________________
પત્રસુધા
૭૦૩ પણ તત્ત્વજ્ઞાન વાંચવું હોય કે વચનામૃત વાંચવાની તેની ઈરછા થાય તે તમે જે વખતે વાંચતા હો ત્યારે તે આવે એમ જણાવવું એટલે તમને પણ સમાગમને જોગ રહે અને તેને પણ એકલા વાંચીને “વાંચી ગયે' એમ ન થાય, તથા પુરુષ પ્રત્યે કંઈ પૂજ્યબુદ્ધિ તમારે ગે તેને થાય. સમાગમમાં પણ પિતે લઘુત્વભાવ રાખી જ્ઞાની પુરુષનાં વચને સમજાય એ સત્સંગન ગ નથી તે અહીં આપણે જેમ તેમ વિચારીએ છીએ, પણ આશ્રમ જેવા સ્થળમાં
જ્યાં મુમુક્ષુઓ તેની વિચારણા કરે છે ત્યાં આપણે જવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તે વિશેષ સમજાય તથા જ્ઞાની પુરુષની ભક્તિથી તેનાં વચને સમજવા જેટલી જીવમાં યોગ્યતા પ્રગટે છે વગેરે વાતે વાંચતાં કરતા રહેવી ઘટે છેજી. પિતાની મેળે જીવ વાંચે તેમાં મોટે ભાગે જે સમજણ પિતાની હોય તેમાં તે વચનેને તાણી જાય છે માટે તત્ત્વજ્ઞાન જેવાં પરમકૃપાળુદેવનાં વચને એકલા વાંચે તેને લાભ ઓછો થવો સંભવે છે તે લક્ષમાં રાખશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૧-૭-૫૦, શુક્ર જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુ ન લીના.” આપે મોકલેલ છાપું મળ્યું છે. આપને એવી બાબતે જાણવાનું કૌતુક હજી વર્તે છે. મને તે સંબંધી કંઈ લખવું ગમતું નથી. આપણે વૃત્તિઓમાં જે કંઈ સુધારો થતો હોય તે તરફ લક્ષ રાખી વિશેષ શાંત વૃત્તિ પિષ્યા કરવી ઘટે છે. માથે મરણ છે તેની તૈયારી પરમકૃપાળુદેવને શરણે કર્તવ્ય છેછે. બીજું હવે શોધવું તે છે નહીં. બીજેથી પરમકૃપાળુદેવનાં વચનામૃત જેવી કે આત્મહિતકારી મદદ મળે તેમ જણાતું નથી, તે વ્યર્થ વિચાર કરવાનું ભૂલી ઉપાસ્ય સદ્ગુરુમાં જ લય લાગે, પરમ ભક્તિ પ્રગટે, સર્વ દેષને ક્ષય થાય એ જ એક લક્ષ રાખી જગત જોવામાં અંધ બનવા યોગ્ય છે. બીજી વાત સાંભળવામાં બહેરા બનવું ઘટે છેજી. ક્ષાયિક સમક્તિવાળો પત્રાંક ૩૯૭ વારંવાર વાંચવા અને પાછળ ભાગ વિશેષ લક્ષમાં લેવા વિનંતી છે.
“જાણી ભાષાદોષ-ગુણ, સદા તજે મુનિ દોષ, છકાય – સંયત, ઉદ્યમી, વદે મધુર હિતપિષ.” (દશવૈકાલિક અ૦ ૭).
८४७
અગાસ, તા. ૨૮-૭-૫૦ તત સત દ્વિતીય અષાડ સુદ ૧૪, શુક, ૨૦૦૬ ખમાવું સર્વ જીને, સર્વે જીવો ખમે મને,
મૈત્રી હે સર્વની સાથે, વૈરી માનું ન કોઈને. અષાડ માસી પાખી સંબંધી આપ કે પ્રત્યે માઠા ગાધ્યવસાયથી જાણતા-અજાણતાં અયોગ્ય વર્તન થયું હોય તે ભાવ નિંદી, ફરી તેમ નહીં વર્તન થવા દેવાની ભાવનાએ ઉત્તમ ક્ષમા પરમકૃપાળુદેવની સાક્ષીએ ઈચ્છું છું તથા તેવા કેઈ આપના વર્તનની સ્મૃતિ રહી હોય તે ભૂંસી નાખી નિઃશલ્યપણે ખમું છું. ક્લેશનું કારણ કેઈને આ જીવ ન થાય અને કેઈને ક્લેશનું કારણ ન માને એવા ભાવ ટકી રહે તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે સાચા અંતઃકરણે યાચના–ભાવના-ઈચ્છા છે. સર્વને નમ્રભાવે ખમાવી પત્ર પૂર્ણ કરું છું. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ