________________
૬૯૦
બધામૃત પણ ચલાવી લેવાય અથવા દહીંનું ઘી ઘેર કરી શકાય. તે ન બની શકે તેવું લાગતું નથી, પણ જીવે તે મન ઉપર નથી લીધું. પણ બધા કરે તેમ કરવું એવી ઘરેડમાં ચાલ્યા કરવું છે અને મેટી મોટી વાતે જ કરવી છે તે બે ન બને. બને તેટલું કરી છૂટવાને વિચાર હશે તે સારું બનશે જ.
હાલ પૂ. પરમકૃપાળુદેવનાં વચને વાંચે છે તે ઠીક છે. વચનામૃતમાંથી જે વાંચ્યું હોય તે બધાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તે ઠીક છે. જે પોતે પિતાને માટે વિચાર્યું હોય તે બધા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તે સાંભળનાર અને જણાવનાર બન્નેને વિશેષ લાભ થવા સંભવ છે. તેમ ન બને તે હાલ ચાલે છે તે પણ ઠીક છે. કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું ગ્ય નથી. પિતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા ગ્યા છે, તે બીજા હોય તે મને વિશેષ સમજવાને પ્રસંગ મળશે. એ લક્ષ રાખી સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છેજ. બીજાને કંઈ કંઈ પૂછવું અને તેમના વિચારોની આપ-લે કરવાથી વિશેષ મનમેળ થશે, એકદિલી થશે. હાલ એ જ.તમે મૂંઝાઓ ત્યારે પત્ર લખવામાં હરકત નથી, પણ ઉત્તરની ઉઘરાણી ગ્ય નથી. યથાવસરે, કે રૂબરૂમાં પૂછશે તે જવાબ આપવા જેવું હશે તે અપાશે. હાલ તે આપણે સર્વ યોગ્યતા વધે તેમ પુરુષાર્થ કરીએ એ લક્ષ રાખ ઘટે છેજ. પરમકૃપાળુદેવ આપણા સર્વના પિતા છે, આપણે તેમનાં ઘેલાં બાળક છીએ એ લક્ષ રાખશે. જે શાંતિઃ શાંતિઃ શાંતિ
તા. ક. – પૂ. હમણાં જ એક વાર પિતાને માટે, બીજા હોય તે પણ હરકત નથી, પણ ખાસ પિતાને વિચારવા અર્થે પત્રાંક ૩૯૭ ક્ષાયિકસમ્યકત્વ વિષેને ખાસ કરી પાછળ ભાગ પિતાની દશા બેધબળ આવરણ ન પામે તે અર્થે છે તે લક્ષ રાખી વાંચવા યોગ્ય છે, થાય તે મુખપાઠ પણ કરી લે ઘટે છે.
અગાસ, તા. ૨૪-૪-૫૦ ધર્મધ્યાનમાં વૃત્તિ રાખતા હશે. દવા કરવી પડે તે નિર્દોષ દવા કરવી. વેદનીયકર્મની મંદતા વખતે દવા કંઈ અસર કરે છે, નહીં તે ઘણી વખત વિપરીત અસર પણ થાય છે. શરીરનું જેમ થવું હોય તેમ થાઓ, પણ આત્મ-આરોગ્યતા વર્ધમાન થાય એવી ભાવના સતત રાખવા યોગ્ય છે. આત્મા અજર અમર અવિનાશી છે તે શ્રદ્ધા મરણ-પ્રસંગે રહી તે નિર્ભયપણે દેહ છોડી જીવ સમાધિમરણ કરે તે અર્થે સદ્દગુરુ-શરણે મંત્રાદિ સાધન કર્તવ્ય છે.
૮૩૦
અગાસ, તા. ૨૪-૪-૫૦ જે અવસ્થામાં કર્મ મૂકે તે અવસ્થામાં મુમુક્ષુઓ બનતી રીતે ઉત્તમપણે વર્તવું ઘટે છેજ. સત્સંગના વિયોગે કે ભાવનાની વૃદ્ધિ મુશ્કેલ છે, છતાં પરમકૃપાળુદેવના ચરણકમલમાં જેની વૃત્તિ વહે છે તેને સર્વ સ્થળ સમાન ગણવા ગ્ય છે. જેમ બને તેમ સ્મરણ, ભક્તિ, મુખપાઠ થયું હોય તેના અર્થના વિચારમાં રહેવું. વખત મળે ત્યારે “કલ્યાણને માર્ગ” વાંચવું. ન વંચાય તે ભાવના કરવી, પણ આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય તેમ મુમુક્ષુ જીવ વર્તે છે જી.