________________
પત્રસુધા
૭૦૧ પત્રમાં પ્રશ્ન લખેલા સ્મૃતિમાં છે. બધા મળી વિચારશે તે સમજાય તેમ છે. કેટલાંક વાક્યો પિતા માટે છે. કેટલાંક બનેને ઉદ્દેશીને લાગે છે. “સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે” (૧૭૦) તે તે પિતાના જ્ઞાન વિષે ઉલ્લેખ છે. આધુનિક મુનિઓના સૂત્રાર્થ વાળું વાક્ય પિતાને પણ અનુકૂળ નથી તેમ શ્રેતાઓને પણ અનુકૂળ નથી. કેમકે રસલુબ્ધ, યશલબ્ધ, માનલુબ્ધ આદિ મેહમાં પડેલા, ધર્મનું મૂળ વિનય છે જેના હૃદયમાં રોપાયું ન હોય અને સ્વચ્છેદ-પરિણામી હોય તે ભલે ભગવાનનાં સૂત્રો વાંચે; પણ બ્રાહ્મણિયા રસેઈ અંત્યજ (ભંગી) પીરસે તે કોને કામ આવે? તેમ મિથ્યાત્વભાવ સહિત જે પ્રરૂપણ છે તે પક્વાન્નને વિષમિશ્રિત કરનાર તુલ્ય છે.
૮૪૨
અગાસ, તા. ૧૩-૭-૫૦ તત છે સત્
પ્ર. અષાડ વદ ૧૩, ૨૦૦૬ આપે પ્રશ્ન “આત્મપ્રભા'માંથી પૂળ્યો તે વાકય શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પૃષ્ઠ ૭૧૩ ઉપર છેઃ “ઇંદ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મને આગ્રહ, માનલાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. ચૌદ રાજલક જાણે પણ દેહમાં રહેલે આત્મા ને ઓળખે; માટે રખડ્યો.” પૃષ્ઠ ૭૧૪ ઉપર તેને ઉત્તર છે – “ચૌદ રાજલકની કામના છે તે પાપ છે. માટે પરિણામ જેવાં. ચૌદ રાજલકની ખબર નથી એમ કદાચ કહો, તે પણ જેટલું ધાર્યું તેટલું તે નક્કી પાપ થયું. મુનિને તણખલું પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું રહે છે તેટલું તેને પાપ છે” વિચાર કરવાથી સમજાય કે ચૌદ રાજલક જાણવા શા માટે? જ્ઞાનીઓએ કહ્યું છે કે પાપથી છૂટી, મોક્ષમાર્ગમાં લાગી – મંડી પડવા, બેધ-વચનમાંથી પરમાર્થ ગ્રહો. બીજી આડીઅવળી કલ્પનામાં ન ચઢી જવું. બાકી બુદ્ધિને સંતોષવા માટે બુદ્ધિ દ્વારા ઉત્તરો અપાય છે. કદાગ્રહ મૂકી વાંચવું, વિચારવું, સમજવું.
ચૌદરાજલક શ્રુતજ્ઞાનથી જણાય. “ત્રિલેકસાર', “લેકબિંદુ’ ‘લેકપ્રકાશ આદિ ગ્રંથમાં ચૌદ રાલેકનું વર્ણન ઘણા વિસ્તારથી જ્ઞાની પુરુષોએ કઈ સજિજ્ઞાસુને અર્થે કરેલ છે તે વાંચી,
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન,
માને નિજમત વેષને, આગ્રહ મુક્તિનિદાન.” મતાર્થ જ રહે તે કલ્યાણ ન થાય, એ એ વાક્યને પરમાર્થ છે.
એક પ્રશ્ન આપને વિચારવા, ને ગ્ય લાગે તે ઉત્તર લખવા કરું છું. આદ્રકુમાર અનાર્ય દેશમાં જન્મ્યા ત્યાં જ શ્રી અભયકુમારની કૃપાથી જિનમૂર્તિનાં દર્શન કરતાં તેમને જાતિસ્મરણજ્ઞાન થયું; પૂર્વના ભવ, ચારિત્ર પાળેલું તે બધું યાદ આવ્યું. તે ત્યાં ચારિત્ર પાળીને ધર્મ આરાધના કરવાનું મૂકીને ત્યાંથી નાસી છૂટી આર્ય દેશમાં કેમ આવ્યા હશે ? શ્રી અભયકુમાર સાથે પત્રવ્યવહાર આદિથી સંતોષ કેમ નહીં માન્ય હોય? રાજકુમારને તેવી ગોઠવણ કરવી અઘરી નહોતી. કેમ તેમને ત્યાં ગમ્યું જ નહીં? યથાશક્તિ વિચાર કરી ગ્ય. લાગે છે, પત્ર લખો ત્યારે તે વિષે લખશોજી.
જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ