________________
પત્રસુધા
૭૦૫
જ્યાં વિચારપૂર્વક વર્તવું ઘટે તેને બદલે ગમે તે બાપદાદાને જ ધર્મ આ મીંચી પાળ એમ હોઈ શકે?
ગુરુ તે આત્મા છે. તેને દેહ કે અમુક જ્ઞાતિના માનવા તે જ પાપ છે. ગુરુમાં પરમાત્મબુદ્ધિ. ઈશ્વરતુલ્ય ન મનાય તે ધર્મ ન પમાય એમ જ્ઞાનીઓ કહે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
તા. ક–પત્રના સિરનામામાં “ગુરુ મહારાજ” લખો છે તેમ ન લખવું. શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ માની પૂજવા. બ્ર. ગોવર્ધનદાસ એટલું બસ છે.
८४५
અગાસ, તા. ૯-૮-૫૦ તત * સત દ્વિતીય અષાડ વદ ૧૧, બુધ, ૨૦૦૬ "अब हम अमर भये न मरेंगे सो हम काल हरेंगे" - श्री आनंदघनजी વિ. આપના ત્રણ કાર્ડ સાથે મળ્યાં છેજ. વાંચી પરમ સંતોષ થયો છે. પરમકૃપાળુદેવની એવી દઢ ભક્તિ જેના હૃદયમાં છે તેને કાળ પણ ડરાવી શકે તેમ નથી તે માણસનું શું ગજું? આપની વૃત્તિ ક્યાંક બીજું જોવામાં ખેંચાય છે તે પણ પાછી વાળી “માત્ર મોક્ષ અભિલાષ” અને તેને પિષનાર પરમગુરુની આજ્ઞા એ જ હવે તે લક્ષ રાખી જીવવું છે. ઘણા કાળથી લૂંટાયા, ઘણું જોયું, ઘણી પરની વાત કરી; હવે પરમકૃપાળુદેવ સાથે જ રઢ લગાડવી છે. તેથી બીજું કંઈ દેખાય, સંભળાય કે બેટી કરે તે પ્રત્યે ઉદાસીન થવું અને સ્મરણને લક્ષ ચૂકવો નહીં. આમ કર્યા વિના ધારીએ છીએ તે સમાધિમરણની તૈયારી ન થાય.
એક મુનિના પત્રમાં, જડ કે આ શરીર આત્માને શિખામણ આપે છે તે વિષે, મનરંજક થોડાં વાકયો છે તે લખું છું – “શરીર કહે છે: હે ચૈતન્ય પ્રભુ! આપ આપને નિત્યસ્વાદિ ધર્મ મારામાં સ્થાપવા મથે છે તેથી તમને ધન્ય છે. આપ મોટા પુરુષ છે તેથી આપના નિત્યત્વ ધર્મનું દાન કરવા ઈચ્છે છે પણ મારે અનિત્ય સ્વભાવ છોડી આપનું દાન મારાથી સ્વીકારી શકાય તેમ નથી. આપ મને આપના જેવું બનાવવા, પિતાને ભૂલીને, પિતાની સેવા ન કરતાં મારી જ સેવા કેટલાય ભાવથી કર્યા કરે છે તે પણ તેમાં સફળતા મળી નહીં. પરિણામે આપને મારા નિમિત્તે ઘેર દુઃખ જ ભેગવવાં પડ્યાં છે તે જોઈને મને આપની એ નિષ્ફળ સેવાથી મુક્ત રાખવા અતિશય કરુણ ઉદ્દભવે છે. તેથી હું આપને હાથ જોડીને વનવું છું કે હે પ્રભુ! હું મારું સંભાળી લઈશ. આપ આપનું સંભાળે. આપ વડે આપની સેવા થવાથી, મારી સંભાળના દુઃખથી તમે મુક્ત થશે, તેથી મને પણ શાંતિ મળશે.”
આટઆટલું શરીર કહે છે તે જોઈએ તે ખરા! ઘેડો વખત એના કહ્યા અનુસાર ચાલીએ તે શું પરિણામ આવે છે?
છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” – શ્રીમદ્ રાજચંદ્ર
45