઘણા ભક્તોએ ભગવાન પાસે દુઃખ જ માગ્યું છે. આ અત્યારે તમને સમજાશે નહીં, પણ થોડાં વર્ષ પછી લાગશે કે પરમકૃપાળુદેવે નીચે પ્રમાણે લખ્યું છે તે સાચું છે – “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે ગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પિોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧)
અત્યારે તે સ્મરણમાં, વાચનમાં, ભક્તિમાં બને તેટલે વખત ગાળવાનું કરશે. તમે બધા સમજુ છે. રેવાકકળવાથી મરી ગયેલ પાછું આવે નહીં અને રોનારને કર્મ બંધાય. મરી ગયેલાને કઈ રીતે તે મદદ કરે એમ નથી; તે રોવું, શેક કરે, પાછળની વાત સંભારવી એ માત્ર જીવને દુઃખી કરવાનું કામ છે, માટે શોકને સંભાર નહીં. જે થાય તે સહન કરવું એ જ ધર્મ છે.
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ;
ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આ કડી વારંવાર વિચારી ગમે તેવાં દુઃખ આવી પડે, પણ આત્માર્થી જીવે આત્માર્થ ચૂકે નહીં. મનુષ્યભવથી મેક્ષ જેવી ઉત્તમ કમાણી થઈ શકે છે. મનુષ્યભવ સફળ કરવા હવે પરમકૃપાળુદેવને શરણે આટલે ભવ ભક્તિમાં ગાળો છે એવો નિશ્ચય કરશે તે તમારું તથા તમારા સમાગમમાં આવતા જેનું કલ્યાણ થાય તેવું તમારું જીવન થવા સંભવ છે, માટે “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા ગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ