________________
પત્રસુધા
૬૯ બ્રહ્મચર્યના આરાધનથી જીવમાં અનેક ગુણે પ્રગટે છે, સવૃત્તિ રહે છે. પરમપુરુષોએ સમ્મત કરેલું બધું માનવું છે, તે સાચું છે, ન બને તોપણ તે પ્રાપ્ત કર્યાથી મને લાભ થશે એવી ભાવના રહે છે. સંસારી લે છે અને તેમની માન્યતાના ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તે વિચાર કરતે થાય છે. સાચા સુખને માર્ગ શોધી ન્યાયપૂર્વક પુરુષાર્થથી પ્રાપ્ત કરવા કેડ કસીને તૈયાર થાય છે. હવે નિયમ ન હોય તો પણ આઠમ, પાંચમ, બીજ, ચૌદશ, પૂનમ આદિ દિવસે ધર્મને અર્થે નિર્માણ મોટા પુરુષોએ કરેલા છે તે દિવસેએ તે બ્રહ્મચર્ય પાળવું જ અને બને ત્યાં સુધી એ પશુપણુની વૃત્તિ(મૈથુન)ને વારંવાર વશ ન થવું. તેમાં જ સુખ માની શરીરશક્તિને બરબાદ ન કરવી. જેટલું મન સંયમમાં રહેશે તેટલી દયા પળાશે. ભેગમાં મન આસક્ત રહેશે તેટલી હિંસાપ્રિય વૃત્તિ બનશે. માટે અનંતકાળથી રખડતા, જન્મમરણ કરતા આ આત્માની દયા લાવી તેને આ ભવે મોક્ષમાર્ગ ચડાવી પરમકૃપાળુદેવની આજ્ઞામાં રાચતે કરી સંસારને અંત લાવી મોક્ષે જવું છે એ ભાવ દિન દિન પ્રત્યે વધતે રહે એવી વાતચીત, એવું વાંચન, એવા વિચાર, એવી ભાવના પષતા રહેવા ભલામણ છે અને વખત મળે આશ્રમમાં પણ થોડા થોડા દિવસ રહી જવાય તેવી અનુકૂળતા શેધતા રહે તે સત્સંગને જેમ જેમ લાભ થશે તેમ તેમ આપોઆપ શું કરવું?-તે તમને સમજાતું જશે. વ્રત-નિયમ કરતાં શ્રદ્ધાની દઢતા અને આત્માનું ઓળખાણ થાય તે અર્થે દેહાધ્યાસ એટલે દેહ તે હું, દેહને દુઃખે દુઃખી અને દેહને સુખે સુખી માનવાની અનાદિની બ્રાંતિ છે તે ટાળવા સ્મરણ, ભજન આદિ સત્સાધનરૂપ બનતે પુરુષાર્થ દરેકે કર્તવ્ય છે. તમારી નિશાળ ઊઘડતાં પહેલાં આ કાર્ડ મળી જશે. વૅકેશનને સદુપયોગ કરતા રહેવું. સત્સંગની ભાવના કરતા રહેવાથી પુણ્યયોગે તે અવસર આવી મળશેજી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૩૯
અગાસ, તા. ૨૪-૬-૫૦ ઇન્દ્રિયાદિના નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મને આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું, એ કદાગ્રહ (મિથ્યાગ્રહ) છે. તે કદાગ્રહે જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં.” (ઉપદેશછાયા)
વિ. પુણ્યના ઉદય પ્રમાણે જીવને ધર્મની જોગવાઈ મળી રહે છે. પૂ...ની તબિયત ઠીક હોય તે તેમને ખબર આપશે, તે વખતે પાસે છે તે તે આવી જાય. જરૂર જેવું હોય તે તે રહે પણ ખરા, કારણ કે તેમની ઉંમર થઈ એટલે સત્સંગની ઈચ્છા તેમને પણ રહ્યા કરે. કેઈ ન આવે તે પૂ...એ કાળજી રાખી તેમના પિતાની સેવા બને તેટલી બહારથી તેમ જ ધર્મવાંચન ભક્તિ આદિથી આંતરિક સેવા પણ કર્તવ્ય છે. બીજા કામ તે મજુર આદિથી થઈ શકે, પણ સેવાનું કામ પિતે કરે તે જ બને. તેમનાથી વંચાય તે “સમાધિ
પાનમાંથી પાન ૨૬૩ થી ઠેઠ સુધી શેડે થેડે તેમણે વાંચવા ગ્ય છે અને ન વાંચી શકાય તે જે કંઈ વાંચી શકે તેવા હોય તેમણે તેમને વાંચી સંભળાવવું ઘટે છે. જ્યાં સુધી સાંભળી શકાય છે ત્યાં સુધી પરમકૃપાળુદેવનાં વચન, ભક્તિ વગેરે કાનમાં પડ્યાં કરે તેવી ગોઠવણ રાખવી ઘટે છેજી. પૂ..એ મુખપાઠ કર્યું હોય તે તે થોડો વખત અનુકૂળતા પ્રમાણે