________________
૭૦૮
બેધામૃત ક્રોધ હણે ઉપશમ વડે, હણો વિનયથી માન,
માયા આર્જવથી હણો, તૃપ્તિથી લેભ-હાણ. (વૈર . ૮) મરણ વિષે આપે લખ્યું તે વાંચ્યું. આપે પૂછ્યું કે તે સ્વરૂપ-ચિંતવન ગણાય? તેને ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી ગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તે
જીવ જરૂર છૂટે ને પુણ્યબંધ કરે; પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને સ્વરૂપચિંતવનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા જ્ઞાનીએ જાણેલે તેમાં જણાવ્યો છે તે જ મારે માન્ય છે, તે તે સમાધિમરણ છે. મંત્રમાં તે ચૌદ પૂર્વને સાર છે; આત્મા ભરી આપ્યા છે. તેનું અવલંબન પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણપર્યંત ટકાવી રાખવાનું છેજ. સમજી ગયો એમ કરી વાળવા જેવું નથી.
બીજું પ્રતિમા વિષે પૂછ્યું તે વિષે જણાવવાનું કે પ્રતિમા તે પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષાકારે છે કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હે પણ કેવળજ્ઞાનરૂપ નેત્રવાળા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની, મારા મતની પ્રતિમા અને બીજાના મતની પ્રતિમા માની, વિક્ષેપ કરે તે નરદમ મૂર્ખતા છે”. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે; તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે એ આશ્ચર્ય છે! કોઈ પહેલાં અહીં આવેલે તેણે મને પૂછેલું કે ખાનગી તમને આટલું પૂછવું છે કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે વ્યમિથ્યાત્વ ખરું કે નહીં? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાને છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભારો તે જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળજ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તે કલ્યાણ છે. નહીં તે ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. મતમતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. પરમકૃપાળુદેવે તે મતમતાંતરનાં પુસ્તક પણ હાથમાં લેવાની ના પાડી છે. જેથી મતમતાંતર મટી સત્ય ભણી વૃત્તિ જાય તે જ કર્તવ્ય છેજ. નવા મુસલમાન અટલ પિકારતાં શ્વાસ પણ ન ઘૂટે એમ કહેવાય છે, તેમ નવા દિગબરો નાની નાની વાતમાં મિથ્યાત્વ જેનારા થઈ જાય છે. મિથ્યાત્વ પોતાનામાં જઈ દૂર કરશે તેનું કલ્યાણ થશે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૫૪
અગાસ, તા. ૨૯-૮-૫૦ તત્ સત્
શ્રાવણ વદ ૨, મંગળ, ૨૦૦૬ દેહરા સહનશીલ, વશી, વિદ્વાન, અમમ, અકિંચન વીર;
સકળ કર્મઘન ખસી જતાં, શશ સમ શોભે ધીર. ૬૪ પ્રેમ રમ્ય શબ્દાદિમાં, કરો ન, જાણ અનિત્ય; પુદ્ગલ પલટાતાં બધાં, રમ્ય રહે નહિ. નિત્ય. ૧૯ સ્ત્રી-સંસર્ગ, તન-ભા, પ્રણીત રસ આહાર; આત્મહિતેચ્છક જીવને, ઘાતક ઝેર વિચાર. ૫૭
(દશવૈકાલિક સત્રઃ ૮મું અધ્યયન)