________________
૬૯૭
પત્રસુધા પાત્રતા હશે તેટલે આપણને લાભ થશે. વાતે કર્યો વડાં નહીં થાય, ઘૂંકે પૂડા ન થાય, તેલ જોઈએ. તેમ છવમાં મહાપુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને સભ્યપ્રતીતિ આવશે ત્યારે જીવનું હિત થશે. સાચા ભાવથી જ્ઞાની પુરુષે કહેલા માર્ગે ચાલીશું તે મોક્ષ વિશેષ દૂર નથી. પણ તેનું કહેલું કરવું ન હોય અને જગતનાં તુરછ સુખને જ ભિખારી હોય તે આગળ વધી શકે નહીં.
ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તે આહાર રસરહિત, મેળ, કે ધી આદિ ઓછાં વપરાય તે લેવો છે. ફળ વગેરેમાં પણ રસ પિવાય તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવું છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.”(૧૫). વિષય એટલે પાંચ ઇન્દ્રિયની મીઠાશ અને પરિગ્રહ એટલે ધન, અલંકાર, સગાં આદિની મમતા. તે અર્થે દેહ ધર્યો નથી. આમ પર ચીજો ઉપરને રાગ ઘટે અને સાદા રાકથી જિવાય તે વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને પુરુષનાં વચને સમજાય, અને સમજાય તેટલું થેડું થોડું અમલમાં આચરણમાં મુકાય.
પરમકૃપાળુદેવ ઉપર જેને ગુરુભાવ હોય તે ભાઈ કે બાઈ આપણુ ધર્મ ભાઈ કે ધર્મભગિની છે. તેમની સાથે વાચન, પત્રવ્યવહાર ધર્મ અર્થે કરવાથી લાભ જ હોય. ભાઈ તરીકે મેહ કે પત્ની તરીકે મોહ ઓછો કરી, તે પરમકૃપાળુદેવને માને છે તેથી તેનાં ધન્યભાગ્ય છે, મારે માનવા યંગ્ય છે. પરમકૃપાળુદેવ તેના મારફતે મારું કલ્યાણ સુઝાડશે એવા ભાવે વર્તવાથી ધર્મની વૃદ્ધિ થાય. આ લક્ષમાં રાખી ધર્મકર્મમાં એવી પ્રવૃત્તિ કરશો કે જેથી આખરે છુટાય. છૂટવા માટે જીવવું છે એ ધ્યેય, નિશાન હૃદયમાં રાખવા ભલામણ છેજી.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૮૩૭
અગાસ, તા. ૫-૬-૫૦ તત્ ૐ સતુ
જેઠ વદ ૫, સેમ, ૨૦૦૬ “શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન-અમને વર્તે તે જ સ્વભાવ જે,
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિતા, ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ છે. અપૂર્વ ” આપના પ્રશ્નનો ઉત્તર મથાળાની ગાથા વિચારતાં સમજાય તેમ છે, છતાં ટૂંકામાં લખું છું – | મુનિપણું સમ્યકત્વસહિત પ્રાપ્ત થયા પછી ઘણા પરિષહ વેઠી સુખ અને દુઃખમાં સમભાવ રાખી શકે છે તેવા મહાત્મા ઉપરની ભાવના કરે છે કે શત્રુ દુઃખ આપવા તૈયાર થાય કે મિત્ર અનુકૂળતાઓની સામગ્રી આપે, પણ બન્ને કર્મને આધીન છે. જેને છૂટવું છે તે કોઈ પ્રત્યે રાગ કે દ્વેષની વૃત્તિ ન ઊઠે તેમ સમભાવે જ્ઞાતાદ્રષ્ટા રહી અસંગ-અલિપ્ત રહે છે, તેમાં જે આત્મશાંતિ આવે છે તેવી શાંતિ શાતાના પ્રસંગમાં હતી નથી. આમ જેણે સમભાવ એટલે બધે કેળવ્યો છે કે “તું છે મોક્ષસ્વરૂપ” એવું આત્મસિદ્ધિજીમાં કહ્યું છે તે તેમને અનુભવમાં વર્તે છે, તેથી બીજું મોક્ષનું સ્થળ વગેરે તે ઈચ્છતા નથી, કારણ કે તે મેક્ષની