________________
૭૦૪
બેધામૃત
८४८
અગાસ, તા. ૮-૮-૫૦ તત્ સત્ દ્વિતીય અષાડ વદ ૧૦, મંગળ, ૨૦૦૬ વિ આપને પત્ર મળે. તે વાંચી “મોક્ષમાળા'માં પાઠ ૨૪ સત્સંગ વિષે છે તે યાદ આવ્યું. તેમાં કુસંગથી બચવા તથા કુસંગને ત્યાગ કરવો ઘટે છે એમ કહ્યું છે તે યથાર્થ છે. જ્યાં સુધી પિતાને યથાર્થ વિચાર કરવાની દિશા ન પ્રગટે ત્યાં સુધી ઘણે વખત સત્સંગમાં ગાળવાને મળે તો મારાં અહોભાગ્ય એમ માની સત્સંગ વારંવાર સેવવા યોગ્ય છે. તેવી જોગવાઈ ન હોય તે સત્સંગે સાંભળેલે બેધ કે જ્ઞાની પુરુષનાં વચને સત્સંગે આજ્ઞા લઈ તેમાં કાળ ગાળ ઘટે છે, અને સત્સંગની વારંવાર ભાવના રાખવી ઘટે છે. તેમ શરૂઆતમાં ન થાય તે તમે પત્રમાં જણાવે છે તેવા ભાવ થઈ જાય કે ચેડામાં મેક્ષ મળે તે સહેલે રસ્તે કાં ન લે? કઈ હીરે ખરીદવા બજારમાં ગયે હોય, ઝવેરીની દુકાને તેની હજાર રૂપિયાની કિંમત સાંભળી તે ખરીદવાના ભાવ પણ થયા. પણ પૈસા લેવા ઘરે ગયે. ત્યાં રસ્તામાં કેઈ બનાવટી હીરા–નકલી હીરા વેચનારે હીરે બતાવ્યું અને પચીસ રૂપિયામાં, પહેલાં ખરીદ હતે તેવડ હીરે તેને આપવા કહ્યું. તે લેભાયે તેથી ફરી મળે કે ન મળે એમ ધારી પચીસ રૂપિયે ખરીદી બીજા રૂપિયા લઈ ઝવેરીને ત્યાંથી પહેલાં દીઠેલે હીરો લેવા ગયે, પણ રસ્તામાં ખરીદેલે હીરે ઝવેરીને બતાવ્યું. ઝવેરીએ બીજા ઝવેરીને ત્યાં તેને કિંમત કરવા મોકલ્યા તે બીજા ઝવેરીએ તે પાંચ પૈસાને કહ્યો, અને પેલા ઝવેરીનું નંગ બતાવ્યું તે તેની હજાર રૂપિયા કિંમત કહી, ત્યારે તેને ખબર પડી કે પચીસ રૂપિયામાં હીરે મળે છે તે કાચ હતું, હીરો માત્ર કહેવા પૂરતું હતું. તેમ બીજા ધર્મમાં મોક્ષ મળે અને ઝટ મળે એમ કહેવાય છે તે નકલી હીરા જેવું છે. તેમાં ચિત્ત દેવા જેવું નથી. જ્ઞાની પુરુષ જ મોક્ષનું સ્વરૂપ સમજે છે. જેટલાં પુસ્તકે છે તે બધાં જ્ઞાનીનાં લખાયેલાં છે એમ પણ ન સમજવું. માટે કઈ પુસ્તક વાંચવા વિચાર થાય તે સત્સંગે બતાવી, પૂછી વાંચ્યું હોય તે આપણને નુકસાન ન થાય, નહીં તે મગને બદલે મરી ચવાઈ જાય તે મોટું તીખું થાય અને ગળી જાય તે શરીરે નકામી ગરમી થાય.
બીજું શ્રીકૃષ્ણ જે ભાગવતમાં વર્ણવ્યા છે તે પરમાત્મારૂપ છે. તે મોક્ષે જાય કે કર્મથી ન બંધાય તેવા વર્ણવેલા છે. અને જૈન ગ્રંથમાં જે શ્રીકૃષ્ણનું વર્ણન છે તે ત્રણ ખંડના રાજાનું છે, અનેક યુદ્ધો કરનારનું તથા મેજશખમાં ઠેઠ સુધી ગળા સુધી ભરાઈ રહેલાનું વર્ણન છે. તેથી જેવા કર્મ બાંધ્યાં તેવાં ભેગવવા પડે, એવું જીવનચરિત્રો ઉપરથી શીખવાનું છે. કૃષ્ણ નામે અનેક રાજાઓ થઈ ગયા છે તે તેમની ગતિ સંબંધી બહુ ચર્ચામાં ન ઊતરવું. આપણે શું કરીએ તે મેક્ષ થાય તે જ લક્ષ રાખી વર્તવું ઘટે છેજી.
બાપદાદાએ કૂવે કરાવ્યું હોય અને તેમાં પાણી પણ ન હોય તે તે કૂવે જ કેસ જોડ્યા કરવા, કે પંપ થયો હોય ત્યાંથી પાણી લાવી ખેતી સુધારવી, તે વિચારી જે તે શામાં હિત છે તે સહેજ સમજાશે. બાપદાદા કરતાં વધારે પૈસા કમાઈ એ તે પાપ લાગે? બાપદાદાને ધંધે છોડી વેપાર કરીએ તે પાપ લાગે? આ વિચારો મૂકી ધર્મની જ બાબતમાં,